+

Shailebdra- ‘અય મેરે દિલ કહી ઔર ચલ.’ ચોપાટીની રેત પર ગીત લખાયું

Shailebdra એક્વાત તો ખાસ નોંધાઈ પડશે કે સિત્તેરના દાયકા પહેલાંના હિન્દી ફિલ્મોનાં ઘણાં ગીતો એટલાં તો કારણ પ્રિય છે કે આજે પણ સાંભળવાં ગમે. તલત મહેમુદ આજે હોત તો? ડિજિટલ…

Shailebdra એક્વાત તો ખાસ નોંધાઈ પડશે કે સિત્તેરના દાયકા પહેલાંના હિન્દી ફિલ્મોનાં ઘણાં ગીતો એટલાં તો કારણ પ્રિય છે કે આજે પણ સાંભળવાં ગમે.

તલત મહેમુદ આજે હોત તો? ડિજિટલ મલ્ટી ટ્રેક ધમાલિયા મ્મ્યુઝિકમાં એ મખમલી અવાજ ચાલે?

તલત મહેમુદના ચાહકો આજની યુવા પેઢી ય છે.

શલેન્દ્ર,હસરત જયપુરી,સાહિર કે કૈફી આઝમી જેવા ગીતકાર તો ના ભૂતો ન ભવિષ્યતિ. સંગીતકારો પણ લક્ષ્મીપ્યારે,શંકર જયકીશન,કલ્યાણજીઆણંદજી,નૌશાદ કે રોશન જેવા મધુર સંગીતથી ઇતિહાસમાં લખાઈ ગયા છે.

આજે વાત કરીએ એક સદાબહાર ગીતના ઉદ્ભવની

‘અય મેરે દિલ કહી ઔર ચલ…’

ફિલ્મ-‘દાગ’ (1952)નું તલત મેહમુદે ગાયેલું એક ગીત ‘અય મેરે દિલ કહી ઔર ચલ…’ આજે ય એટલું જ લોકપ્રિય છે.જો કે ફિલ્મમાં આ જ ગીતનું બીજું વર્ઝન લતાજી પણ ગાયાં છે પણ તલત આજે ય લોકપ્રિય છે.એવો મખમલી અવાજ બોલીવુડને હજીય મળ્યો નથી.

સ્ટુડીઓમાં અમસ્તાં જ એક ધૂન બની ગઈ

 આ ગીત કઈ રીતે સર્જાયું એનો પણ ઈતિહાસ છે. શંકર જયકિશન ફિલ્મ ‘દાગ’માં સંગીત આપી રહ્યા હતા. વી.બલસારા,દત્તારામ જેવા ધુરંધરો એમની ટીમમાં હતા.એક દિવસ સ્ટુડીઓમાં અમસ્તાં જ એક ધૂન બની ગઈ.શંકર જયકિશન તો શું હાજર તમામ એ ધૂન પર મુગ્ધ થઇ ગયા.

નક્કી થયું કે આ ગીતનું રેકોર્ડીંગ આજે સાંજે જ  પૂરું કરી દિગ્દર્શક અમીય ચક્રવર્તીને સંભળાવીયે. શંકરજેકીશનને Shailebdra યાદ આવ્યા.એમને ફોન કરી સ્ટુડીઓ બોલાવવાની વાત થઈ પણ એ આવે એમાં સમય જાય એટલે એમના ઘેર જઈ ધૂન જ સંભળાવવામાં આવે.

બે કલાકમાં શૈલેન્દ્ર પાસે ગીત લખાવ્યું 

એ જમાનામાં પોર્ટેબલ ટેપ રેકોર્ડર નહિ…સ્પૂલ ટેપવાળું લઇ જવામાં તકલીફ કારણ?-એની સાઈઝ.

રસ્તો કાઢ્યો-દત્તારામ.દત્તારામની યાદશક્તિ ગજબની એમના માટે ધૂન યાદ રાખવી સાવ સહજ. દત્તારામને ફરીથી ધૂન સંભળાવી અને એમને shailendraના ઘેર મોકલ્યા અને ડેડ લાઈન આપી કે બે વાગ્યા પહેલાં ગીત લઈને પાછો આવે.એ વખતે વાગ્યા હતા સાડા અગિયાર.

 દત્તારામ શૈલેન્દ્રના ઘેર પહોંચ્યા.એમને વાત કરી. શૈલેન્દ્ર મૂંઝાયા કારણ ઘરમાં મહેમાનો હતા એટલે લખાય તો નહી જ. દત્તારામે સૂચવ્યું કે ચાલો બહાર જઈએ. બંને દત્તારામની ગાડીમાં હેન્ગીંગ ગાર્ડન પહોંચ્યા. દ્તારામ પાસે બે ચાર વાર ધૂન સાંભળી.

”દત્તુ,આ ગયા…ચલ,લીખ”

Shailebdra  સિગારેટ પર સિગારેટ પીધે જાય.આંખો બંધ કરી શબ્દોને બોલાવે…પણ શબ્દો અળવીતરા હોય એમ બોલાવે કે તરત થોડા આવે? આમ તો ઓન ધ સ્પોટ શૈલેન્દ્રે ઘણાં ગીતો લખ્યાં છે પણ આજે ??? સમય વીતતો હતો.દત્તારામ અકળાતા હતા.એક વાગ્યો…અચાનક શૈલેન્દ્રે કહ્યું:”દત્તુ,આ ગયા…ચલ,લીખ”

ગીત તો આવ્યું પણ પેન ચાલી જ નહિ

દત્તારામ પેન કાગળ લઇને જ આવેલા…પણ પેન ચાલી જ નહિ.બંને મૂંઝાયા.

“દત્તુ,એક કામ કર મૈ બોલું તૂ યાદ રાખ”…શૈલેન્દ્ર મુખડું બોલ્યા .દત્તારામે મગજમાં કંટ્રોલ સી આપી દીધું…પણ અંતરામાં મૂંઝાયા. લખવું કેમ?કાગળ હતો પેન નહિ.શીલેન્દ્રએ સિગારેટ બહુ પીધેલી એની બળી ગયેલી દીવાસળીઓ પડેલી.એનાથી લખવાનું ચાલુ કર્યું પણ એમ તલહરાના તાપે વરાની રસોઈ થાય? બંને વિચારમાં પડ્યા…

“એક કામ કરીએ.સામે ચોપાટી પર જઈએ.ત્યાં રેતીમાં તું બોલે એમ હું લખુ ..તો મને યાદ રહેશે.”

Shailebdra બોલતા ગયા અને દત્તારામ ચોપાટીની રેત પર ગીત અંકાતું ગયું-ચલ જહાં ગમ કે મારે ન હો જૂઠી આશા કે તારે ન હો…ગીતના બે અંતરા લખાયા.

યાદ રાખ્યાં. દત્તારામે બંને અંતરા સંભળાવ્યા. બંને મારતી ગાડીએ સ્ટુડીઓ પહોંચ્યા.વાર લાગે ‘ને રાખે ને શબ્દો ભૂલાઈ જાય તો…ત્યાં કાગ ડોળે ગીતની રાહ જોવાતી હતી.

દત્તારામે પહેલું કામ કર્યું કાગળપેન લઇ જેટલું યાદ હતું એ લખવાનું.શૈલ્ન્દ્રને વંચાવ્યું.એમણે નવો એક અંતરો ઉમેર્યો.

શંકર જયકિશનને ગીત સંભળાવ્યું.મ્યુઝીક એરેન્જર બલસારાએ કમ્પોઝિશન તૈયાર જ રાખું હતું. ગીત તલત મહેમુદ જ ગાય એમ નક્કી થયું.સદનસીબે તલતજી મળી પણ ગયા અને ગીત રેકોર્ડ થયું.રાત્રે નવ વાગ્યે તો રેકોર્ડીંગ થઈ ગીત તૈયાર હતું.  

 આજે ય આ ગીત સાંભળીયે તો મનનો થાક ઉતારી જાય..

चल जहाँ गम के मारे न हों

झूठी आशा के तारे न हों

झूठी आशा के तारे न हों

इन बहारों से क्या फ़ायदा

जिस में दिल की कली जल गई

ज़ख़्म फिर से हरा हो गया

ऐ मेरे दिल कहीं और चल

चार आँसू कोई रो दिया

फेर के मुँह कोई चल दिया

फेर के मुँह कोई चल दिया

लुट रहा था किसी का जहाँ

देखती रह गई ये ज़मीं

चुप रहा बेरहम आसमां

ऐ मेरे दिल कहीं और चल    

આ અમર ગીત માટે કોને સલામ મારવી? શીઘ્રકવિ શૈલેન્દ્રને?સુમધુર સંગીત માટે શંકર-જયકિશનને?તલત મેહમુદને? આ ગીત જેના પર ફિલ્માયું છે એ દિલીપકુમારને કે આ ગીત વખતે એમની ચાલને??!!!

 ચાલો બધાંને સલામ મારીએ.

Whatsapp share
facebook twitter