+

Rehman Khan-ભારતીય વાયુસેનાનો પાયલોટ બોલીવુડમાં હીરો બન્યો

.Rehman Khan – એક એવી વ્યક્તિ કે જેણે પોતાના બુલંદ અવાજની શક્તિથી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું,દરેકના દિલમાં જગ્યા બનાવી, ખૂબ જ ખ્યાતિ મેળવી અને પછી થોડા જ સમયમાં ડ્રગ્સના…

.Rehman Khan – એક એવી વ્યક્તિ કે જેણે પોતાના બુલંદ અવાજની શક્તિથી ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું,દરેકના દિલમાં જગ્યા બનાવી, ખૂબ જ ખ્યાતિ મેળવી અને પછી થોડા જ સમયમાં ડ્રગ્સના રવાડે એવી ચડી કે કમોતે મરી.

.આ વાત છે 70ના દાયકાના પ્રખ્યાત અભિનેતા રહેમાન ખાનની.

ભારતીય વાયુસેનામાં પાયલોટ-બોલીવુડમાં હીરો 

રહેમાનની કારકિર્દીની શરૂઆત ભારતીય વાયુસેના પાયલોટ તરીકે થઈ. ભારતીય વાયુસેનામાં પાયલોટ તરીકે જીવન ઠાઠમાઠથી વિતતું હતું પણ એમની અંદર એક્ટિંગનો કીડો સળવળતો હતો. એટલે નોકરી છોડી બોલીવુડમાં આવ્યા. સુશિક્ષિત હતા. ગજબનું વ્યક્તિત્વ હતું અને દમદાર અવાજ હતો. બોલિવૂડના દરવાજા એમના માટે ખૂલી ગયા. તેમની એક્ટિંગે તેમને બોલિવૂડના ‘સાહેબ’ બનાવી દીધા. અભ્યાસ પૂરો કર્યા બાદ રહેમાન ખાન ભારતીય વાયુસેનામાં જોડાયા અને પાયલટ બન્યા. પરંતુ થોડા સમય પછી તેને અભિનયમાં રસ પડવા લાગ્યો, તેથી તેણે 1944માં પાઈલટની નોકરી છોડી દીધી.

શરૂઆત-વિક્રમ બેડેના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે

પ્રભાત સ્ટુડિયોમાં વિક્રમ બેડેના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરૂ કર્યું. ત્યારબાદ તેને ડીડી કશ્યપની ફિલ્મ ‘ચાંદ’માં નાનકડો રોલ કરવાનો મોકો મળ્યો. ડીડી કશ્યપે કહ્યું કે ફિલ્મમાં એક નાનો રોલ છે, એક પઠાણની જરૂર છે જે ગીત પછી એક લાઈન બોલે અને પઠાણની જેમ માથા પર પશ્તુન પાઘડી બાંધે, આ કરો અને ફેમસ થઈ જાઓ.

ડીડી કશ્યપના આગ્રહ પર રહેમાનખાને આ રોલ કર્યો અને દર્શકો ખરેખર પ્રભાવિત થયા. આ એક લાઇન બોલવા માટે અભિનેતાએ લગભગ 50 રિટેક લીધા. આ પછી, એવું લાગી રહ્યું હતું કે રહેમાન ખાનનું નસીબ ખીલી ગયું છે અને તેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું.

દારૂ પીવાની લત લાગી ગઈ

એમના બુલંદ અવાજે લોકોના દિલમાં એક ખાસ ઓળખ ઉભી કરી. દમદાર અવાજ સાથે રહેમાન મોટા મોટા કલાકારો સામે પણ નિર્ભયતાથી અભિનય કરતા હતા. પરંતુ તે પછી તેને દારૂ પીવાની એટલી લત લાગી ગઈ કે તેને ગળાનું કેન્સર થઈ ગયું, જે પછી તેમનો બુલંદ અવાજ પણ બગડી  ગયો. આ સમયગાળા દરમિયાન અભિનેતાને ત્રણ વખત હાર્ટ એટેક પણ આવ્યો હતો. ત્યારબાદ લાંબી બીમારી સામે ઝઝૂમીને તેમણે 1984માં આ દુનિયાને અલવિદા કહી દીધું.

  • રહેમાન પાકિસ્તાની અભિનેતા ફૈઝલ રહેમાનના કાકા થાય.
  • દેવ આનંદ અને ગુરુ દત્ત સાથે ગાઢ મિત્રતા હતી.
  • જ્યારે તે હીરો હતા ત્યારે 50 અને 60ના દાયકાની લગભગ મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું.
  • સુરૈયાતો રહેમાન સાથે લગ્ન કરવા માંગતી હતી.

Rehman Khan – એક લીજેન્ડ કલાકાર રહેમાનખાન કાંતો સફળતા પચાવી ન શક્યો કે એરફોર્સનો પાયલટ રહી ચૂકેલા રહેમાનના નસીબમાં બોલીવુડમાં આવી આત્મઘાત કરવાનું લખ્યું હતું.

Whatsapp share
facebook twitter