+

DRUGS : દહેગામની ફેક્ટરીમાંથી ડ્રગ્સનો જથ્થો બેંગકોક મોકલાતો હોવાનો ઘટસ્ફોટ

DRUGS : અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષ પરથી જપ્ત કરેલા 50 કિલો ડ્રગ્સ (DRUGS)ના કેસમાં DRI એ ગાંધીનગર નજીક દહેગામ રોડ પર મોટા જલુન્દ્રા ખાતે આવેલી ફેકટરીમાં રેડ કરી હતી.…

DRUGS : અમદાવાદ એરપોર્ટના એર કાર્ગો કોમ્પ્લેક્ષ પરથી જપ્ત કરેલા 50 કિલો ડ્રગ્સ (DRUGS)ના કેસમાં DRI એ ગાંધીનગર નજીક દહેગામ રોડ પર મોટા જલુન્દ્રા ખાતે આવેલી ફેકટરીમાં રેડ કરી હતી. દરોડામાં અન્ય કેમિકલની આડમાં કેટામાઈન ડ્રગ્સ (DRUGS) સ્મગલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો છે. જે ફેક્ટરીમાંથી આ ડ્રગ્સ (DRUGS)નું સ્મગલિંગ કરાતું હતું તે ફેક્ટરીમાં ગુજરાત ફર્સ્ટ પણ પહોંચ્યું છે. દહેગામની ફેક્ટરીમાંથી ડ્રગ્સનો જથ્થો બેંગકોક મોકલાતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

25 કરોડથી વધુની કિંમતનું કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું

DRI એ બુધવારે અમદાવાદના એર કાર્ગો કોમ્પ્લેક્ષ પરથી પ્રતિબંધિત કેટામાઇન ડ્રગ્સનો 50 કિલો જથ્થા સાથે શંકાસ્પદ 46 કિલો પાવડર પદાર્થ પણ જપ્ત કર્યો હતો. તપાસમાં અંદાજિત 25 કરોડથી વધુની કિંમતનું કેટામાઇન ડ્રગ્સ ઝડપાયું હોવાનું બહાર આવ્યું છે.

દહેગામ રોડ પર મોટા જલુન્દ્રા ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ

ત્યારબાદ તપાસમાં DRI એ ગાંધીનગર નજીક દહેગામ રોડ પર મોટા જલુન્દ્રા ખાતે આવેલી ફેકટરીમાં રેઇડ કરતા અન્ય કેમિકલની આડમાં કેટામાઈન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

DRI એ સમગ્ર કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી

ગાંધીનગરની ફેકટરીમાં પ્રતિબંધિત પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું અને પાર્સલ દ્વારા એરકાર્ગો મારફતે હવાઈ માર્ગે ભારતની બહાર મોકલવામાં આવતું હોવાનો પર્દાફાશ થતાં DRI પણ ચોંકી ઉઠ્યું હતું. DRI એ NDPS એક્ટ 1985 હેઠળ કરી કાર્યવાહી કરી તપાસ આદરી છે. DRI એ સમગ્ર કેસમાં ત્રણ લોકોની અટકાયત કરી છે.

ગુજરાત ફર્સ્ટ મેન્યુફ્કચરીંગ પ્લાન્ટ પર પહોચ્યું

ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી સાથે ડ્રગ્સનાં દૂષણને અટકાવવા પોલીસ સામે મોટો પડકાર છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ મેન્યુફ્કચરીંગ પ્લાન્ટ પર પહોચ્યું હતું અને પ્લાન્ટના કર્મચારી સાથે એક્સક્લયુઝિવ વાતચીત કરી હતી. તેણે કહ્યું કે ત્રણ જણની અટકાયત કરાઇ છે જેમાં
એક વ્યક્તિ મલેશિયાનો શેલો, આનંદ અને ઉત્કર્ષ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભરત જાડેજા નામનો ફેકટરીનો મૂળ માલિક અહીં અવાર નવાર ફેક્ટરીમાં આવતો હતો.

ફેક્ટરીમાં કુલ 15 લોકો કરતાં હતાં ફેકટરીમાં કામ

તમામ 15 લોકો રાજસ્થાનના રહેવાસી હોવાનો વિગતો સામે આવી છે. આ શખ્સો ફેકટરીમાં 12 કલાકની શિફ્ટમાં કામ કરતા હતા. મલેશિયાના શેલો નામના શખ્સ પાસે ડ્રગસની ક્વોલિટી ચેક કરાવાતી હતી. મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડના શેર હોલ્ડર અશોક પરષોત્તમ ભાઈ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે.

ભુતકાળમાં પણ કાર્યવાહી

ઉલ્લેખનિય છે કે DRI એ છેલ્લા ત્રણ માસમાં મહારાષ્ટ્રનાં સંભાજી નગર અને ગુજરાતના વાપી ખાતે આવેલા શંકાસ્પદ રાસાયણિક એકમો દ્વારા મેફેડ્રોનનું ગુપ્ત રીતે ઉત્પાદન કરતા એકમોનો પર્દાફાશ કરેલો છે.

વિવિધ મુદ્દા પર તપાસ

મોટા જલુંદ્રા ખાતે કેટલા સમયથી ફેકટરી કાર્યરત છે તેની લઈને તપાસ તેજ થઇ છે. ફેકટરીમાં અત્યાર સુધી કેટલું અને ક્યાં ક્યાં ડ્રગ્સ મોકલવામાં આવ્યું તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે. ફેકટરી કેટલા સમયથી કાર્યરત છે, કોણ માલિક છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. ડ્રગ્સનું ઉત્પાદન કરવા માટે કાચું મટીરીયલ કોણ સપ્લાય કરે છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો–-DRI: એરપોર્ટ પરથી 50 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપાયું

 

Whatsapp share
facebook twitter