+

ANIMAL હવે ફસાઈ કાયદાકીય મુશ્કેલીમાં, OTT રિલીઝ પર લાગશે રોક ?

ANIMAL ફિલ્મને લગતી ચર્ચાઓ જાણે રોકવાનું નામ નથી લઈ રહી. ફિલ્મ સિનેમાઘરોમાં લાગી તેના પહેલાથી જ ફિલ્મને લગતા અલગ અલગ પાસાઓ વિષે ઘણી કંટ્રોવર્સી આવવા લાગી હતી. ફિલ્મ લોકો સામે…

ANIMAL ફિલ્મને લગતી ચર્ચાઓ જાણે રોકવાનું નામ નથી લઈ રહી. ફિલ્મ સિનેમાઘરોમાં લાગી તેના પહેલાથી જ ફિલ્મને લગતા અલગ અલગ પાસાઓ વિષે ઘણી કંટ્રોવર્સી આવવા લાગી હતી. ફિલ્મ લોકો સામે રજૂ થયા બાદ તો આ ચર્ચાઓ અને કંટ્રોવર્સીઓમાં તો જાણે ઉછાળ આવી ગયો હતો. પરંતુ તે વાત પણ સત્ય છે કે લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. આ સિવાય આ ફિલ્મે પણ ઘણી કમાણી કરી અને નવા રેકોર્ડ્સ પણ કાયમ કર્યા હતા.

ANIMAL POSTER

ANIMAL POSTER

હવે લોકો ઓટીટી પર આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જેથી જેમણે આ ફિલ્મ જોઈ નથી તેઓ ઘરે બેસીને તેનો આનંદ માણી શકે. આ દરમિયાન, ફિલ્મ હવે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલી જોવા મળી રહી છે.

ANIMAL ની OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી

વાસ્તવમાં, રણબીર કપૂરની ફિલ્મ ANIMAL  ની OTT રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. ફિલ્મ સાથે જોડાયેલી એક પ્રોડક્શન કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. ફિલ્મની OTT રિલીઝની સાથે જ T-Series પર ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે. CINE 1 સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડે દિલ્હી હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરીને કહ્યું કે તેમને નફાનો હિસ્સો આપવામાં આવ્યો નથી.

Cine 1 એ T-Series ઉપર લગાવ્યા ગંભીર આરોપ 

આ મામલે કંપનીનું કહેવું છે કે T-Series એ કરેલા કરારનું ઉલ્લંઘન કર્યું છે અને નફાના 35 ટકા પણ આપવામાં આવ્યા નથી. વધુમાં, Cine 1 ના વકીલે કહ્યું કે તેઓ T-Series સાથે લાંબા સમય સુધી સંબંધ ધરાવતા હોવા જોઈએ, પરંતુ તેઓએ કરારનું પાલન કર્યું નથી. હું આ કરાર અને સંબંધ બંનેનું સન્માન કરું છું, તેથી મને કોઈ ઉતાવળ નથી.

કેસની આગામી સુનાવણી 18 જાન્યુઆરીએ

જો કે, આ બાબતે T-Series ના વકીલ દ્વારા રજૂ કરાયેલી સ્પષ્ટતામાં આ તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. આ કેસની આગામી સુનાવણી 18 જાન્યુઆરીએ થવાની છે. આવી સ્થિતિમાં ફિલ્મની OTT રિલીઝ પર તેની શું અસર થશે તે તો સમય જ કહેશે. તમને જણાવી દઈએ કે દર્શકો ઓટીટી પર ફિલ્મ ANIMAL જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો — SOUTH INDIAN ACTORS ની આ લડાઈમા કોણે મારી બાજી

Whatsapp share
facebook twitter