+

શા માટે SRK એ લીધો હતો ફિલ્મોમાંથી બ્રેક, આગામી ફિલ્મ વિશે પણ કર્યો આ ખુલાસો!

SRK UPCOMING FILM UPDATE : 2018 થી 2022 સુધી સિનેમા જગતમાંથી લાંબી બ્રેક લીધા બાદ શાહરુખ ખાને 2023 માં ધમાકેદાર કમબેક કર્યું હતું. શરૂખ ખાને વર્ષ 2023  માં એક કે…

SRK UPCOMING FILM UPDATE : 2018 થી 2022 સુધી સિનેમા જગતમાંથી લાંબી બ્રેક લીધા બાદ શાહરુખ ખાને 2023 માં ધમાકેદાર કમબેક કર્યું હતું. શરૂખ ખાને વર્ષ 2023  માં એક કે બે નહીં પરંતુ 3 -3 સુપર હિટ ફિલ્મો આપી હતી. જે શાહરુખ ખાનની ફિલ્મો પહેલા બોક્સ ઓફિસ ઉપર 300 કરોડ કમાવવા માટે પણ હવાતિયા મારતી હતી, તે શાહખાનની બે ફિલ્મે ( જવાન અને પઠાણ ) એ 1000 કરોડની કમાણી કરી હતી. આવું કરનાર શાહરુખ ખાન ભારતીય સિનેમા ઇતિહાસનો એકમાત્ર એક્ટર બન્યો હતો. હવે શાહરુખ ખાનની આગામી ફિલ્મ વિષે જાણવા માટે સૌ લોકો આતુર છે ત્યારે શાહરુખ ખાને આ બાબતે ખુલાસો કર્યો છે.

જૂનમાં શરૂ કરશે SRK  તેની ફિલ્મની શૂટિંગ

SRK આ દિવસોમાં તેની IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની મેચને લઈને ચર્ચામાં છે. દરમિયાન, અભિનેતાએ તેની આગામી ફિલ્મ વિશે પણ ખુલાસો કર્યો છે. તેણે એ પણ જણાવ્યું કે આ ત્રણ હિટ ફિલ્મો પછી તેણે શા માટે બ્રેક લીધો. શાહરુખ ખાને આ બાબત અંગે ખુલાસો કરતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે જૂનમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. તેણે એ પણ ખુલાસો કર્યો છે કે ત્રણ ફિલ્મો પછી તેણે બ્રેક લીધો હતો કારણ કે તે થોડો આરામ કરવા માંગતો હતો.

” આ વખતે મેં KKR ટીમને પણ કહ્યું હતું કે આ વખતે હું બધી મેચ જોઈશ ” – SRK

શાહરુખ ખાને મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ‘મને લાગ્યું કે આ ત્રણ ફિલ્મો પછી હું થોડો આરામ કરી શકીશ. આટલી મહેનત પછી શરીરને આરામની જરૂર છે. આ વખતે મેં KKR ટીમને પણ કહ્યું હતું કે આ વખતે હું બધી મેચ જોઈશ. સદનસીબે, મારી આગામી ફિલ્મનું શૂટિંગ હવે ઓગસ્ટ અથવા જુલાઈમાં થશે… અમે જૂન માટે પ્લાન કરી રહ્યા છીએ, તેથી તે જૂનથી શરૂ થશે. તેથી જ હું તમામ મેચો જોઈ શકું છું. કોલકાતા આવીને મને ઘરે આવવા જેવું લાગે છે, મારા માટે અહીં રહેવું મહત્વપૂર્ણ છે.”

આગમી ફિલ્મમાં KING હશે SRK

પ્રાપ્ત અહેવાલ અનુસાર, SRK અને તેની પુત્રી સુહાના સુજોય ઘોષની એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું નામ અત્યારે માનવામાં આઈ રહ્યું છે કે , ‘KING’ છે. અહી ખાસ વાત તો એ છે કે, પઠાણ ફિલ્મના DIRECTOR સિદ્ધાર્થ આનંદ અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ ફિલ્મને PRODUCE કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024 માટે પોતાની ટીમની જાહેરાત કરી, કેપ્ટનનું નામ ચોંકાવી દેશે

Whatsapp share
facebook twitter