+

અક્ષય કુમારની “BMCM” કે અજય દેવગનની “MAIDAAN”, જાણો કોણ કોના ઉપર પડશે ભારે

BADE MIYAN CHOTE MIYAN VS MAIDAAN : 11 એપ્રિલ એટલે કે ઈદના દિવસે બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવી હતી. એક હતી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની “BADE MIYAN CHOTE MIYAN” …

BADE MIYAN CHOTE MIYAN VS MAIDAAN : 11 એપ્રિલ એટલે કે ઈદના દિવસે બે મોટી ફિલ્મો સિનેમાઘરોમાં આવી હતી. એક હતી અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની “BADE MIYAN CHOTE MIYAN”  અને બીજી હતી  અજય દેવગનની “MAIDAAN” . આ ટક્કર બોલીવુડના બે અગ્રણી કલાકારો વચ્ચે હતી. બંને ફિલ્મોના વિષય તદ્દન અલગ છે, એક ફિલ્મ ભારતીય જવાનો ઉપર એક કાલ્પનિક વાર્તા છે અને બીજી ફિલ્મ ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગ વિષે સત્ય ઘનાઓથી પ્રેરિત વાર્તા વિશે વાત કરે છે. ચાલો જાણીએ આ બને ફિલ્મોમાંથી કઈ ફિલ્મે કેટલી કમાણી કરી અને કોણ રહ્યું આગાળ.

“BADE MIYAN CHOTE MIYAN”  કમાણી કમાલ પણ કહાની પાયમાલ

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

પહેલા વાત ફિલ્મ “BADE MIYAN CHOTE MIYAN” ની કરીએ તો આ ફિલ્મે તેના પહેલા દિવસે 15.65 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. પરંતુ ફિલ્મના રિવ્યૂ જે સામે આવી રહ્યા હતા, તે મોટા ભાગના નકારાત્મક હતા. જેના કારણે ફિલ્મની બીજા દિવસની કમાણી ઓછી થતી આપણને જોવા મળે છે. ફિલ્મે બીજા દિવસે 7.00 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે બંને દિવસની કમાણી હવે 22.65 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. ફિલ્મના મેકર્સે ફિલ્મના બે દિવસના WORLDWIDE COLLECTION નું પોસ્ટર પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. જેના અનુસાર આ ફિલ્મે તેના પ્રથમ બે દિવસમાં 55.14 કરોડ ની કમાણી કરી છે.

“BADE MIYAN CHOTE MIYAN”  ફિલ્મે પહેલા દિવસે સારી કમાણી કરી હતી. પરંતુ લોકો અને ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મની નકારાત્મક સમીક્ષા કરી હતી, મોટા ભાગના લોકોએ ફિલ્મના નકારાત્મક પાસઓને કડક શબ્દોમાં વખોડી હતી.પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક તરન આદર્શે ફિલ્મને ફક્ત 2 જ સ્ટાર આપ્યા હતા અને ફિલ્મને DISSAPOINTING ગણાવી હતી.

બીજી તરફ ટ્વિટર ઉપર REAL BOX OFFICE એ આ ફિલ્મને ફક્ત 1.5 સ્ટાર આપ્યા હતા અને તેમણે ફિલ્મને UNBEARABLE ગણાવી હતી.અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત, ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર, અલાયા એફ, સોનાક્ષી સિંહા અને રોનિત બોસ રોય પણ મહત્વની ભૂમિકામાં છે. અક્ષય કુમાર અને ટાઈગર બંને ઇન્ડસ્ટ્રીમાં તેમના એક્શન અને સ્ટંટ માટે પ્રખ્યાત છે.

 લાંબી રેસનો ઘોડો સાબિત થશે ફિલ્મ “MAIDAAN”

 

View this post on Instagram

 

A post shared by Zee Studios (@zeestudiosofficial)

અક્ષય કુમારની ફિલ્મ “BADE MIYAN CHOTE MIYAN” સાથે અજય દેવગનની ફિલ્મ “MAIDAAN” સિનેમાઘરોમાં આવી હતી. અજય દેવગનની આ ફિલ્મે ફિલ્મે શરૂઆતના દિવસે માત્ર 4.50 કરોડની કમાણી કરી હતી. પરંતુ ફિલ્મને મળેલા હકારાત્મક પ્રતિસાદના કારણે ફિલ્મની કમાણી બીજા દિવસે વધીને  9.85 કરોડ થઈ હતી.

પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક તરન આદર્શે આ ફિલ્મને 4 સ્ટાર આપ્યા હતા અને અજય દેવગનની આ ફિલ્મને POWER PACKED ગણાવી હતી.

અજય દેવગનની આ ફિલ્મની વાર્તા એક સત્ય ઘટનાથી પ્રેરિત છે. ફિલ્મમાં બતાવવામાં આવેલ અજય દેવગનનું પાત્ર સૈયદ અબ્દુલ રહીમના ઉપર આધારિત છે. સૈયદ અબ્દુલ રહીમને ફૂટબોલના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે 1951 થી 1963 સુધી ભારતીય ફૂટબોલમાં સેવા આપી હતી. તેમણે માત્ર પોતાની આવડતથી ભારતને ગૌરવ અપાવ્યું એટલું જ નહીં પરંતુ જીવનભર ભારતીય ફૂટબોલની સેવામાં કામ કર્યું. ફિલ્મને અમિત શર્મા દ્વારા ડાઇરેક્ટ કરવામાં ડાઇરેક્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો : IPL 2024 : ધોનીને જોવા તેના ચાહકે ખરીદી રૂ. 64 હજારની ટિકિટ, દિકરીની સ્કૂલ ફી ન ભરી…

Whatsapp share
facebook twitter