+

Ahmedabad Police : PSI ની ભારે અછત છતાં 27 PSI 4 મહિનાથી નિમણૂંકની રાહમાં

અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં વર્ષોથી PSI ની ભારે ઘટ રહી છે. આજની સ્થિતિએ જોઈ તો, અમદાવાદ પોલીસ દળમાં મંજૂર મહેકમ કરતાં PI વધુ અને PSI ખૂબ ઓછા…

અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) માં વર્ષોથી PSI ની ભારે ઘટ રહી છે. આજની સ્થિતિએ જોઈ તો, અમદાવાદ પોલીસ દળમાં મંજૂર મહેકમ કરતાં PI વધુ અને PSI ખૂબ ઓછા છે. શહેરમાં સરેરાશ પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં અંદાજે 50 ટકા PSI ની અછત છે. પોલીસ દળમાં PSI ની ભૂમિકા મહત્વની છે. મોટાભાગના કેસોની તપાસ તેમને કરવાની હોય છે અને PSI ની ઘટ પોલીસ સ્ટેશનની કામગીરી પર ભારે અસર કરી જાય છે. અમદાવાદ શહેરમાં આજની તારીખે 27 જેટલાં PSI ચાર મહિનાથી નોકરી વિના લીવ રિઝર્વમાં બેઠાં છે.PSI ની બદલી-નિમણૂંક ક્યારે થશે ?

અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જી. એસ. મલિકે (G S Malik IPS) ગત જુલાઈ મહિનાના અંતમાં ચાર્જ લીધો હતો. પદ ભાર સંભાળ્યા બાદ જ્ઞાનેન્દ્રસિંહ મલિકે ઓગસ્ટ મહિનાના અંતમાં 51 પોલીસ ઈન્સ્પેક્ટર (Police Inspector) ની બદલી-નિમણૂંકના હુકમ કર્યા હતા. જેમાં 27 PI મહિનાઓથી નિમણૂંકની પ્રતિક્ષામાં લીવ રિઝર્વમાં બેઠાં હતા.  PI ની બદલીઓની સાથે-સાથે PSI ના હુકમો કરવાની એક ચર્ચા હતી. રાજ્યભરમાંથી બદલી થઈને અમદાવાદ શહેરમાં હાજર થયેલા 27  PSI ચાર મહિનાથી કામ વિના બેસી રહ્યાં છે. કોઈ મોજમાં છે, તો કોઈ ચિંતામાં. PSI ની નિમણૂંકના ભારે વિલંબને લઈને પોલીસ દળમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, પોલીસ કમિશનર (Police Commissioner) “સાહેબ” ભૂલી તો નથી ગયા ને ? PSI ની બદલી-નિમણૂંકની જવાબદારી સંભાળતી બી બ્રાંચ (B Branch) ના કારકૂનો કમિશનર મલિક સાહેબને કેમ આ મામલો યાદ નથી કરાવતા.વિલંબના કારણે સરકારને નુકસાન

27 PSI છેલ્લાં ચાર મહિનાથી બેઠાં બેઠાં પગાર મેળવે છે. એક તરફ અમદાવાદ શહેરમાં PSI ની ભારે અછત છે ત્યારે 27 PSI લીવ રિઝર્વમાં આ એક “રેકોર્ડ” જ કહી શકાય. ભૂલ જેની પણ હોય પરંતુ PSI ને કોઈ કામગીરી વિના બેઠાં બેઠાં પગાર આપવો એ તો એક નુકસાન જ કહી શકાય. લીવ રિઝર્વમાં રહેલા પીએસઆઈઓએ છેલ્લાં 4 મહિનામાં VVIP, VIP અને કેટલાંક ધાર્મિક બંદોબસ્ત કર્યા છે. જો, બંદોબસ્તનો એકાદ મહિનો બાદ કરી નાંખીએ તો ત્રણેક મહિના તો સંપૂર્ણ આરામ જ રહ્યો છે.નોકરી વિના પણ PSI કેમ છે પરેશાન ?

ચારેક મહિના પહેલાં અન્ય શહેર-જિલ્લામાંથી અમદાવાદ શહેરમાં આવેલા 27 PSI પૈકી મોટાભાગની સ્થિતિ કફોડી છે. ચાર મહિનામાં મોટાભાગનો સમય આરામ કરતા કરતા પસાર કર્યો છે. 4 મહિનાથી પોસ્ટિંગ નહીં હોવાના કારણે તેઓ કયા વિસ્તારમાં ઘર-કવાટર્સ મેળવવું તેનો નિર્ણય લઈ શકયા નથી અને એટલે જ હોટલ-ગેસ્ટ હાઉસ (Hotel Guest House) માં રહીને કંટાળ્યા છે. પોલીસ કમિશનર મલિક PSI ની નિમણૂંકોનો હુકમ કરે તેની રાહમાં મહિનાઓ વીતી ગયા છે અને આ કારણોસર પારિવારીક સમસ્યાઓનો પણ કેટલાંક PSI સામનો કરી રહ્યાં છે.આ પણ વાંચો—-AHMEDABAD : ઓલ ઇન્ડિયા પોલીસ લોન ટેનિસ ચેમ્પિયનશિપનો આજથી શુભારંભ

Whatsapp share
facebook twitter