+

Bollywood: અભિનેત્રી નૂર માલાબિકાએ કરી આત્મહત્યા, છેલ્લે કરી હતી આ પોસ્ટ

Bollywood: બોલીવુટ દિવસેને દિવસે ગંદુ થતું જાય છે. એકાદ વર્ષ પહેલા જ અદ્ભૂત કલાકાર સુશાંતસિંહ રાજપુતે આત્મહત્યા કરી હતી એવા સમાચાર સામે આવ્યા છે. આવી જ એક ઘટના ફરી મુંબઈમાં…

Bollywood: બોલીવુટ દિવસેને દિવસે ગંદુ થતું જાય છે. એકાદ વર્ષ પહેલા જ અદ્ભૂત કલાકાર સુશાંતસિંહ રાજપુતે આત્મહત્યા કરી હતી એવા સમાચાર સામે આવ્યા છે. આવી જ એક ઘટના ફરી મુંબઈમાં બની છે. કાજોલ સાથે ‘ધી ટ્રાયલ’ વેબ સિરીઝમાં જેણે કાણ કામ કર્યું હતું તે અભિનેત્રી નૂર માલાબિકા દાસે આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે 6 જૂને આત્યહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈમાં આવેલા તેમના ઘરમાંથી પોલીસને તેની લાશ મળી હતી.

ઘરનો દરવાજો તોડી જોયું તો અભિનેત્રીની લાશ મળી આવી

જાણકારી એવી સામે આવી રહી છે કે, અભિનેત્રીના પાડોશીઓને ઘરમાંથી અજીબ પ્રકારની ગંધ આવી રહી હતી.જેથી પાડોસીઓએ પોલીસને જાણ કરી અને પોલીસે આવીને તપાસ કરી હતી. નોંધનીય છે કે, પોલીસ ઘરનો દરવાજો તોડીને અંદર ગઈ ત્યારે અભિનેત્રીની લાશ મળી આવી હતી. નોંધનીય છે કે, નૂર માલાબિકા દાસનું ઘર મુંબઈમાં લોખંડવાલા વિસ્તારમાં આવેલું છે.

અભિનેત્રીના પરિવારમાંથી કોઈ આવ્યું જ નહી

નોંધનીય છે કે, લાશને પોલીસે પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. એવી પણ વિગતો સામે આવી રહીં છે કે, જ્યારે પોલીસે પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કોઈ આવ્યું નહોતું. એટલું જ નહીં પરંતુ કોઈએ તેનો મૃતદેહ લીધો નહીં. જેથી મુંબઈ પોલીસે નૂર માલાબિકાના મૃતદેહોને અગ્નિસંસ્કાર કરનાર NGOની મદદ લઈને રવિવારે નૂરના અંતિમ સંસ્કાર કર્યા હતો.

 

View this post on Instagram

 

A post shared by Noor Malabika (@noormalabika1)

અભિનેત્રીએ 5 દિવસ પહેલા કરી હતી છેલ્લી પોસ્ટ

ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશને મુખ્યમંત્રી એકનાથ શિંદેને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. એસોસિએશન કહે છે કે, અભિનેત્રી દ્વારા લેવામાં આવેલા આ પગલાના તળિયે પહોંચવું જરૂરી છે. નૂર સોશિયલ મીડિયા પર સક્રિય હતી અને તેણીના ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ 63 હજાર અનુયાયીઓ હતા. અભિનેત્રીએ 5 દિવસ પહેલા છેલ્લી પોસ્ટ પોસ્ટ કરી હતી જેમાં તે ઉદાસી ગીત પર કેમેરાની સામે પર્ફોમન્સ કરતી જોવા મળી હતી. પોસ્ટ પર, હવે લોકો આવી ટિપ્પણીઓમાં ટિપ્પણી કરી રહ્યા છે.a

આ પણ વાંચો: Sonakshi Sinha: આ અભિનેતા સાથે ફરશે ફેરા,તારીખ આવી સામે

આ પણ વાંચો:  Ramoji Rao History: કોણ હતાં એશિયાની સૌથી વિશાળ ફિલ્મ સિટી બનાવનારા Ramoji Rao ?

આ પણ વાંચો:  Ramoji Rao :રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નથી રહ્યા, 87 વર્ષની વયે થયું નિધન

Whatsapp share
facebook twitter