+

Rajesh Khanna ના ગીતના શૂટિંગમાં બિગબીએ ટ્રૉલી ચલાવી

Rajesh Khanna-બોલિવૂડનો એક યુગ .રાજેશખન્ના સુપરસ્ટાર બની છવાઈ ગયેલા. કહેવાતું કે ઉપર આકા અને નીચે કાકા. રાજેશખન્નાની ફિલ્મો હિટ રહેતી એમાં એનાં ગીત સંગીત નો ય મોટો  ફાળો. રાજેશ ખન્નાની…

Rajesh Khanna-બોલિવૂડનો એક યુગ .રાજેશખન્ના સુપરસ્ટાર બની છવાઈ ગયેલા. કહેવાતું કે ઉપર આકા અને નીચે કાકા. રાજેશખન્નાની ફિલ્મો હિટ રહેતી એમાં એનાં ગીત સંગીત નો ય મોટો  ફાળો.

રાજેશ ખન્નાની કારકિર્દીમાં આર. ડી. બર્મને સંગીતબદ્ધ કરેલાં ગીતોનો ઘણો મોટો ફાળો. ‘આખરી ખત’ (૧૯૬૬) અને ‘રાઝ’ (૧૯૬૭)થી શરૂ થયેલી રાજેશ ખન્નાની કરિયર ‘બહારોં કે સપને’ (૧૯૬૭), ‘ઔરત’ (૧૯૬૭) અને ‘શ્રીમાનજી’ (૧૯૬૮) પછી ૧૯૬૯માં આવેલી છઠ્ઠી ફિલ્મથી સીધી રૉકેટની જેમ ગગનને ચૂમવા લાગી.

પાંચ વર્ષમાં રાજેશખન્નાની  સળંગ પચ્ચીસથી વધારે હિટ ફિલ્મો

૧૯૬૯ અને ૧૯૭૪ના પાંચ વર્ષ દરમ્યાન રાજેશ ખન્નાએ એકલે હાથે હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તોતિંગ હિટ ફ઼િલ્મો આપી. આ દરેક ફિલ્મે બૉકસ ઑફિસ પર ટંકશાળ પાડી:

Rajesh Khanna ની આરાધના, દો રાસ્તે, ધ ટ્રેન, સચ્ચાઝૂઠા, સફર, આન મિલો સજના, કટી પતંગ, આનંદ, અંદાઝ, મર્યાદા, હાથી મેરે સાથી, મહેબૂબ કી મહેંદી, દુશ્મન, અમર પ્રેમ, અપના દેશ, બાવર્ચી, જોરુ કા ગુલામ, મેરે જીવન સાથી, અનુરાગ, રાજા રાની, દાગ, નમકહરામ, અજનબી, રોટી, પ્રેમનગર અને આપ કી કસમ, ગણો કેટલી થઇ. પચ્ચીસથી વધારે.

કલ્યાણજી – આણંદજી અને રાહુલ દેવ બર્મનનો ય આ યુગ

આ એ જમાનાની વાત છે જ્યારે રાજેશ ખન્નાની ફિલ્મો માટે કલ્યાણજી – આણંદજી (સચ્ચાઝૂઠા, સફર, મર્યાદા અને જોરુ કા ગુલામ ઉપરાંત રાઝ અને બંધન) તથા લક્ષ્મીકાન્ત – પ્યારેલાલ (દો રાસ્તે, આન મિલો સજના, હાથી મેરે સાથી, દુશ્મન, દાગ, રોટી) ઉપરાંત રાહુલ દેવ બર્મનનું સંગીત ખૂબ ઉપકારક બન્યું.

Rajesh Khanna પોતે પોતાની ફિલ્મોનાં ગીતો બનતાં ત્યારે એમાં ઊંડો રસ લેતા – શમ્મી કપૂરની જેમ. આરાધનામાં સચિન દેવ બર્મનનું મ્યુઝિક હતું અને એમાં આરડી.નું કેટલું કોન્ટ્રિબ્યુશન હતું એ બધી ચર્ચામાં ન પડીએ તો રાજેશ ખન્નાની આર.ડી.ના સંગીતમાં ‘બહારોં કે સપને” (ચુનરી સંભાલ ગોરી) પછીની પ્રથમ મેજર હિટ ફિલ્મ: ધ ટ્રેન (૧૯૭૦): ગુલાબી આંખેં જો તેરી દેખી, ઓ મેરી જાં મૅને કહા, કિસ લિયે મૈને પ્યાર કિયા, મૈને દિલ અભી દિયા નહીં, છૈયાં રે સૈયાં છ એ છ…

 ‘ધ ટ્રેન’ પછી આર.ડી.એ રાજેશ ખન્ના માટે એક પછી એક કેટલી બધી ફ઼િલ્મોમાં જબરજસ્ત સંગીત સર્જ્યું: ‘કટી પતંગ’ (૧૯૭૧), ‘અમર પ્રેમ’ (૧૯૭૨), ‘અપના દેશ’ (૧૯૭૨), મેરે જીવનસાથી’ (૧૯૭૨), ‘રાજા રાની’ (૧૯૭૩), ‘નમકહરામ’ (૧૯૭૩), ‘અજનબી’ (૧૯૭૪), ‘આપ કી કસમ’ (૧૯૭૪) વગેરે.

Rajesh Khanna માટે જે પોણોએક ડઝન ફિલ્મોમાં સુપરડુપર હિટ મ્યુઝિક આર.ડી. બર્મને આપ્યું તેમાં મેરે જીવનસાથી’નું સ્થાન હોવાનું જ. ‘શિલ્પકાર’ના બૅનર હેઠળ પ્રોડ્યુસરબંધુ હરીશ શાહ – વિનોદ શાહે મેરે જીવનસાથી બનાવી.

‘મેરે જીવન સાથી’નો રસપ્રદ કિસ્સો

 ‘મેરે જીવનસાથી’નું શૂટિંગ ચાલતું હતું ત્યારની એક વાત યાદ કરે છે. રાજેશ ખન્ના અને તનુજા પ્રેમમાં છે. રાજેશ ખન્નાની આંખોની જ્યોતિ બુઝાઈ જાય છે. સુજિત કુમાર એનો જિગરી દોસ્ત છે. વાર્તામાં વળાંકો આવતા જાય છે અને એક એવી સિચ્યુએશન ઊભી થાય છે જ્યારે સુજિત કુમાર તનુજાની એન્ગેજમેન્ટ પાર્ટીમાં આવેલા રાજેશ ખન્નાને ખબર નથી કે દોસ્તાર કોને જીવનસાથી બનાવવા જઇ રહ્યો છે. એ તો દોસ્તની ખુશીમાં ભોળાભાવે કાળા ચશ્માં પહેરીને ગીત ગાય છે: દીવાના લે કે આયા હૈ, દિલ કા તરાના; દેખો કહીં યારો ઠુકરા ના દેના, મેરા નઝરાના…

આ પછી એક અંતરો આવે છે: આજ કા દિન હૈ કિતના સુહાના ઝૂમ રહા પ્યાર મેરા, પૂરી હો દિલ કી સારી મુરાદેં ખુશ રહે યાર મેરા; ચાંદ સા જીવનસાથી મુબારક જીવન મેં આના…

હવે આટલું ગાયા પછી રાજેરા ખન્નાને પોતાની છૂટી પડેલી પ્રેમિકા તનુજા

કાકા કંઈ એમને એમ સુપરસ્ટાર નહોતા બની ગયા.-અભિનયમાં  બાપ હતા બધાના

યાદ આવી જાય છે. નવો અંતરો શરૂ કરતાં પહેલાં રાજેશ ખન્નાએ રડવાનું છે પ્રેમિકાની યાદમાં. એમને જો ખબર પડી ગઈ હોત કે પેલી પોતાના ઘેસ્તાર જોડે જ પરણવાની છે તો તો કદાય ધ્રુસકે ધ્રુસકે રડવાનું ડિરેક્ટરે કહ્યું હોત. પણ અહીં એક જ આંખમાંથી આંસુ પાડવાનું છે, બંને આંખમાંથી નહીં એવી ડિરેક્ટરની સૂચના છે.

રાજેશ ખન્નાને કહેવામાં આવ્યું કે તમે એક જ આંખમાં ગ્લિસરીન લગાવીને આંસુ પાડજો, શૉટ લઈ લઈશું પણ સાહેબ, આપણા કાકા કંઈ એમને એમ સુપરસ્ટાર નહોતા બની ગયા. બાપ હતા બધાના.  ફ઼િલ્મોમાં આવતાં પહેલાં સ્ટેજ કરી ચૂકેલા. એમણે કહ્યું કે ગ્લિસરીનની કોઈ જરૂર નથી. તમે કહેશો ત્યારે એક જ આંખમાંથી આંસુ નીકળશે, તમે કેમેરામાં ઝીલી લેજો.

અપને ભી હૈ કુછ ખ્વાબ અપૂરે કૌન અબ ગિને કિતને વાળો અંતરા શરૂ થાય તેની પાંચ છ સેકન્ડ  પહેલાં તમે ગીતમાં જો જો, રાજેશખન્નાની માત્ર જમણી આંખમાંથી આંસુનું એક ટીપુ એક ટીપું પડે છે તે જોઈ લેજો. પ્રોડ્યુસર વિનોદ શાહે આ વાત કહીને મોટા સ્ક્રીન પર ગીત બતાવ્યું ત્યારે આંસુ ટપકયું તે વખતે આખો હૉલ રાજેશ ખન્ના માટે તાળીઓથી ગુંજી ઊક્યો હતો.

ટ્રૉલી શોટનો અદભૂત પ્રસંગ

ટ્રોલી શૉટવાળી વાત. આ જ ગીતમાં એક કરતાં વધારે ટ્રોલી શૉટ આવે છે. ડિરેક્ટર રવિ નાગાઇય રાજેરા ખન્નાને સૂચના આપી રહ્યા છે કે તમારે અહીંથી આટલા ડગલાં ચાલીને આ બાજુ જોવાનું છે વગેરે કેપેરામેને પોઝિશન પ્રમાણે ચોકથી સાઈન કરી લીધી કે ટ્રોલી અહીંથી શરૂ થઈને અહીં આવીને અટકશે.

રવિ નાગાઇયને મળવા માટે રાજેરા ખન્નાના સેટ પર આવેલા બચ્ચનજી

Rajesh Khanna આ બધી સૂચનાઓ સાંભળી રહ્યા હતા. એક યુવાન કે જે રવિ નાગાઇયનો કે જે ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો હતો તે એના શૂટિંગના શેડ્યૂલના સિલસિલામાં ડિરેક્ટરને મળવા માટે મેરે જીવનસાથી ના સેટ પર આવ્યો હતો. એ જમાનામાં મોટા સ્ટારલોકો એકસામટી એટલી બધી ફિલ્મો સાઈન કરી લેતા કે પ્રોડયુસરોને પૂસ્તી ડેટ્સ આપી શકતા નહીં, ફિલ્મો અધૂરી રહેતી, પૈસાનું રોકાણ અટવાઈ જતું એટલે પ્રોડયુસરોના મંડળે નક્કી કરેલું કે કોઈ પણ સ્ટારે વરસમાં છથી વધુ ફિલ્મો કરવાની નહીં.

૧૯૫૯માં વી. શાંતારામની નવરંગ પછી ૧૯૬૪માં એમનો જ ગીત ગાયા પથ્થરો નેમાં કામ કર્યા પછી જીતેન્દ્રએ  ગુનાહોં કા દેવતા (૧૯૬૭)માં કામ કર્યું અને એ જ વર્ષે ’કર્જ’આવી જે સુપરડુપર હિટ થઈ. જિતેન્દ્ર સ્ટાર બની ગયા. મેરે હુજુર, ધરતી કહે પુકાર કે, દો ભાઈ, જિને કી સહ, જિગરી દોસ્ત અને હમજોલી પછી જિતુભાઈ પાસે શ્રવાસ ખાવાનો સમય નહોતો. પ્રોડ્યુસર્સ ગિલ્ડે કરેલા ઠરાવ પછી એમણે ‘કર્મ’ ના જ ડિરેક્ટર રવિ નાગાઇય માટે સાઈન કરેલી ‘પ્યાર કો કહાનો’ નામની ફિલ્મ છોડી દેવી પડી.

જિતેન્દ્રએ છોડેલી આ ફિલ્મ અમિતાભ બચ્ચનને મળી. માલા સિંહા, તનુજા અને અનિલ ધવનવાળો આ ફિલ્મ બચ્ચનજીની શરૂની કરિયરમાં જે સળંગ એક ડઝન ફ્લોપ ફિલ્મો આવી એમાંની આ એક આ ‘પ્યાર કી કહાની’ આ ફ઼િલ્મ ૧૯૭૧માં રિલીઝ થઈ, મેરે જીવનસાથી’ના એક વરસ પછી. કારણ એ જ થોડું શૂટિંગ થયા પછી પ્રોડ્યુસર્સ ગિલ્ડના નિયમને કારણે બીજા વરસ પર ઠેલવી પડી.

બચ્ચન ટ્રોલિમેન બન્યા 

આ ફિલ્મ ૧૯૭૧માં રિલીઝ થઈ, મેરે જીવનસાથી ના એક વરસ પછી, કારણ એ જા થોડુ ચૂંટિંગ થયા પછી પ્રોડયુસર્સ ગિલ્ડના નિયમને કારણે બીજા વરસ પર ઠેલવી પડી.

ગુરુ તરીકે જેમને સૌ કોઈ બોલાવતા તે રવિ નાગાઇચને મળવા માટે રાજેશ ખન્નાના સેટ પર આવેલા બચ્ચનજીએ કર્યુ.

ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું. ટ્રૉલી શૉટ તૈયાર હતો. બચ્ચને ડિરેક્ટર નાગાઇચને કહ્યું:”ગુરુ,ટ્રોલી હું ચલાવું છું?” અને જે કેમેરા સામે જોઈને Rajesh Khanna  દીવાના લે કે આયા હૈ ગાય છે અને કેમેરા જે ટ્રોલી પર છે તે .અમિતાભ બચ્ચને ધક્કો મારી ચલાવી. પાંચેક રિટેક થયા પણ ટ્રૉલી તો બચ્ચને જ ચલાવી.

હવે જ્યારે જ્યારે તમે આ ગીત જોશો ત્યારે રાજેશ ખન્નાને જોતાં જોતાં કેમેરાની ટ્રોલી ચલાવતા બચ્ચનજી યાદ આવ્યા વિના નહીં રહે.

આ પણ વાંચો- Rajshri Productions-‘દોસ્તી’ ફિલ્મે ‘સંગમ’ જેવી ફિલ્મને ય ટક્કર આપી 

Whatsapp share
facebook twitter