+

પોલીસ કર્મચારીઓની વર્ષો બાદ થશે બદલી, કમિશનર મલિકે લીધો નિર્ણય

અમદાવાદ શહેર (Ahmedabad City) માં ફરજ બજાવી ચૂકેલા રોકડીબાજ પોલીસ કમિશનરોના કારણે અનેક પોલીસ કર્મચારીઓની વર્ષોથી બદલી થઈ નથી. નવ નિયુક્ત પોલીસ કમિશનર જી એસ મલિકે (G S Malik IPS)…

અમદાવાદ શહેર (Ahmedabad City) માં ફરજ બજાવી ચૂકેલા રોકડીબાજ પોલીસ કમિશનરોના કારણે અનેક પોલીસ કર્મચારીઓની વર્ષોથી બદલી થઈ નથી. નવ નિયુક્ત પોલીસ કમિશનર જી એસ મલિકે (G S Malik IPS) આ દિશામાં કામગીરી આરંભી દીધી છે. અમદાવાદ શહેર પોલીસ બેડામાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાનું અભિયાન આરંભ્યું છે. આજે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ (Crime Conference) માં હાજર PI કક્ષાથી લઈને IPS કક્ષાના અધિકારીઓ તેમજ સ્ટાફને પ્રજા-ફરિયાદી સાથે સંવેદનશીલતાથી વર્તવા માટે મલિકે સલાહ આપી છે.

સાયબર ક્રાઈમના ગુનાઓ વધ્યા : CP

અમદાવાદ શહેરમાં ગુનાખોરી એકંદરે કાબૂમાં હોવાનો પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (Gyanender Singh Malik IPS) દાવો કર્યો હતો. પોલીસ કમિશનર મલિકની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરના પોલીસ ઈન્સ્પેક્ટરથી લઈને IPS અધિકારીઓ સુધીના સૌ કોઈ હાજર રહ્યાં હતાં. શહેરમાં થયેલા શરીર સંબંધી ગુનાઓના પોલીસે લગભગ ભેદ ઉકેલી નાંખ્યા છે. જ્યારે E FIR ના કારણે ચોરીની ફરિયાદોમાં વધારો થયો હોવાનું મલિકે જણાવ્યું હતું. સાયબર ક્રાઈમ (Cyber Crime) ના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે અને તેને શોધી કાઢવા ટીમ મજબૂત બનાવવામાં આવી છે. ડ્રગ્સ, દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે પણ મલિકે આદેશ આપ્યા હતા.

8-9 વર્ષથી બદલીઓ નથી થઈ

સામાન્ય રીતે 5 વર્ષે પોલીસ કર્મચારીઓની બદલી (Police Transfer) કરવામાં આવે છે, પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લાં ત્રણેક વર્ષથી બદલીઓ થઈ નથી. અમદાવાદ શહેરના એવા કેટલાંય પોલીસ સ્ટેશન અને બ્રાંચ છે જેમાં 8-9 કે તેથી વધુ વર્ષથી પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પોલીસ કર્મચારીઓની બદલીઓ થઈ નથી તેવું પણ નથી. રોકડી અને પ્રસાદ સ્વીકારીને પૂર્વ પોલીસ કમિશનરે અનેક પોલીસ કર્મચારીઓને મનગમતી જગ્યાઓ ભેટમાં આપી દીધી છે. પારિવારીક સમસ્યા, બિમારી સહિતના કારણોને લઈને બદલી માટે કરાયેલી અરજીઓને રોકડીબાજ પોલીસ કમિશનરે ક્યારેય પણ ધ્યાન પર લીધી ન હતી.

નિયમોનુસાર બદલી કરવામાં આવશે : મલિક

પોલીસ કર્મચારીઓની વહેલામાં વહેલી તકે બદલી થાય તે માટે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે કામગીરી આરંભી દીધી છે. કર્મચારીઓને બદલીમાં અન્યાય ના થાય તે માટે પસંદગીના સ્થળ માટે 6 વિકલ્પ આપવામાં આવ્યાં છે. બદલી માટે લાયક પોલીસ કર્મચારીઓને ફોર્મમાં તમામ વિગતો ભરીને આપવાની રહેશે. શહેર પોલીસ દળના કર્મચારીઓની બદલીના ફોર્મ એકત્ર કરાયા બાદ તેની કાર્યવાહી શરૂ થશે. બદલીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં લગભગ 2-3 મહિનાનો સમય થશે તેમ મલિકે જણાવ્યું હતું.

બદલીમાં કયા નિયમો ધ્યાને રખાશે ?

પોલીસ કર્મચારીઓની બદલી માટે કેટલાંક નિયમો બનાવવામાં આવ્યા છે. 5 વર્ષ સુધી એક જ સ્થળે નોકરી કરનારા પોલીસ કર્મચારીને જે-તે ઝોનમાં પસંદગીની જગ્યાના વિકલ્પ અનુસાર મુકવામાં આવશે. 10 વર્ષ સુધી એક જ સ્થળે નોકરી કરનાર કર્મચારીને જે-તે સેક્ટરમાં મુકવામાં આવશે. 10 વર્ષથી વધુ સમય એક સ્થળે નોકરી હશે તો સેક્ટર બદલવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad : 50 લાખના તોડ પ્રકરણમાં વહીવટદારોની પોલીસ કમિશનર G S Malik એ સજાના ભાગરૂપે બદલી કરી

Whatsapp share
facebook twitter