+

Bigg Boss 17 : સલમાને લીધી આયેશાની ક્લાસ, ચિન્ટુને ધર્મેન્દ્ર પાજીની માફી માંગવા કહ્યું, જાણો શું છે કારણ

Bigg Boss 17 માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન તમામ કન્ટેસ્ટન્ટને તેમના તે અઠવાડિયા દરમિયાન કરવામાં આવેલા વર્તન પર દર્શકો શું વિચારે છે. અને તેમના દ્વારા શું ખોટું કરવામાં આવી…

Bigg Boss 17 માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન તમામ કન્ટેસ્ટન્ટને તેમના તે અઠવાડિયા દરમિયાન કરવામાં આવેલા વર્તન પર દર્શકો શું વિચારે છે. અને તેમના દ્વારા શું ખોટું કરવામાં આવી રહ્યું  છે તે અંગે જાણ કરે છે. આ વખતે વીકેન્ડ કા વારમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવેલા આયેશા ખાન પર સલમાન ખાન ગુસ્સો કરતા જોવા મળે છે. તો બીજી તરફ સમર્થ જુરેલને ધર્મેન્દ્રપાજીની માફી માંગવાનું કહેતા જોવા મળે છે. જાણો કેમ આયેશા પર ગુસ્સે થાય છે અને સમર્થને માફી માંગવાનું કહે છે સલમાન ખાન.

Bigg Boss 17 માં વીકેન્ડ કા વારમાં આયેશા ફરી બેભાન થઇ

આ અઠવાડિયે લડાઈ, Bigg Boss 17 માં ઝઘડા વચ્ચે સૌ કોઇ વીકેન્ડ કા વારની રાહ જોઈ રહ્યા હતા. આખરે ઘરની અંદરના ડ્રામા પર સલમાન ખાન શું કહે છે? જણાવી દઇએ કે, આ અઠવાડિયું ‘બિગ બોસ 17’ સ્પર્ધકોની રમત કરતાં તેમના અંગત જીવન માટે વધુ સમાચારમાં રહ્યું હતું. ખાસ કરીને મુનવ્વર ફારૂકી અને આયેશા ખાનનો કેસ જોર પકડી રહ્યો છે. શો માં, એવું જોવા મળ્યું હતું કે સલમાન ખાન આયેશા ખાનને મુનવ્વર ફારુકીના નામનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપે છે. જેના પછી તે ખૂબ રડે છે અને બેભાન પણ થઈ જાય છે.

આયેશાને મેડિકલ રૂમમાં લઇ જવામાં આવી

વીકેન્ડ કા વારમાં Ayesha Khan ની અચાનક બગડેલી તબિયત જોઈને પરિવારના સભ્યો ચોંકી ગયા. એટલું જ નહીં, સલમાન ખાનના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. જોકે, Bigg Boss 17 ને લઈને લોકો દાવો કરી રહ્યા છે કે આયેશા ખાન બેભાન થઈ નથી. પણ તેણે સલમાનની ઝાટકણી પછી પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ક્લિપ મેકર્સ દ્વારા હટાવી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આયેશા ખાન જમીન પર પડી ગયા બાદ તેને તાત્કાલિક મેડિકલ રૂમમાં લઈ જવામાં આવી હતી.

સમર્થે કરી ધર્મેન્દ્રની નકલ

ધર્મેન્દ્ર અને Salman Khan સિવાય મિકા સિંહ, સોહેલ ખાન અને અરબાઝ ખાન નવા વર્ષ 2024ના એપિસોડમાં મસ્તી કરતા જોવા મળ્યા. કલર્સ ટીવીએ ‘બિગ બોસ 17’ના આગામી એપિસોડનો એક મજેદાર નવો પ્રોમો શેર કર્યો છે. સલમાન ખાને સમર્થ જુરેલને ધર્મેન્દ્રની નકલ કરવા કહ્યું. સમર્થ આ સાંભળીને ચોંકી જાય છે. પરંતુ બાદમાં તે દિગ્ગજ બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રની નકલ કરતો જોવા મળે છે. સમર્થને મિમિક્રી કરતા જોઈને સલમાનની સાથે સ્પર્ધકો પણ હસવા લાગે છે. થોડા સમય પછી, સલમાન ખાને સમર્થને કંઈક એવું કહ્યું કે તે ચોંકી જાય છે.

સલમાન ખાને સમર્થને ધર્મેન્દ્રની માફી માંગવા કહ્યું

નકલ કરતા સમર્થે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં Dharmendra સાથેના તેમના ચુંબન દ્રશ્યની પણ ચર્ચા કરી. સમર્થે એમ પણ કહ્યું કે તેણે ધર્મેન્દ્રને અભિનેત્રી શબાના આઝમીને ઓન-સ્ક્રીન કિસ કરતા જોયા છે. તે દ્રશ્ય ખૂબ જ સરસ હતું. સમર્થની મિમિક્રી પૂરી કર્યા પછી, સલમાન ખાન શોમાં તેને ધર્મેન્દ્રની મિમિક્રી સારી રીતે ન કરવા બદલ માફી માંગવા કહે છે. સમર્થ માફી માંગે છે અને કહે છે, ‘મને નાનો બાળક સમજીને માફ કરો.’

આ પણ વાંચો – SRK IN DHOOM 4 : SRK અને RRR નો હીરો ‘DHOOM 4’ નો હશે ભાગ, તેવી સંભાવનાઓ વિશે ચાહકોમાં અટકળો વહેતી થઈ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter