+

Jamnagar : બે ઝોનમાં પાણી કાપ રહેતા રહીશોને હાલાકી, ચોસામું જીવલેણ બન્યું! 3 નાં મોત

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં મેહુલિયાએ જમાવટ કરી છે. પરંતુ, આ વચ્ચે જામનગરના (Jamnagar) લોકોને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. શહેરના બે ઝોનમાં પાણી કાપ (water…

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. મોટાભાગના જિલ્લાઓમાં મેહુલિયાએ જમાવટ કરી છે. પરંતુ, આ વચ્ચે જામનગરના (Jamnagar) લોકોને પાણી કાપની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. શહેરના બે ઝોનમાં પાણી કાપ (water cut) થતા શહેરીજનો પાણીથી વંચિત રહ્યા છે. માહિતી મુજબ, ગુલાબનગર (Gulabnagar) અને સમર્પણ ઝોનમાં આજે પાણી વિતરણ બંધ રહ્યું, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

નર્મદા પાઇપ લાઈનમાં ફોલ્ટ હોવાને કારણે પાણી કાપ

પ્રાપ્ત માહિતી મુજબ, જામનગરના (Jamnagar) ગુલાબનગર અને સમર્પણ ઝોનમાં (Samarpan) આજે પાણી કાપ થતા રહીશો પાણીથી વંચિત રહ્યા. નર્મદા પાઇપ લાઈનમાં (Narmada pipe line) ફોલ્ટ હોવાને કારણે નર્મદાનું પાણી ઓછું મળ્યું હતું. જેએમસીના જણાવ્યા મુજબ, ફોલ્ટ રિપેર થયાનાં બીજા દિવસે રાબેતા મુજબ પાણી પુરવઠાનું વિતરણ કરવામાં આવશે. જો કે, પાણી નહીં મળતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.

જામનગરમાં ચોમાસું જીવલેણ!

જામનગર મહાનગરપાલિકાની (JMC) વોટર વર્કસ શાખાએ જણાવ્યું હતું કે, નર્મદાની પાઇપ લાઈનમાં ખામી સર્જાતા આ પાણી કાપ કરાયો હતો. પાઇપ લાઈન સમારકામ થઇ જતાં જ પુરવઠોનું વિતરણ રાબેતા મુજબ કરાશે. વરસાદની વાત કરીએ તો જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ થતા ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ, બીજી તરફ જામનગરમાં ચોમાસું (rain in Jamnagar) જીવલેણ સાબિત થયું છે. અત્યાર સુધીમાં વીજળી પડવાથી 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 20 પશુઓ પણ મોતને ભેટ્યા છે. કાલાવડ પંથકમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો – Ahmedabad : ભારે ઉકળાટથી શહેરીજનોને મળી રાહત, વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ

આ પણ વાંચો – Heavy Rain: અમદાવાદવાસીઓની આતુરતાનો આવ્યો અંત! હવે થશે કડાકા ભડાકા સાથે વરસાદ

આ પણ વાંચો – Gujarat: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ! હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી, આ જિલ્લામાં પૂરની સંભાવના

Whatsapp share
facebook twitter