+

શું Fighter ઈજાગ્રસ્ત થયો ? Hrithik Roshan એ શેર કર્યો આ ફોટો

બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘Fighter’ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ (Box Office) પર શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની આ…

બોલિવૂડ એક્ટર રિતિક રોશન (Hrithik Roshan) આ દિવસોમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘Fighter’ને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મે બોક્સ ઓફિસ (Box Office) પર શાનદાર પ્રદર્શન કર્યું છે. તેની આ ફિલ્મમાં તે હવામાં Fight કરતો જોવા મળે છે. પણ તાજેતરમાં એક એવો ફોટો સોશિયલ મીડિયા (Social Media) માં વાયરલ થઇ રહ્યો છે જેણે સૌ કોઇને ચોંકાવી દીધા છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ઈજાગ્રસ્ત (Injured) હોય તેવું જોવા મળે છે.

Hrithik Roshan એ શેર કર્યો ફોટો

વેલેન્ટાઈન ડેના અવસર પર, જ્યારે બોલિવૂડ સેલેબ્સ તેમના પ્રેમીઓ સાથે તસવીરો શેર કરી રહ્યા છે, ત્યારે બોલિવૂડ અભિનેતા રિતિક રોશને સોશિયલ મીડિયા પર કંઈક એવું શેર કર્યું છે જેણે ચાહકોને પણ ચોંકાવી દીધા છે. અભિનેતાએ એક તસવીર શેર કરી છે, જેમાં તે પોતાની કમરની આસપાસ બાંધેલા પટ્ટાની મદદથી ઘોડી પર અરીસાની સામે ઉભો દેખાય છે. અભિનેતાને આ હાલતમાં જોઈને તેના ચાહકો પણ પરેશાન થઈ ગયા છે. અભિનેતાએ તેની સ્થિતિનું કારણ સમજાવ્યું છે. અભિનેતાએ જણાવ્યું કે તેની પીઠના નીચેના સ્નાયુમાં તાણ છે અને ડોક્ટરોએ તેને ઘોડીની મદદથી ચાલવાની સલાહ આપી છે. અભિનેતાએ “Good Afternoon” સાથે તેના કૅપ્શનની શરૂઆત કરી અને આગળ લખ્યું, “તમારામાંથી કેટલાએ ઘોડી અથવા વ્હીલચેરની મદદ લેવી પડી છે? તમને ઘોડી અથવા વ્હીલચેર પર રહેતા કેવું લાગ્યું?

 

View this post on Instagram

 

A post shared by Hrithik Roshan (@hrithikroshan)

ફેન્સને અભિનેતાએ આપ્યો આ સંદેશ

અભિનેતાએ આગળ કહ્યું કે, મને યાદ છે કે મારા દાદાએ એરપોર્ટ પર વ્હીલચેરમાં બેસવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે તેમની પોતાની “મજબૂત” માનસિક છબી સાથે બંધબેસતું ન હતું. મને યાદ છે કે મેં કહ્યું હતું, ‘પણ દાદા, તે માત્ર એક ઈજા છે અને તેને તમારી ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી!’ આ ઈજાને મટાડવામાં મદદ કરશે અને તેને વધુ નુકસાન થતું અટકાવશે!’ ડર અને શરમને અંદરથી છુપાવવા માટે તેમને કેટલું મજબૂત બનવાની જરૂર છે તે જોઈને મને દુઃખ થયું. હું તેનો અર્થ સમજી શક્યો નહીં. મને લાચારીનો અહેસાસ કરાવ્યો. મેં દલીલ કરી હતી કે વૃદ્ધાવસ્થાના કારણે નહીં પણ ઈજાને કારણે તેમને વ્હીલચેરની જરૂર પડી હતી તે કારણ વય પરિબળ નથી. તેમણે ઇનકાર કર્યો અને અજાણ્યાઓ (જેને ખરેખર કાળજી ન હતી) માટે મજબૂત છબી પ્રદર્શિત કરી. તેનાથી તેમની પીડા વધી અને સારવારમાં વિલંબ થયો. આ ઘટનાનો ઉલ્લેખ કરીને, રિતિકે તેના ચાહકોને સમજાવવાનો પ્રયાસ કર્યો કે ઘોડી અથવા વ્હીલચેરની મદદ લેવાથી ‘મજબૂત’ છબી બગડતી નથી.

ચાહકોએ ચિંતા વ્યક્ત કરી

રિતિક રોશનને આ હાલતમાં જોયા બાદ તેના ચાહકો પણ ખૂબ જ દુઃખી થયા છે અને તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે. દરમિયાન, રિતિકની ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને અભિનેતા વરુણ ધવન સહિત ઘણા સ્ટાર્સ તેના સાજા થવા માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો – વિદ્યુત જામવાલની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત, જાણો શું છે કારણ

આ પણ વાંચો – આખરે શું છે POACHER, જેનું સત્ય બહાર લાવવા આલિયાએ જંગલમાં વિતાવવો પડ્યો સમય

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter