+

KALKI 2898 AD COLLECTION : ત્રણ જ દિવસમાં KALKI 2898 AD નીકળી 400 કરોડ પાર!

પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ KALKI 2898 AD હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. KALKI 2898 AD ની હાઇપ તેના સિનેમાઘરોમાં આવ્યા પહેલાથી જ ખૂબ હતી. તેના પાછળ બે મુખ્ય…

પ્રભાસ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ KALKI 2898 AD હાલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. KALKI 2898 AD ની હાઇપ તેના સિનેમાઘરોમાં આવ્યા પહેલાથી જ ખૂબ હતી. તેના પાછળ બે મુખ્ય કારણ એ છે કે, ફિલ્મમાં પહેલા તો પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હસન જેવા દિગ્ગજ કલાકારો હતા અને બીજું કારણ છે ફિલ્મનું 600 કરોડનું બજેટ, વિષય અને તેની વાર્તા. હવે ફિલ્મ તેની હાઇપના અનુસાર જ બોક્સ ઓફિસ ઉપર શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મની ત્રણ દિવસની કમાણી ખૂબ જ ધમાકેદાર છે. ચાલો જાણીએ આ અહેવાલમાં કેવા છે KALKI 2898 AD ના બોક્સ ઓફિસ ઉપર હાલ.

BOX OFFICE ઉપર KALKI 2898 AD ની ધાક

હાલમાં પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર, ફિલ્મે તેના ત્રીજા દિવસે ભારતમાં 67.1 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ફિલ્મે પહેલા દિવસે 96.3 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, તો બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીજા દિવસે ફિલ્મે માત્ર 54 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્મના ત્રીજા દિવસના કલેક્શનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તે મુજબ આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 220 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજે એટલે કે રવિવારના દિવસે ફિલ્મની કમાણીમાં ખૂબ જ ભારે ઊછાળો આવે તેવી સંભાવનાઓ છે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ,કન્નડ અને મલયાલમ ભાષામાં RELEASE કરવામાં આવી છે.

ત્રણ દિવસમાં ફિલ્મ 400 કરોડને પાર

આપણે આગળ જોયા તે ફિલ્મની ભારતમાં કમાણીના આંકડા છે. ફિલ્મની વિશ્વભરની કમાણીના આંકડા ફિલ્મના મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ફિલ્મે અત્યાર સુધીના ત્રણ દિવસમાં 415 WORLDWIDE કરી લીધી છે. વર્લ્ડવાઈડમાં આજે ફિલ્મ ચોક્કસપણે 500 કરોડનો આંકડો પાર કરશે.

ફિલ્મમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન છે મુખ્ય ભૂમિકામાં

ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્મને ડાઇરેક્ટ નાગ અશ્વિન દ્વારા કરવામાં આવી છે. ફિલ્મમાં પ્રભાસે ભૈરવની ભૂમિકા ભજવી છે, દીપિકાએ SUM-80 ની ભૂમિકા ભજવી છે, અમિતાભ બચ્ચને અશ્વત્થામાની ભૂમિકા ભજવી છે અને કમલ હાસને સુપ્રિમ યસ્કીનની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં દિશા પટણી પણ જોવા મળી રહી છે, જેણે ફિલ્મમાં રોક્સીનો રોલ કર્યો છે.

આ પણ વાંચો : Gujarati Theatre- ‘૨૩ કલાક ૫૨ મિનીટ’ સીમાચિન્હ બની રહ્યું

Whatsapp share
facebook twitter