+

Shabana Azmi-શશિકપુર માટે હ્રદયનો એક ખૂણો અનામત

Shabana Azmi. વામમાર્ગી એટલે કે ડાબેરી વિચારસરણી ધરાવતા હિન્દી ફિલ્મોના અને હિન્દી સાહિત્યના દીગગાજ કવિ કૈફી આઝમીની દીકરી.બલરાજ સાહની,જાન નિસાર અખ્તર(જાવેદ અખ્તરના પિતા),ચેતન આનંદ જેવા દિગ્ગજો IPTA ચલાવે અને નાટકો…

Shabana Azmi. વામમાર્ગી એટલે કે ડાબેરી વિચારસરણી ધરાવતા હિન્દી ફિલ્મોના અને હિન્દી સાહિત્યના દીગગાજ કવિ કૈફી આઝમીની દીકરી.બલરાજ સાહની,જાન નિસાર અખ્તર(જાવેદ અખ્તરના પિતા),ચેતન આનંદ જેવા દિગ્ગજો IPTA ચલાવે અને નાટકો ચલાવે. શબનાંનો ઊછેર એ વાતાવરણમાં… અને એટલે જ જ્યારે એ પક્વ થઈ અને ફિલ્મોમાં અભિનય કરવાનું ચાલુ કર્યું તો શ્યામ બેનેગલ જેવા નિર્માતાઓને પેરેલલ ફિલ્મ્સ માટે એક સશક્ત અભિનેત્રી મળી.

શબાનાએ પેરલલ ફિલ્મો સાથે કોમર્શીયલ ફિલ્મો પણ કરી

શશિકપુર પૃથ્વીરાજકપૂરનો દીકરો.શશીને નાટકોનું ઘેલું એટલે પૃથ્વી થિયેટરમાં એ હોંશભેર કામ કરતો. શશિકપૂર Shakespeareana” શેક્સપિયરાના નામે એક નાટ્યસંસ્થા સાથે જોડાયા જે ઇંગ્લિશ નાટકો રજૂ કરતી. ત્યાં શશીજીનો સંપર્ક અભિનેત્રી જેનિફર કેન્ડલ(મૂળ બ્રિટિશ) સાથે પરિચય થયો અને લગ્ન કર્યાં. બોલીવુડમાં ય શશિકપુર સફળ થાય. અંગત રીતે એ કપૂર ખાનદાનના હતા,દેખાવડા હતા પણ બોલીવુડમાં કે અંગત રીતે એમને કોઈ મહિલા સાથે પ્રેમભર્યા સંબંધ નહોતા.શબાનાની વાત કરીએ એ પહેલાં નિષ્કલંક શશીજી સાથે શબાનાએ સંબંધો કેળવવા ખૂબ પ્રયત્નો કર્યાં.  

શબાના દર રવિવારે શશિ કપૂરનો ઓટોગ્રાફ લેતી હતી

એક ઈન્ટરવ્યુમાં શબાનાએ જણાવ્યું કે શશિકપૂર એકમાત્ર એવા અભિનેતા હતા જેમના ફોટો પર તેણે ઓટોગ્રાફ લીધો હતો. શબાનાએ જણાવ્યું કે શશિ દર રવિવારે તેના પરિવાર સાથે તેના પિતા પૃથ્વીરાજ કપૂરને મળવા આવતા હતા, જે તેના પાડોશી હતા. તેણે કહ્યું, ‘તેથી હું મારા પોકેટ મની બચાવતી અને શશિ કપૂરના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ ખરીદતી અને દર રવિવારે તેનો ઓટોગ્રાફ લેવા જતી.’

ફિલ્મ-ફકીરાનો સેટ છોડી શબાના જતી રહી 

શબાનાએ જણાવ્યું કે જ્યારે અચાનક તેને ‘હીરા ઔર પથ્થર’માં શશિની સામે કાસ્ટ કરવામાં આવી તો તે વિશ્વાસ જ ન કરી શકી. જો કે, તેણે કહ્યું કે આ તેની ‘પ્રેમ બતાવવાની રીત’ છે. શશી સાથેની તેની ફિલ્મ ‘ફકીરા’ (1976) ના ગીત ‘દિલ મેં તુઝે બીઠા કર’નું ઉદાહરણ આપતા શબાનાએ કહ્યું, ‘હું તેમના આગમન પહેલાં સેટ પર પહોંચી ગઈ, સત્યનારાયણજી કોરિયોગ્રાફ કરી રહ્યા હતા અને મેં જોયું કે સ્ટેપ્સ ખૂબ જ અઘરાં હતા. મારા માટે મુશ્કેલ હતાં. મારી આંખોમાં આંસુ હતા, મેં સેટ છોડી દીધો અને મારું હૃદય બેચેન થઈ રહ્યું હતું કારણ કે હું ખરેખર તે શોટ્સ મારાથી થઈ શકે તેમ નહોતા.”

શબાનાએ જણાવ્યું કે તે અંદર ગઈ, તેના હેરડ્રેસર પાસે બેઠી અને રડવા લાગી અને અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. શબાનાએ કહ્યું, ‘તે શશિ કપૂર હતા. આવતાની સાથે જ તેમણે કહ્યું, ‘તારી સમસ્યા શું છે?’ જ્યારે શબાનાએ તેમને કહ્યું કે તે આવા દ્રશ્યો કરી શકતી નથી, ત્યારે તેણે કહ્યું – ‘કેમ, જ્યારે તું અભિનેત્રી બની ત્યારે ખ્યાલ નહોતો કે અભિનય કરવો સરળ નથી. તો તારાથી સ્ટેપ્સ કેમ થઈ ન શકે?? ચલ, ફ્લોર પર અને શશીજીએ એને આત્મવિશ્વાસ આપ્યો.”

શબાનાએ આગળ કહ્યું, ‘મેં મારા હેર ડ્રેસર તરફ જોયું અને કહ્યું – ‘તે બહુ નકામો છે, જુઓ તેમણે મારી સાથે કેવો વ્યવહાર કર્યો.’ અને પછી સ્વસ્થ થઈ અને સેટ પર ગઈ. કોરિયોગ્રાફર સત્યનારાયણને કહી એમણે સ્ટેપ્સ સરળ કરાવી નાખેલા.

શશી કપૂરે જ શબાનાની ભૂખ હડતાલ તોડી હતી

પ્રેમ બતાવવાની રીત માટે શશિ કપૂરને ‘પાગલ’ ગણાવતા Shabana Azmi એ કહ્યું કે જ્યારે તે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના સમર્થનમાં ભૂખ હડતાળ પર બેઠી હતી ત્યારે પણ તેમણે મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, તેમણે ક્યારેય તેનો શ્રેય લીધો નથી. શબાનાએ જણાવ્યું કે, તેમની ભૂખ હડતાળ દરમિયાન માત્ર શશિ કપૂર જ તેમને મળવા આવ્યા હતા.

શશિકપુર ભૂખ હડતાળ તોડવવા મુખ્યમંત્રીને મળ્યા

તેમની માંગણીઓને લઈને તત્કાલિન મુખ્યમંત્રી એસ.બી. તેણે ચવ્હાણ પાસે જઈને કહ્યું, ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રી તમારા માટે ઘણું બધું કરે છે અને અમારા ઈન્ડસ્ટ્રીના મુખ્ય લોકોમાંથી એક ભૂખ હડતાળ પર છે, તમારે કંઈક કરવું પડશે.’ પાંચ દિવસ સુધી ચાલેલી આ ભૂખ હડતાલ શશીના કારણે જ ઉકેલાઈ. અને જ્યારે શબાના સ્ટેજ પરથી શશિ કપૂરને શ્રેય આપવા માંગતી ત્યારે તેણે કહ્યું, ‘ના, આ તમારી જીત છે.’

શશિ કપૂર અને Shabana Azmi  એ ‘હીરા ઔર પથ્થર’ (1977), ચોર સિપાહી (1977), ‘અતિથિ’ (1978) અને ‘ઊંચ નીચ’ (1989) જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. લાંબા સમયથી બીમાર રહ્યા બાદ શશિ કપૂરે 4 ડિસેમ્બર 2017ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો- Bollywood starsનું સાઉથની ફિલ્મોનું હવે બૉલીવુડ સ્ટાર્સને ઘેલું 

Whatsapp share
facebook twitter