+

એક ઘરના કારણે રાજકુમાર હિરાણીને આવ્યો ‘DUNKI’નો આઈડિયા, ડિરેક્ટરે કર્યો રસપ્રદ ખુલાસો

અહેવાલ – રવિ પટેલ  શાહરૂખ ખાનની ‘DUNKI’ રિલીઝ માટે તૈયાર છે. આ વર્ષે રિલીઝ થનારી શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા PATHAN અને JAWAN બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર…

અહેવાલ – રવિ પટેલ 

શાહરૂખ ખાનની ‘DUNKI’ રિલીઝ માટે તૈયાર છે. આ વર્ષે રિલીઝ થનારી શાહરૂખ ખાનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા PATHAN અને JAWAN બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયા છે. હાલમાં DUNKI ની ટીમ આ દિવસોમાં અલગ અંદાજમાં ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. હાલમાં જ રેડ ચિલીઝ દ્વારા DUNKI ડાયરીઝ નામનો એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં રાજકુમાર હિરાણી ફિલ્મ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો કહેતા જોવા મળ્યા હતા.

આ રીતે હિરાણીને ફિલ્મનો વિચાર આવ્યો

Rajkumar Hirani: Sometimes I had kept two days for a shoot and Shah Rukh Khan did it in two hours- Cinema express

આ દરમિયાન હિરાનીએ એક રસપ્રદ વાર્તા શેર કરી છે કે કેવી રીતે તેમને જલંધરમાં એક ઘરને કારણે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. વીડિયોમાં શાહરૂખ ખાને હિરાનીને એક ઘરની તસવીર બતાવી, જેની છત પર સિમેન્ટનું વિમાન દેખાઈ રહ્યું હતું. આ અંગે ખુલાસો કરતાં હિરાનીએ કહ્યું કે પંજાબના જલંધરની આસપાસ આવેલા આવા ઘરો સૂચવે છે કે, પરિવારમાંથી એક અથવા વધુ લોકો વિદેશ ગયા છે. એરોપ્લેન એ ગૌરવનું પ્રતીક છે કે, અમારા પરિવારના સભ્ય વિદેશમાં છે.

પંજાબમાં ઘરોની છત પર વિમાનો જોવા મળે છે

What is the story behind these designer structures of water tanks in Punjab?

વીડિયોમાં શાહરૂખે બીજી તસવીર બતાવી, જેમાં હિરાની પણ તે જ ઘરની સામે જોવા મળી રહ્યા છે. હિરાનીએ જણાવ્યું કે આ તસવીર ત્યારે લેવામાં આવી જ્યારે અમે ફિલ્મ ડંકી બનાવવાનું નક્કી કર્યું અને રિસર્ચ માટે ઘરની મુલાકાત લીધી. તે પછી જ ડિરેક્ટરને સમજાયું કે વિમાન શું રજૂ કરે છે. હિરાનીએ કહ્યું કે સિમેન્ટ સ્ટ્રક્ચર કરતાં પણ વધુ તે પંજાબની સંસ્કૃતિનો એક ભાગ છે. આ વાતચીતને આગળ વધારતા શાહરૂખ ખાને કહ્યું કે તેણે પણ પંજાબમાં શૂટિંગ દરમિયાન ઘરો પર આવી રચના જોઈ છે. જો કે, તેણે વિચાર્યું કે તે ઘરની ટોચ પર પાણીની ટાંકીઓ મૂકવાનો એક સર્જનાત્મક માર્ગ હશે. હિરાણી વધુમાં જણાવે છે કે આવી રચનાઓ ટાંકીઓ માટે પણ બનાવવામાં આવી છે, પરંતુ એક ચિત્ર, જેણે તેમનું ધ્યાન ખેંચ્યું, તેમાં અંદર બે બેડરૂમ બાંધવામાં આવ્યા હતા.

DUNKI VS SALAAR માં જામશે જંગ 

‘DUNKI’માં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની છે. આ ફિલ્મ મોટા પડદા પર SALAAR સાથે ટક્કર કરવા જઈ રહી છે. પ્રભાસની ફિલ્મ એક દિવસ પછી એટલે કે 22મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રશાંત નીલ દ્વારા કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો — એક્ટિંગ માટે રૂપિયા ન મળવાનો મામલો મુંબઈ પોલીસ સુધી પહોંચ્યો, રાજકુમારને તેના સાથીદારોનો મળ્યો સાથ

Whatsapp share
facebook twitter