વિદ્યુત જામવાલ રેલ્વે પોલીસની કસ્ટડીમાં : હિન્દી સિનેમા જગતના એક્શન સ્ટાર વિદ્યુત જામવાલને લગતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિધુતની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. હાલમાં જ તેમની અર્જુન રામપાલ અને નોરા ફતેહી સાથેની ફિલ્મ CRACK નું ટ્રેલર સામે આવ્યું હતું. હવે વિદ્યુત જામવાલ પોલીસની હિરાસતમાં આવતા તેની મુશ્કેલીઓ વધી છે.
खतरनाक स्टंट करने के चलते रेलवे पुलिस ने एक्टर विद्युत जामवाल को लिया हिरासत में
Read: https://t.co/dw8bRXUN3p #VidyutJammwal pic.twitter.com/RsGxBRkwMP
— IANS Hindi (@IANSKhabar) February 10, 2024
મુંબઈના બાંદ્રાની રેલ્વે પ્રોટેક્શન ફોર્સની ઓફિસમાંથી એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં વિદ્યુત જામવાલ પોલીસ સ્ટેશનમાં જોઈ શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જોખમી સ્ટંટ કરવાના આરોપમાં અભિનેતાની અટકાયત કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી આ આરોપની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, RPF ઓફિસ બાંદ્રા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી છે.
આ પણ વાંચો — અભિનેતા Mithun Chakraborty ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ