+

Gujarat IPS Transfer Rumours : IPS ની બદલીઓની વાતો વચ્ચે કેટલાંક અધિકારી સુષુપ્ત અવસ્થામાં તો બાકીના તોડપાણીમાં થયાં વ્યસ્ત

  રાજ્યના પોલીસ વિભાગમાં 14 જેટલાં મહત્વના સ્થાન મહિનાઓથી કેટલાંક વર્ષ-બે વર્ષથી ચાર્જમાં ચાલી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય વર્ષોમાં Police Officer ની ટ્રાન્સફર-પ્રમોશન (Police Transfer Pramotion) ની અફવાઓ કહો કે…

 

રાજ્યના પોલીસ વિભાગમાં 14 જેટલાં મહત્વના સ્થાન મહિનાઓથી કેટલાંક વર્ષ-બે વર્ષથી ચાર્જમાં ચાલી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય વર્ષોમાં Police Officer ની ટ્રાન્સફર-પ્રમોશન (Police Transfer Pramotion) ની અફવાઓ કહો કે વાતો ચર્ચામાં રહે છે. ગુજરાતના IPS Officers ની બદલીઓ થવાની છે તે વાત નક્કી છે, પરંતુ છેલ્લાં બેએક મહિનાથી આ મુદ્દો ચગડોળે ચઢ્યો છે. વાઘ આયો વાઘ આયોની જેમ સપ્તાહમાં એકાદ-બે વખત બદલીઓની વાત મીડિયામાં સામે આવે છે. આગામી લોકસભા ઈલેકશન (Lok Sabha Election 2024) ને ધ્યાને રાખીને ગુજરાત સરકાર (Government of Gujarat) મોટાપાયે IPS Transfer કરવાની છે. IPS Transfer ક્યારે આવશે અને કેટલી આવશે તેની કોઈને ખબર નથી. જો કે, આ સ્થિતિના કારણે મોટાભાગના પોલીસ અધિકારીઓ સુષુપ્ત અવસ્થામાં આવી ગયા છે અને તેનું પરિણામ સરકાર-પ્રજાએ ભોગવવી રહી છે. કેટલાંક જિલ્લામાં તો કાયદો અને વ્યવસ્થા (Law & Order) ની સ્થિતિને પણ ભારે અસર પહોંચી છે.

બઢતી-બદલીના વિલંબની અસર

PSI થી લઈને IPS કક્ષાના અધિકારીઓની બઢતી-બદલીમાં હંમેશા વિલંબ જોવા મળે છે. જ્યારે મહેસુલ સહિતના અન્ય સરકારી વિભાગોમાં સમયાનુસાર બઢતી-બદલી કરવામાં આવે છે. બદલીઓનો દોર આવવાની વાતો શરૂ થતાંની સાથે જ પોલીસ અધિકારીઓ હોદ્દો ટકાવી રાખવા અથવા મેળવવા પ્રયત્નશીલ બની જાય છે. સ્થાન મેળવવા અને ટકાવી રાખવાની હરિફાઈ શરૂ થતાંની સાથે જ તેની સીધી અસર કામ પર પડે છે. જિલ્લા પોલીસ વડા (DSP) રેન્જ આઈજી (Range IG) અને ક્યારેક તો પોલીસ કમિશનર (Commissioner of Police) કક્ષાના અધિકારીઓ જુદાજુદા બહાના હેઠળ ગાંધીનગર અને આકાઓના દરબારમાં દોડાદોડ કરવા લાગ્યા છે. સિનિયર પોલીસ અધિકારીઓની ગેરહાજરીની અસર સીધી પ્રજાની ફરિયાદોના નિકાલ પર પડે છે. સાથે જ તેમના તાબાના અધિકારી-કર્મચારી ગેરહાજરીનો ભરપૂર લાભ પણ ઉઠાવે છે. સંભવિત બદલીની યાદીમાં હોવાનું માની રહેલાં મોટાભાગના અધિકારીઓ નીતિ વિષયક નિર્ણયો લેવાનું ટાળી રહ્યાં છે.

તોડપાણી બે મહિનામાં ખૂબ વધી

ક્રીમ પોસ્ટિંગ પરથી સાઈડ લાઈન થવાનો ડર ધરાવતા અધિકારીઓએ ટવેન્ટી-20ની જેમ ચોગ્ગા-છક્કા ફટકારવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક અધિકારીઓએ તો દારૂ-જુગારના અડ્ડાઓને ખુલ્લેઆમ પરવાનો પણ આપી દીધો છે. જમીન વિવાદ (Land Dispute) અને Land Grabbing માં માસ્ટરી ધરાવતા અધિકારીઓએ અરજીઓના નામે લાખો-કરોડો રૂપિયાના તોડ (Corruption in Application) શરૂ કરી દીધાં છે. સોનાની દાણચોરી (Gold Smuggling) ની લાઈનમાં મહારથ ધરાવતાં અધિકારીઓએ તેમની રીતે ફટકાબાજી શરૂ કરી દીધી છે. જયાંથી અને જે રીતે રૂપિયા ઉસેટાયા તે પદ્ધતિ હાલ અપનાવાઈ રહી છે. રાજ્યમાં વિદેશી દારૂ મોટાપાયે ઠાલવવા માટે પણ કેટલાંક અધિકારીઓ સિન્ડીકેટનો ભાગ બની ગયા છે. રાતોરાત કરોડપતિ બની જવા કેટલાંક અધિકારીઓએ ગેરકાયદે કોલ સેન્ટર (Illegal Call Center) ડબ્બા ટ્રેડીંગ (Dabba Trading) ચલાવતા ગુનેગારોને પરવાનો આપી દીધો છે.

અમદાવાદ કમિશનરેટનો ઈતિહાસ બન્યો

અમદાવાદ પોલીસ કમિશનર (Commissioner of Police Ahmedabad) સંજય શ્રીવાસ્તવ ગત એપ્રિલ મહિનામાં નિવૃત્ત થયા. ત્યારથી એટલે કે, અઢી મહિનાથી અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશનર (Incharge Police Commissioner) થી ચાલી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો, છેલ્લાં બેએક મહિનામાં 18 જેટલાં PI બદલી થઈને આવ્યા છે અને ત્યારથી જ તેઓ લીવ રિઝર્વમાં છે. પ્રેમવીર સિંઘ ઈન્ચાર્જ હોવાથી તેઓ PI ને પોસ્ટિંગ આપવાનું ટાળી રહ્યાં છે. બે મહિનાથી પોસ્ટિંગ વિના ફરજ બજાવી રહેલાં PI ક્યારેક ઈન્ચાર્જ તો ક્યારેક બંદોબસ્તની ભૂમિકા ભજવી રહ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનરે લેવાના એવાં કેટલાંય નિતિ વિષયક નિર્ણયો છે જે અઢી મહિનાથી અટકી પડ્યાં છે.

ખાલી જગ્યાનો કોની પાસે છે ચાર્જ ?

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય (Vikas Sahay IPS) પાસે એડીશનલ ડીજીપી ટ્રેનિંગ અને એડીશનલ ડીજીપી એસસી/એસટી, Intelligence Bureau ના વડા અનુપમ સિંઘ ગેહલોત (Anupam Singh Gahlaut IPS) પાસે ACB Director Gujarat નો ચાર્જ છે. એડીશનલ ડીજી (આર્મ્ડ યુનિટ રાજકોટ) પી. કે. રોશન (P K Roshan IPS) પાસે એડીશનલ ડીજી આર્મ્ડ યુનિટ ગાંધીનગર અને આઈજી આર્મ્ડ યુનિટ વડોદરા, આઈજી વહીવટ બ્રજેશકુમાર ઝા (Brajesh Kumar Jha) પાસે એડીશનલ ડીજી ઈન્કવાયરી, એડી ડીજી પ્લાનીંગ એન્ડ મોર્ડનાઈઝેશન ખુરશીદ અહેમદ (Khursheed Ahmed IPS) પાસે એડીશનલ ડીજી ટેકનિકલ સર્વિસ, એડીશનલ ડીજી સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ નિરજા ગોટરૂ (Neeraja Gotru IPS) પાસે એડીશનલ ડીજી સ્ટેટ મોનિટરિંગ સેલ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના વડા પ્રેમવીર સિંઘ (Prem Veer Singh IPS) પાસે અમદાવાદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અમદાવાદ ટ્રાફિક એન. એન. ચૌધરી (N N Chaudhari IPS) પાસે જોઈન્ટ સીપી હેડ ક્વાટર્સ અમદાવાદ, ડીઆઈજી સ્ટેટ પોલીસ એકેડમી કરાઈ એ. જી. ચૌહાણ (A G Chauhan IPS) પાસે ડીઆઈજી જેલ, ડીઆઈજી કોસ્ટલ સિક્યુરિટી નિલેષ જાજડીયા (Nilesh Jajadia IPS) પાસે આઈજી સ્ટેટ ટ્રાફિક બ્રાંચ અને આઈજી આર્મ્ડ યુનિટ ગાંધીનગર તથા એડીશનલ ડીજી એટીએસ અમિત વિશ્વકર્મા (Amit Kumar Vishwakarma IPS) પાસે આઈજી મરીન ટાસ્ક ફોર્સનો ચાર્જ છે.

આ પણ વાંચો-પંચમહાલ SP ના ઈન્સ્પેક્શનમાં ભાંડો ફૂટ્યો, પોલીસ અધિકારીઓનું ષડયંત્ર સામે આવ્યું

Whatsapp share
facebook twitter