+

DUNKI FIRST DAY COLLECTION : પહેલા દિવસે DUNKI એ કરી આટલી કમાણી, JAWAN અને PATHAN કરતા રહી પાછળ

DUNKI FIRST DAY COLLECTION : વર્ષ 2023 માં PATHAN અને JAWAN બાદ શાહરૂખ ખાનની વર્ષની ત્રીજી ફિલ્મ ‘DUNKI’ ગુરુવારે ખૂબ જ ધૂમધામ વચ્ચે સિનેમાઘરોમાં પહોંચી હતી.  ફિલ્મની હાઇપ એટલી છે…

DUNKI FIRST DAY COLLECTION : વર્ષ 2023 માં PATHAN અને JAWAN બાદ શાહરૂખ ખાનની વર્ષની ત્રીજી ફિલ્મ ‘DUNKI’ ગુરુવારે ખૂબ જ ધૂમધામ વચ્ચે સિનેમાઘરોમાં પહોંચી હતી.  ફિલ્મની હાઇપ એટલી છે કે,  હિરાનીની ફિલ્મનો પહેલો શો મુંબઈના આઇકોનિક સિંગલ-સ્ક્રીન થિયેટર ગેઇટી ગેલેક્સીમાં સવારે 5:55 વાગ્યે લાગ્યો હતો, અને સિનેમા હોલની ક્લિપ્સ ઇન્ટરનેટ પર વાયરલ થઈ હતી, તે કોઈ ઉજવણીથી ઓછું ન હતું.

 

જોકે આખા દિવસ દરમિયાન ફિલ્મને એટલા દર્શકો મળ્યા ન હતા. ચાલો જાણીએ કે ‘DUNKI’એ રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડની ઓપનિંગ કરી છે.

DUNKI  એ પહેલા દિવસે ભારતમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી

Sacnilk.com ના રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ ‘DUNKI’એ રિલીઝના પહેલા દિવસે ભારતમાં 30 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અત્યારે આ ફિલ્મના અંદાજિત આંકડા છે. સત્તાવાર આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે. ‘DUNKI’એ શરૂઆતના દિવસે જ શાનદાર કમાણી કરી છે.

JAWAN અને PATHAN કરતાં પણ ઓછું રહ્યું કલેક્શન 

Shah Rukh Khan sets another record; plays a PATRIOTIC character, who can do anything for India, in all films this year – Pathaan, Jawan and Dunki : Bollywood News - Bollywood Hungama

JAWAN – પહેલા દિવસે આ ફિલ્મે 75 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી.
PATHAN – રિલીઝના પહેલા દિવસે SRK ની આ ફિલ્મે 57 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.
ANIMAL – આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન 63.8 કરોડ રૂપિયા હતું.
TIGER 3 – સલમાનની આ ફિલ્મની શરૂઆત 43 કરોડ રૂપિયામાં થઈ હતી.
DUNKI – આ ફિલ્મનું ઓપનિંગ ડે કલેક્શન 30 કરોડ છે.

આ પણ વાંચો — મલાઈકા અરોરાનો કાતિલ અંદાજ,પ્રિન્ટેડ ડ્રેસમાં જુઓ હોટ તસવીરો

Whatsapp share
facebook twitter