+

Gadhda : ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ, વાંચો અહેવાલ 

આસ્થાના ધામમાં ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ લગાવાયો છે. ગુજરાત ફર્સ્ટે આજે આ કૌંભાડનો પર્દાફાશ કર્યો છે જે વાંચીને તમારા  પગ નીચેથી જમીન…
આસ્થાના ધામમાં ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં લાખોના કૌભાંડનો આરોપ લગાવાયો છે. ગુજરાત ફર્સ્ટે આજે આ કૌંભાડનો પર્દાફાશ કર્યો છે જે વાંચીને તમારા  પગ નીચેથી જમીન સરકી જશે. મંદિરના સ્વામી ઉપર જ સેવકે આ સનસનીખેજ આરોપ લગાવ્યો છે અને તેનાથી ઘટસ્ફોટ થયો કે  આસ્થાના કેન્દ્ર સમા મંદિરમાં જ પાપની મોહજાળ છે.
ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE રિપોર્ટમાં આ ઘટસ્ફોટ 
ગુજરાત ફર્સ્ટ પર SUPER EXCLUSIVE રિપોર્ટમાં આ ઘટસ્ફોટ થયો છે. જેમાં ધર્માદાના રૂપિયા જ ચાઊં કરવાના ખેલનો પર્દાફાશ થયો છે. મંદિરના સેવકે જ આ ગોરખધંધો ચાલતો હોવાના પુરાવા આપ્યા છે. મંદિરના કોઠારમાં કામ કરતાં સેવકે જ ચોંકાવનારા આરોપ લગાવતાં કહ્યું કે ધર્માદાના રૂપિયા અન્યના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.
ભક્તવત્સલ સ્વામી રોકડમાં આવતા ધર્માદાનો ખેલ પાડી દેતા
મંદિરના સેવકે જ  ભક્તવત્સલ સ્વામી પર સીધા આરોપ લગાવ્યા છે જેમાં  ડાકોરના ચિરાગ પરમાર નામના વ્યક્તિના ખાતામાં હેરફેર કરાઇ હોવાનું જણાવામાં આવ્યું છે.  ભક્તવત્સલ સ્વામી રોકડમાં આવતા ધર્માદાનો ખેલ પાડી દેતા હતા. રોકડા આપીને તેના ખાતામાંથી ઓનલાઇન ટ્રાંન્ઝેક્શન કરાવામાં આવતું હતું.
લાખો-કરોડોની સંખ્યામાં રૂપિયા આપ્યા છે
આરોપ લગાવનારા સેવક સુભાગસિંહ પરમારે કહ્યું કે  મને કહેતા કે આ પૈસા આ ખાતામાં નાખી દે.હું પછી ભાવિક શાહ નામના વ્યક્તિના ખાતામાં નાખતો.આમ ગુગલ પેમાં ગોવિંદ શાહ કરીને છે, અને આમ ભાવિક શાહ કરીને છે..મારા ખાતામાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરેલા..ભાવિક શાહ લગભગ શેરબજારનું કામ કરતો તેવી માહિતી મળી છે. કદાચ શેરબજારમાં રોકણ કરતો હોય અથવા સ્વામીના ખાતામાં નાખતો હોય.બેમાંથી એક હોવો જોઇએ.. લાખો-કરોડોની સંખ્યામાં રૂપિયા આપ્યા છે.
હું તને નંબર આપું તે ખાતામાં ડાયરેક્ટ નાખી દે..
તેણે ચોંકાવનારા આરોપ લગાવ્યા કે  મેં કહ્યુ હતું કે, ગુરુ હવે આ બધુ રહેવા દો..મારા ખાતામાંથી આટલા રૂપિયાનું ટ્રાન્જેક્શન થાય છે, મારા પર ઇન્કમટેક્સની કાર્યવાહી થઇ શકે..પછી કહ્યુ, વાંધો નહીં તારા ખાતામાંથી ન કરીશ.. હું તને નંબર આપું તે ખાતામાં ડાયરેક્ટ નાખી દે..
આમ ધર્માદાના રૂપિયાની ચોરી જ કરતા..
સ્વામી પાસે કેવી રીતે રૂપિયા આવે તે હું તમને જણાવી દઉં..બપોરે કોઇ હરિભક્ત આવે કે મારે 2100નો થાળ જોઇએ છે..થાળ આપીને સ્વામી તેમના ખિસ્સામાં રૂપિયા નાખી દે…જેને ખબર ન હોય તેમના પહોંચ ન આપે.. જેને ખબર હોય તેમના સ્વામી કહેતા કે, પહોંચ વોટ્સઅપ કરી દઇશું.. આમ ધર્માદાના રૂપિયાની ચોરી જ કરતા..
વારંવાર ગઢડા મંદિર જ વિવાદમાં આવી રહ્યું છે
મંદિરના સેવક દ્વારા આ પ્રકારના આરોપ લગાવાતા હવે સવાલ પુછાઇ રહ્યો છે કે  મંદિરના પૈસાનો બારોબાર વહીવટ કેમ કરાઇ રહ્યો હતો અને આ કૌંભાડ  કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં ક્યા ક્યા સંતોની સંડોવણી છે. કૌંભાડમાં સામેલ આ સ્વામીનારાયણ સંતો સામે પગલાં લેવાશે કે કેમ તે સવાલ પુછાઇ રહ્યો છે. વારંવાર ગઢડા મંદિર જ વિવાદમાં આવી રહ્યું છે જેથી ભક્તોની આસ્થા સામે ખિલવાડ કરાઇ રહ્યો છે. આ કૌંભાડ ખુલ્લેઆમ ચાલતું હતું પણ કોઇને ગંધ સુદ્ધા ના આવી તે પણ ચર્ચાનો વિષય છે.
જો પુરાવા હોય તો પોલીસ ફરિયાદ કરો
આ મામલે મંદિરની પ્રતિક્રિયા પણ સામે આવી છે.  સુભાષ નામના વ્યક્તિ સામે ભક્ત વત્સલસ્વામીએ વળતો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે  સુભાષ માત્ર લેબર કામ કરતો અને જો પુરાવા હોય તો પોલીસ ફરિયાદ કરો. તેમણે કહ્યું કે સુભાષને અમે કાઢી મૂક્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે  સુભાષ દારૂ પીતો, ઠગાઈ અને ચોરી કરતો હતો અને  અમારા ધ્યાને આવતા ફરિયાદ કરી હતી. મંદિરને બદનામ કરવાનું આ ષડયંત્ર છે તેમ ભક્ત વત્સલસ્વામીએ આરોપ લગાવ્યો હતો.
સુભાષ સામે વળતો આરોપ
આ સાથે આ મુદ્દે  હરીજીવન સ્વામી સાથે ખાસ વાતચીત કરાઇ હતી જેમાં સુભાષ નામના વ્યક્તિ સામે આરોપ લગાવતાં તમામ આરોપોને નકાર્યા હતા. તેમણે કહ્યું કે  સુભાષ માત્ર લેબર કામ કરતો અને  સાફ-સફાઈ અને ચા-પાણીનું કામ કરતો હતો. તેમણે પણ આરોપ લગાવ્યો કે સુભાષ દારૂ પીતો, ઠગાઈ અને ચોરી કરતો હતો.
આ પણ વાંચો—-રીબડા ખાતે લેઉવા પટેલ સમાજનું મહાસંમેલન, મહાસંમેલનમાં પાટીદાર સમાજ ઉમટી પડશે
Whatsapp share
facebook twitter