+

Indian Police Force નું ટ્રેલર થયું રિલીઝ, જાણો સિરીઝમાં શું છે ખાસ

Indian Police Force Trailer : દર્શકો રોહિત શેટ્ટી અને તેમના કામોના કેટલા દિવાના છે, તે તો સૌને ખ્યાલ હશે જ. રોહિત શેટ્ટીનું કોપ યુનિવર્સ દર્શકો વચ્ચે ઘણું લોકપ્રિય છે. ત્યારે…

Indian Police Force Trailer : દર્શકો રોહિત શેટ્ટી અને તેમના કામોના કેટલા દિવાના છે, તે તો સૌને ખ્યાલ હશે જ. રોહિત શેટ્ટીનું કોપ યુનિવર્સ દર્શકો વચ્ચે ઘણું લોકપ્રિય છે. ત્યારે આ કોપ યુનિવર્સમાં બનનારી વેબ સિરીઝનું ટ્રેલર આજે બહાર આવ્યું છે.  હવે લોકો સિદ્ધાર્થ મલ્હોત્રાની આ એક્શન વેબ સિરીઝ Indian Police Force ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ ફિલ્મનું પોસ્ટર અને ટીઝર રિલીઝ થયા બાદ ફેન્સ તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, સિરીઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે ખૂબ જ દમદાર છે. જેમાં શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. રોહિત શેટ્ટી શાનદાર એક્શન, ઉડતા વાહનો સાથે કોપ યુનિવર્સ સાથે પાછો ફર્યો છે.

પોલીસ ફોર્સના ભારે એક્શનથી ભરપૂર છે ટ્રેલર 

 Indian Police Force

Indian Police Force

રોહિત શેટ્ટી દ્વારા દિરગદર્શિત આ સિરીઝનું ટ્રેલર ટીપીકલ રોહિત શેટ્ટીની એક્શન પેકડ્ ફિલ્મો જેવુ જ છે, પરંતુ આ સિરીઝમાં એક્શનનું લેવલ એક સ્તર ચોક્કસપણે ઉપર છે. ટ્રેલરની શુરૂઆતમાં આવેલ બેકગ્રાઉન્ડમાંથી સિદ્ધાર્થ મલ્હોત્રાનો અવાજ ગૂસબંપ આપે તેવું લાગે છે. આ પછી સિદ્ધાર્થ મલ્હોત્રાની ધમાકેદાર એન્ટ્રી છે.

SIDDHARTH MALHOTRA ( IPF )

SIDDHARTH MALHOTRA ( IPF )

પોલીસ યુનિફોર્મ પહેરેલો એક્ટર ખૂબ જ સારો લાગી રહ્યો છે. શિલ્પા શેટ્ટી પણ પોલીસના રોલમાં સારી દેખાઈ રહી છે. પોલીસની ભાવના દર્શાવતી આ એક્શનથી ભરપૂર શ્રેણીમાં, શક્તિશાળી સંવાદો તમને અંત સુધી સ્ક્રીન પર ચોંટાડી રાખે છે.   Indian Police Force નું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ થતાની સાથે જ વાયરલ થવા લાગ્યું.

જાન્યુઆરીમાં જ ધમાકો કરશે Indian Police Force

SHILPA SHETTY

SHILPA SHETTY

રોહિત શેટ્ટી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ એક્શન સિરીઝ સાત એપિસોડની હોવાની છે. આસિરીઝ દેશભરના પોલીસકર્મીઓની નિઃસ્વાર્થ સેવા અને ઉગ્ર દેશભક્તિને શ્રદ્ધાંજલિ આપે છે. જેઓ તેમના દેશવાસીઓને સુરક્ષિત રાખવા માટે બધું જોખમમાં મૂકે છે. આ સિરીઝમાં અન્ય કલાકારોમાં આપણને શ્વેતા તિવારી, નિકિતિન ધીર અને ઋતુરાજ સિંહ જોવા મળવાના છે. આ સિરીઝ 19 જાન્યુઆરી, 2023 ના રોજ OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો ( PRIME VIDEO ) પર રિલીઝ થવાની છે.

 

આ પણ વાંચો — Babbar sher : સલમાનની આ આવનારી ફિલ્મ તેને ફરીથી ઈન્ડસ્ટ્રીનો ‘બબ્બર શેર’ બનાવશે

 

Whatsapp share
facebook twitter