+

ભારતના એક નાનકડા ગામની કહાની પહોંચી OSCARS, જાણો તેમાં શું છે ખાસ

OSCARS ચોક્કસપણે વિશ્વના સૌથી નામાંકિત એવાર્ડ માંથી એક છે. વર્ષ 2024 ના OSCARS માટે નોમિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં બેસ્ટ ફિલ્મથી લઈને બેસ્ટ ડાયરેક્ટર સુધીની અનેક કેટેગરીમાં…

OSCARS ચોક્કસપણે વિશ્વના સૌથી નામાંકિત એવાર્ડ માંથી એક છે. વર્ષ 2024 ના OSCARS માટે નોમિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં બેસ્ટ ફિલ્મથી લઈને બેસ્ટ ડાયરેક્ટર સુધીની અનેક કેટેગરીમાં નોમિનેશન કરવામાં આવ્યા છે. પાંચ ફિલ્મોને શ્રેષ્ઠ દસ્તાવેજી ફીચર ફિલ્મ માટે નોમિનેટ કરવામાં આવી છે.

TO KILL A TIGER થઈ OSCARS માં નોમિનેટ 

જેમાં ભારતના એક નાનકડા ગામના વ્યક્તિની હ્રદય ધ્રુંજવી નાખે એવી કહાની પણ નોમિનેટ થઈ છે. આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નામ ‘ TO KILL A TIGER’ છે, જે BEST DOCUMETRY FILM ની કેટેગરીમાંથી નોમિનેટ થઈ છે. આ ફિલ્મને નિશા પહુજા દ્વારા બનવવમાં આવી છે. ખરેખર આ ભારત માટે ઘણીઓ ગર્વની ક્ષણ છે. TO KILL A TIGER સિવાય અન્ય ચાર ફિલ્મો જે આ કેટેગરીમાં નોમીનેટ કરવામાં આવી છે, તેમાં BOBI WINE, THE ETERNAL MEMORY, FOR DAUGHTERS અને 20 DAYS IN MARIUPOL નો સમાવેશ થાય છે.

આંતરરાષ્ટ્રીય નામના  મેળવી ચૂકી છે TO KILL A TIGER

OSCARS NOMINATION

OSCARS NOMINATION

આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ 10 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝ પછી, તેનું વર્લ્ડ પ્રીમિયર ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. ત્યાં પણ ફિલ્મને ઘણી પ્રસંશા મળી હતી અને ફિલ્મે શ્રેષ્ઠ કેનેડિયન ફીચર ફિલ્મ માટે એમ્પ્લીફાઈ વોઈસ એવોર્ડ જીત્યો હતો.

સંઘર્ષ, ન્યાય અને ભારતની કહાની છે TO KILL A TIGER

ડોક્યુમેન્ટ્રી ‘ટુ કિલ અ ટાઈગર’ની વાર્તા ભારતના એક નાનકડા ગામ પર આધારિત છે, જેમાં એક પિતા તેની 13 વર્ષની પુત્રીને ન્યાય અપાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. એક સામાન્ય વ્યક્તિના મુશ્કેલ અને ભાવનાત્મક સંજોગોનું નિરૂપણ કરતી આ ફિલ્મમાં ન્યાય અને જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ઝારખંડની એક 13 વર્ષની છોકરીનું અપહરણ કરવામાં આવે છે. ત્રણ લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો. આ જાણ્યા બાદ પીડિતાના પિતા પોતાની પુત્રીને ન્યાય મેળવવા માટે લડત ચલાવે છે.

ગયા વર્ષે 2023માં ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરીનો ઓસ્કાર મળ્યો હતો, જેનું દિગ્દર્શન કાર્તિકી ગોન્સાલ્વિસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. આ સાથે ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુને પણ OSCAR મળ્યો હતો. આમ દરેક ભારતીય આ વર્ષે પણ આશા રાખીને બેઠા છે કે આ ફિલ્મ OSCAR જીતે અને ભારતનું નામ રોશન કરે.

આ પણ વાંચો — SAM BAHADUR હવે OTT ઉપર આવવા માટે તૈયાર, નોંધી લો તારીખ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Whatsapp share
facebook twitter