+

AHMEDABAD POLICE ની FIR નોંધવામાં આડોડાઈ, ગુજરાતી દંપતીને ઈરાનમાં બંધક બનાવી લાખોની ખંડણી માગી

ડૉલર કમાવવા માટે USA જવાની ગાંડી ઘેલછા અનેક ગુજરાતી સહિતના ભારતીયોને મોતના મુખમાં લઈ ગઈ છે. આમ છતાં અમેરિકા જવાનો ક્રેઝ હજુ પણ જારી છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ના…

ડૉલર કમાવવા માટે USA જવાની ગાંડી ઘેલછા અનેક ગુજરાતી સહિતના ભારતીયોને મોતના મુખમાં લઈ ગઈ છે. આમ છતાં અમેરિકા જવાનો ક્રેઝ હજુ પણ જારી છે. અમદાવાદ શહેર (Ahmedabad City) ના એક પટેલ દંપતી સહિત ત્રણ જણાને બંધક બનાવી લેવાયા છે. દંપતી સહિત ત્રણેય બંધકોને છોડવા માટે પાકિસ્તાની અપહરણકારો (Pakistani Kidnapper) લાખો રૂપિયાની ખંડણી માગી રહ્યાં છે. ત્વરિત ખંડણી વસૂલવા માટે પટેલ યુવકને પીઠમાં બ્લેડના ચીરા મારી તે વીડિયો પરિવારને મોકલવામાં આવ્યો છે. આ ઉપરાંત અપહ્યુત પરિણીતાનો પણ અભદ્ર વીડિયો (Indecent Videos) બનાવવાની ધમકી આપી છે.

શું છે સમગ્ર ઘટના ?

અમદાવાદ શહેરના નવા નરોડા વિસ્તારમાં રહેતા પંકજ પટેલ અને તેમની પત્ની નિશાબહેને થોડા સપ્તાહ પૂર્વે ગેરકાયેદસર રીતે USA જવા માટે ગાંધીનગરના એક એજન્ટ અભય રાવલ (Agent Abhay Rawal) નો સંપર્ક કર્યો હતો. વાયા વાયા અમેરિકામાં પટેલ દંપતીને ઘૂસણખોરી (Illegal Migrants) કરાવવા માટે એજન્ટ અભય રાવલે હૈદરાબાદના એજન્ટ શાકીબ (Hyderabad Agent Shakib) નો સંપર્ક કર્યો અને શાકીબે અન્ય એક એજન્ટનો સંપર્ક કરી ડીલ ફાઈનલ કરી. પટેલ દંપતીને અમેરિકા મોકલવા માટે જુહાપુરાના ટ્રાવેલ એજન્ટ માજીદ ખોખરે (Travel Agent Majid Khokhar) એર ટિકિટ બુક કરી અને ગત 2 જૂનના રોજ દંપતી હૈદરાબાદ પહોંચ્યું. 12 જૂન સુધી હૈદરાબાદમાં રોકાણ કરનારા દંપતીની સાથે એજન્ટ શાકીબનો ભાઈ પણ USA જવા જોડાયો હતો. હૈદરાબાદથી વાયા ઈરાન (Via Iran) થઈને અમેરિકા જવા નીકળેલા પટેલ દંપતી સહિત ત્રણ જણા તહેરાન એરપોર્ટ (Tehran Airport) ખાતે ઉતરતા તેમને પાકિસ્તાની એજન્ટ (Pakistani Agent) એક હોટલમાં લઈ ગયો હતો.

પટેલ દંપતીની ઈરાનમાં શું છે સ્થિતિ ?

પંકજ પટેલ અને તેમની પત્ની તેમજ એજન્ટ શાકીબનો ભાઈ ઈરાન પહોંચ્યા ત્યારબાદ પાકિસ્તાની એજન્ટે ત્રણેયને બંધક બનાવી લીધા છે. તહેરાનમાં કોઈ સ્થળે બંધક બનાવીને દંપતી સહિત ત્રણેય લોકોને ડરાવી પાકિસ્તાની એજન્ટે તેના સાગરીતો સાથે મળી યાતના આપવાનું શરૂ કર્યું છે. પ્રથમ પંકજ પટેલનો અર્ધનગ્ન અવસ્થામાં વીડિયો બનાવ્યા બાદ પીઠમાં બ્લેડના સંખ્યાબંધ ચીરા મારીને આ ફૂટેજ અપહ્યુતના પરિવારજનોને મોકલવામાં આવ્યા છે. બંધકોને છોડવા માટે પાકિસ્તાની શખ્સે લાખો રૂપિયાની ખંડણી (Ransom) માગી છે અને જો ના મળે તો તેમની અતિ ગંભીર હાલત કરવાની પણ ધમકી આપી છે.

એજન્ટે આંગડીયા થકી 14 લાખ મોકલ્યા

યુવક પંકજ પટેલના વીડિયો મળતા તેમના પરિવારજનોએ શરૂમાં એજન્ટ અભય રાવલનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેનો સંપર્ક થયો ન હતો. વીડિયો જોઈને ધ્રુજી ઉઠેલા પરિવારજનોએ 18 જૂન રવિવારે રાતે કૃષ્ણનગર પોલીસ (Krishnanagar Police) નો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. દરમિયાનમાં મામલાની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) ને થતાં તે હરકતમાં આવી હતી. ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવતા એજન્ટ અભય રાવલે 14 લાખ જેટલી રકમ પાકિસ્તાની અપહરણકારને મોકલી આપવા આંગડીયા થકી હવાલા કર્યા છે. જો કે, અપહરણકારોએ માગેલી રકમ ખૂબ મોટી છે. સમગ્ર મામલામાં હૈદરાબાદના એજન્ટ શાકીબની ભૂમિકા શંકાસ્પદ રીતે જોવામાં આવી રહી છે.

અતિ ગંભીર મામલો છતાં FIR નથી નોંધાઈ

અત્યાર સુધી બનેલી ઘટનાઓને પાછળ છોડી દે તેવી આ અતિ ગંભીર ઘટનાની જાહેરાત થયાને 24 કલાક થવા આવ્યા છે. આમ છતાં કૃષ્ણનગર પોલીસના પેટનું પાણી નથી હલતું. અપહ્યુત દંપતીના પરિવારજનો વહેલી પરોઢ સુધી FIR લખાવવા કૃષ્ણનગર પોલીસ સ્ટેશન (Krishnanagar Police Station) માં બેસી રહ્યાં હતા. કૃષ્ણનગર પીઆઈ એ. જે. ચૌહાણ (PI A J Chauhan) સાથે વાત થતા તેમણે જણાવ્યું છે કે, FIR નોંધવા માટે વાતચીત ચાલી રહી છે. ઘટના ઈરાનમાં બની છે. આ નિર્ણય ઉપરથી લેવામાં આવશે. સીપી સાહેબ, સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ વચ્ચે વાતચીત ચાલી રહી છે.

FIR વિના કાર્યવાહી નહીં થઈ શકે

Iran ની ધરતી પર બંધક બનાવાયેલા દંપતીને છોડાવવા માટેની કાર્યવાહી કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) હસ્તક જ શક્ય બને. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) FIR નોંધે તો જ આ કાર્યવાહી આગળ વધી શકે તેમ છે. FIR વિના કાર્યવાહી કરવી ગુજરાત સરકાર (Government of Gujarat) અને ભારત સરકાર (Government of India) બંને માટે ભારે કઠીન છે.

આ પણ વાંચો – DGP થી DIG સુધીના 14 સ્થાન ખાલી, ઈન્ચાર્જ અધિકારીઓથી ચાલે છે ગુજરાતમાં વહીવટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter