+

Padmini Ba : કાલે ગમે તે નિર્ણય આવે પણ અમારો નિર્ણય એક જ…

Padmini Ba : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ હજું પણ ઓછો થઇ રહ્યો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કર્યા…

Padmini Ba : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ હજું પણ ઓછો થઇ રહ્યો નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પણ ક્ષત્રિય સમાજની માફી માગી આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે બેઠક કરવાની જાહેરાત કરી હતી. જોકે આ મામલે રાજપૂત કરણી સેનાના મહિલા અગ્રણી પદ્મીની બા (Padmini Ba) એ કહ્યું હતું કે આવતીકાલની બેઠકમાં જે નિર્ણય આવે તે ખરો પણ અમારો નિર્ણય એક જ છે. પાટીલ સાહેબને એક જ માગ છે કે ઉમેદવાર બદલો

પરશોત્તમ રુપાલાએ હજું સુધી મનથી માફી માગી નથી

ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં પદ્મીની બાએ કહ્યું કે પરશોત્તમ રુપાલાએ હજું સુધી મનથી માફી માગી નથી. તેમણે એક વાર માફી માગી તે માફી માગવા પુરતી માગી હતી જ્યારે બીજી વાર ભાજપનું નુકશાન ના થાય એટલે માફી માગું છું તેમ કહ્યું હતું.

કાલે ગમે તે નિર્ણય આવે પણ અમારો નિર્ણય એક જ રહેશે

તેમણે કહ્યું કે કાલે ગમે તે નિર્ણય આવે પણ અમારો નિર્ણય એક જ રહેશે, અમારી એક જ માગ છે કે રાજકોટથી ઉમેદવાર બદલવામાં આવે. આ વિવાદમાં અમે ભાજપનું માન નહી રાખીએ. તેમણે કહ્યું કે પાટીલ સાહેબે આજે માફી માગી હતી. હું પાટીલ સાહેબનો આભાર વ્યક્ત કરીશ કે તેમનું પદ મોટુ હોવા છતાં ઉદારતા દાખવી તે પ્રત્યે ક્ષત્રિય સમાજનું માન છે પણ વિનંતી કે ભાઇ આપ વિચારશો કે ક્ષત્રિય સમાજમાં રોષ છે. 18 વરણનો રોષ છે કે ટિકિટ રદ થાય.

સી.આર.પાટીલ પર ક્ષત્રિય સમાજને માન છે

તેમણે કહ્યું કે સી.આર.પાટીલ પર ક્ષત્રિય સમાજને માન છે. દેશનું કલ્યાણ મહત્વ છે પણ મને નથી લાગતું કે આવા વ્યક્તિથી કલ્યાણ થશે.માફી માગી તે દર્શાવતું નથી કે તેમને ગિલ્ટી ફીલ થયું હોય. કાલની બેઠકમાં અગ્રણીઓ નહી માને કારણ કે ક્ષત્રિય સમાજ એક છે અને રહેશે. કાલે જે મિટીંગ થાય, ફેવરમાં નિર્ણય નહી થાય તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમારો રોષ એટલા માટે છે કે જે રુપાલાભાઇએ મનથી માફી માગી નથી.

ટિકિટ કે ક્ષત્રિય સમાજનો મુદ્દો નથી

તેમણે એમ પણ કહ્યું કે ટિકિટ કે ક્ષત્રિય સમાજનો મુદ્દો નથી. બહેન દિકરીઓનું માન સન્માન એ ક જ પોઇન્ટ છે. રુપાલાજી સાથે પણ મને પર્સનલ દુશ્મની નથી. મે પણ તેમનો પહેલા ઘેર ઘેર જઇને પ્રચાર કર્યો હતો. ક્ષત્રિય સમાજમાં બે ભાગ નહી પડે સમાજ એક જ છે.

અમારી એક જ માગ કે રાજકોટથી ઉમેદવાર બદલવામાં આવે

તેમણે વધુમાં કહ્યું કે હવે ઠેર ઠેર મહારેલી અને મહાસંમેલન યોજાશે. ગામડે ગામડે રુપાલાના પોસ્ટર વાયરલ કરીશું પણ કાયદો કાનૂન ભંગ નહી થાય. પાર્ટીનો વિરોધ નથી. પાર્ટી ડિસ્ટર્બ ના થાય તે રીતે વિરોધ કરીશું. અમારી એક જ માગ કે રાજકોટથી ઉમેદવાર બદલવામાં આવે.

અમે ભાજપના વિરોધી નથી, માત્ર રુપાલાજીનો વિરોધ છે

ક્ષત્રિય સમાજમાંથી કોઇને ટિકીટ મળે તેવી અમારી માગ જ નથી. બહેન દિકરીઓ માટે સમાજે એક સૂરમાં બોલવું પડશે. અમે ભાજપના વિરોધી નથી, માત્ર રુપાલાજીનો વિરોધ છે. જરુર પડ્યે રાષ્ટ્રીય સ્તરે અમે જઇશું. ભાજપના નેતાઓ સાથે જે નેતાઓે બેઠક કરી છે તે અમારા ભાઇઓ જ છે. કોઇ પણ સમાજના વ્યક્તિને ટિકિટ મળે પણ રુપાલાજીની ટિકિટ રદ થાય.

આ પણ વાંચો—– Gujarat : રાજ્યમાં ક્ષત્રિય સમાજનો ઠેર ઠેર વિરોધ

આ પણ વાંચો—- CR Patil : આવતીકાલે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક

 

Whatsapp share
facebook twitter