+

An actress living the character-મંજરી ફડનીસ

મંજરી ફડનીસ  તેની ફિલ્મ ‘ધ યુપી ફાઇલ્સ’ના કારણે ચર્ચામાં છે.  આ એક એવી અભિનેત્રી છે જએ પોતે સુંદર છે,દેખાવડી છે એ વાતને અભિશાપ માને છે કારણ કે જે રોલ મળે…

મંજરી ફડનીસ  તેની ફિલ્મ ‘ધ યુપી ફાઇલ્સ’ના કારણે ચર્ચામાં છે. 

આ એક એવી અભિનેત્રી છે જએ પોતે સુંદર છે,દેખાવડી છે એ વાતને અભિશાપ માને છે કારણ કે જે રોલ મળે એ ગ્લેમરસ જ હોય. પડકારજન્ય રોલ  આપવા કોઈ તૈયાર જ ન થાય. 

સારા રોલ માટે  લોભી

હું ‘ધ યુપી ફાઇલ્સ’માં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહી છું. મને પહેલા કોઈએ મહિલા પોલીસ તરીકે જોઈ નથી. વાસ્તવમાં, અમે કલાકારો સારા પાત્રો માટે થોડા લોભી હોઈએ છીએ અને એમાં જ મને કંઈક અલગ કરવા મળે છે. મેં આમાં ઘણો અવકાશ જોયો. મારા માટે આ એક પડકાર હત. ફિલ્મમાં મારો મુખ્ય પ્રધાન સાથે એક સીન છે, જે ભાવનાત્મક રીતે ખૂબ જ મજબૂત છે.

ઘણા વર્ષો પહેલા, મેં બળાત્કારની ઘટના વિશે વાંચ્યું હતું, ત્યારબાદ મેં વડા પ્રધાનને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. એ ઘટનાની મારા મન પર ઊંડી અસર થઈ અને મેં ખુલ્લા પત્રમાં વિનંતી કરી હતી કે આવા આરોપીઓ માટે કડક નિયમો બનાવવામાં આવે અને તેમને સખતમાં સખત સજા કરવામાં આવે. પછી જ્યારે મુખ્યમંત્રી સાથેનો મારો એક ડ્રામેટિક સીન ફિલ્મમાં મૂકવામાં આવ્યો ત્યારે મેં તેમાં મારી લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી. એમ કહી શકાય કે પોતાની બધી લાગણીઓ તેમાં નાખી દીધી.

પહેલા શીખવાની જરૂર

તાજેતરમાં જ ઝારખંડમાં એક સ્પેનિશ મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી હતી. આવી ઘટનાઓથી ભારતનું સન્માન હણાય  છે. હું તેને લોકોની માનસિક બીમારી કહીશ. આ બધું સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું. તેના ઉપર, લોકો વિચિત્ર ટિપ્પણીઓ કરે છે અને પીડિત મહિલાઓને દોષી ઠેરવે છે. હું તેમને કહેવા માંગુ છું કે તમારે પહેલા શીખવાની જરૂર છે.

જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે હું રડું છું

બીજા બધાની જેમ, મારા જીવનમાં પણ ખરાબ તબક્કાઓ હતા, પરંતુ તેમાંથી બહાર નીકળવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જો તમે પડ્યા છો, તો તમારે બહાર નીકળવું પડશે. હું આર્મી ઓફિસરની દીકરી છું, મેં મારા જીવનમાં ક્યારેય હાર માનવાનું નથી શીખ્યું. જ્યારે હું ઉદાસ હોઉં છું, ત્યારે હું રડું છું. આમાં કોઈ નુકસાન નથી. જીવન આમ જ ચાલે છે. બીજા દિવસે ઉઠો, આગળ વધો, ફરી લડો, ફરીથી કામ કરો. મારી કારકિર્દીમાં ગમે તેવો સમય  આવે તો પણ અંદરથી એક ધક્કો આવતો રહે છે કે હું હાર માનીશ નહીં.

બોલિવૂડમાં પસંદગીની ફિલ્મો જ કરી પણ કામ મળ્યું

મને બોલિવૂડમાં પસંદગીનું કામ કર્યું .મારી કેટલીક ફિલ્મો એટલી સારી હતી કે તેને જોઈએ તેટલું પ્રમોશન મળ્યું નથી.

OTTમાં મુક્તપણે રમવાની તક મળી

ફિલ્મોમાં કામ કરતી વખતે અનેક પરિબળો કામમાં આવે છે. ઘણી વસ્તુઓ જોવામાં આવે છે, પરંતુ OTT માં મુક્તપણે રમવાની તક છે. હું સંપૂર્ણપણે OTT ને ફિલ્મોના પ્રતિસ્પર્ધી તરીકે જોઉં છું. મારી કરિયરમાં એક એવો સમય આવ્યો જ્યારે મને લાગ્યું કે મારે ઈન્ડસ્ટ્રી છોડી દેવી પડશે.

બે વર્ષ વીતી ગયા પણ કંઈ મોટું થયું નહીં. તે દરમિયાન મારી બે મોટી ફિલ્મો રિલીઝ થઈ હતી. મેં બે વર્ષ થિયેટર કર્યું. મારી કુશળતા સુધરી. નીરજ કબીની થિયેટર વર્કશોપ કરી હતી. જો કે, થિયેટરમાં ખાસ પૈસા મળતા નહીં પણ  હું મારી બચત પર બે વર્ષ જીવતી હતી..

એક સુંદર છોકરી હોવાનો કંટાળો આવ્યો

એક દિવસ મેં મારા પિતાને ફોન કરીને કહ્યું કે આ બે મહિનામાં કંઈ નહીં આવે તો હું આર્થિક રીતે ભાંગી પડીશ. તે સમયે હું ખરેખર ઉદાસ હતી પણ પપ્પા કંઈ બોલ્યા નહીં કે ન કોઈ પ્રરિભાવ આપ્યો.પરંતુ સમયે મને સાથ આપ્યો. એક મહિનામાં ફિલ્મ બારોટ હાઉસ આવી ગઈ. ત્યાંથી તે OTT માં શરૂ થયું.

એક સુંદર છોકરી હોવાનો મને કંટાળો આવ્યો હતો, તેથી મેં બે વર્ષ સુધી કામ કર્યું નહીં. મને આ તક આપવા બદલ હું મારા ડિરેક્ટરનો આભાર માનું છું. તેઓએ ઓડિશન લીધા વિના પણ મારા પર વિશ્વાસ કર્યો. મેં તેની સાથે વધુ બે ફિલ્મો કરી છે, જે આગામી છે. તેણે મને ધક્કો માર્યો. ત્યારથી મને લાગે છે કે એક અભિનેતા તરીકે મારી રીતે આવનારું કામ ખૂબ જ સરસ,પડકારજનક, જટિલ છે.

આ પણ વાંચો- ‘UP Files’, ‘JNU’ અને ‘Sabarmati Report’ જેવી ફિલ્મો-વિશેષ અહેવાલ 

Whatsapp share
facebook twitter