+

બાહુબલીની દેવસેના એટલે કે Anushka Shetty ને છે આ દુર્લભ બીમારી…

સિનેમા જગતમાં ઘણા એવા કલાકારો છે જેમને કોઈ પ્રકારની અજીબ બીમારી કે ફોબિયા હોય છે. સાઉથ ઇંડિયન સિનેમાની લોકપ્રિય અભિનેત્રી એટલે ‘બાહુબલી’ ફેમ Anushka Shetty ને પણ આવી એક અજીબ…

સિનેમા જગતમાં ઘણા એવા કલાકારો છે જેમને કોઈ પ્રકારની અજીબ બીમારી કે ફોબિયા હોય છે. સાઉથ ઇંડિયન સિનેમાની લોકપ્રિય અભિનેત્રી એટલે ‘બાહુબલી’ ફેમ Anushka Shetty ને પણ આવી એક અજીબ બીમારી છે. અનુષ્કા શેટ્ટીની આ બીમારી કોઈ સામાન્ય બીમારી નથી, આ બીમારી ઘણી દુર્લભ છે. Anushka Shetty એ જાતે જ પોતાની આ બીમારી વિશે વાત કહી હતી. Anushka Shetty નો જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

અનુષ્કાને છે હસવાની આ દુર્લભ બીમારી

બાહુબલી ફિલ્મમાં દેવસેનાનું પાત્ર ભજવીને ભારતભરમાં જાણીતું નામ બની ચૂકેલી Anushka Shetty એ પોતાની આ દુર્લભ બીમારી વિશે પોતાના એક જૂના ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. તેને કહ્યું હતું કે, એકવાર તે હસવા લાગે છે, પછી તેના માટે હસવું રોકવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ કારણે તેને શૂટિંગ દરમિયાન અનેક ટેક લેવા પડે છે. કોમેડી સીન કરતી વખતે તેને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. અનુષ્કાએ આગળ કહ્યું હતું કે – મને જ્યારે હસુ આવે છે ત્યારે હું સતત 15-20 મિનિટ સુધી હસ્યા જ કરું છું. હું ચાહું તો પણ એને રોકી શકતી નથી. મારી આ સમસ્યાના કારણે મારુ શૂટિંગ પણ ઘણી વખત રોકવું પડ્યું હતું.

શું છે આ રોગના લક્ષણો

અનુષ્કા શેટ્ટીને આ એક દુર્લભ રોગ છે. આ રોગની પાછળનું મુખ્ય કારણ PBA એટલે કે સ્યુડોબુલબાર નર્વસ સિસ્ટમ ડિસઓર્ડરને અસર કરે છે. આ કારણે ઘણી વખત વ્યક્તિ ખૂબ હસવા લાગે છે. અથવા તે ખૂબ ગુસ્સે થવા લાગે છે. બંને કિસ્સાઓમાં તેને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આ રોગથી પીડિત વ્યક્તિમાં, લક્ષણો લાંબા સમય સુધી ટકી શકતા નથી. આ માત્ર થોડી મિનિટો માટે થાય છે. તે જ સમયે, કેટલાક લોકોમાં ગંભીર પરિણામો પણ જોવા મળે છે. અનુષ્કાના આ ખુલાસા બાદ તેના ચાહકો અચરજમાં છે કે અનુષ્કાને આ કેવી બીમારી લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અંતિમ વખત Miss Shetty Mr Polishetty ફિલ્મમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : BIG BOSS OTT માં વડાપાવ ગર્લએ પોતાના એક દિવસની કમાણી વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો!

Whatsapp share
facebook twitter