+

Ajith Kumar-The one and only Multi talented Hero of Indian Films

દક્ષિણની ફિલ્મોમાં એક અતિલોકપ્રિય હીરો છે જેણે 10મા પછી ભણવાનું છોડી દીધું, મિકેનિક તરીકે કામ કર્યું, પછી બિઝનેસ ડેવલપર બન્યો, 52 વર્ષનો આ હીરો ફાઈટર જેટ પણ ઉડાવે છે અને…

દક્ષિણની ફિલ્મોમાં એક અતિલોકપ્રિય હીરો છે જેણે 10મા પછી ભણવાનું છોડી દીધું, મિકેનિક તરીકે કામ કર્યું, પછી બિઝનેસ ડેવલપર બન્યો, 52 વર્ષનો આ હીરો ફાઈટર જેટ પણ ઉડાવે છે અને એ છે Ajith Kumar-The one and only. 

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અજિતકુમાર માટે ચાહકોની દીવાનગી કોઈનાથી અજાણી નથી.

અજીત કુમાર જેવો  Multi talented ભાગ્યે જ કોઈ અન્ય અભિનેતા હશે

Ajith Kumar માત્ર ફિલ્મ પ્રેમીઓ દ્વારા જ નહીં પરંતુ રમતપ્રેમીઓમાં પણ એટલી જ ચાહના ધરાવે છે કારણ કે તે એક એથ્લેટ પણ છે. અજીથકૂમાર માત્ર અભિનયમાં જ નિષ્ણાત નથી પરંતુ તેમનું વ્યક્તિત્વ બહુઆયામી છે અને ઇન્ડસ્ટ્રીમાં તેમના જેવો Multi talented ભાગ્યે જ કોઈ અન્ય અભિનેતા હશે.

બાઇક રેસિંગ, કાર રેસરથી માંડીને શૂટર પણ

અજિતકુમાર માત્ર અભિનેતા નથી પણ ઈતર પ્રવૃત્તિઓમાં પણ ઝનૂનની હદે રસ લે છે તેઓ તેમના જીવનમાં જે પણ કૈં કરવા માંગે છે એમાં રસ પડે તો  તેઓ ફિલ્મ પ્રોજેક્ટ્સ પણ છોડી દે છે. બાઇક રેસિંગ, કાર રેસરથી માંડીને શૂટર પણ. આ સિવાય તેમની અંદર અનેક ગુણો હોય છે.

જેના નામ  પર ફિલ્મો ચાલે એમાનો એક હીરો 

બોલિવૂડમાં શાહરૂખ અને સાઉથમાં અજીતકુમાર દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના એવા લોકપ્રિય કલાકારો છે જેમના નામ પર ફિલ્મો ચાલે છે. રજનીકાંત, કમલ હસન, અલ્લુ અર્જુન અને રામચરણની જેમ અજિતકુમારનું સ્ટારડમ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ચાહકોને આકર્ષિત કરે છે.

અભિનેતા દેશ અને દુનિયાના દરેક ખૂણે બાઇક ચલાવીને ચાહકોને મળતો રહે છે.Ajith Kumar-The one and only દરેકને સામાન્ય માણસની જેમ નમ્રતાથી મળે છે અને દરરોજ ચાહકો તેની સાથે તસવીરો પોસ્ટ કરીને તેનો ઉલ્લેખ કરતા રહે છે.

ગેરેજમાં મિકેનિક બન્યા

‘થાલા’  એટલે કે અજિત કુમારે(Ajeeth Kumar)10મા સુધી અભ્યાસ કર્યા પછી શાળા છોડી દીધી હતી અને ત્યારબાદ તેમણે ગેરેજમાં એક નાની નોકરી કરી હતી. 6 મહિના સુધી મિકેનિક તરીકે કામ કર્યું અને ટ્રેનિંગ લીધી. પરંતુ, તેના પિતાને આ કામ કામ પસંદ ન હતું, તેથી અજીત એક ફેમિલી ફ્રેન્ડની એક્સપોર્ટ કંપનીમાં જોડાયો. અહીં તેણે પોતાની જાતને એક બિઝનેસ ડેવલપર તરીકે વિકસાવી.

એથ્લેટ,કાર રેસિંગ,બાઇક રાઇડિંગ અને શૂટિંગ એમનું ઝનૂન 

અજિત પ્રત્યે લોકોનું ગાંડપણ તેમની જુદી જુદી આવડતને કારણે છે. અજીત કુમાર એક્ટર હોવા ઉપરાંત એથ્લેટ અને કાર રેસર પણ છે. તેણે 2004માં બ્રિટિશ ફોર્મ્યુલા સિઝન-3માં ફોર્મ્યુલા-2 રેસર તરીકે ભાગ લીધો હતો અને ટોપ-3માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે તે રેસ દરમિયાન એક અકસ્માત થયો હતો ત્યારથી તે તેની ઝડપને નિયંત્રિત કરતી વખતે તેમની સલામતી અને રેસનું ખાસ ધ્યાન રાખે છે.

અત્યાર સુધીમાં શૂટિંગમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા

રેસિંગ સિવાય અજીત કુમારને શૂટિંગનો પણ શોખ છે અને તેણે આમાં ઘણા ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઘણી વખત આ સાબિત કર્યું છે. અજીત દર વર્ષે ચેન્નાઈમાં યોજાતી તમિલનાડુ સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લે છે અને છેલ્લા 2 વર્ષથી સતત ગોલ્ડ મેડલ જીતી રહ્યા  છે. 2019માં પણ તેણે શૂટિંગમાં મેડલ જીત્યો હતો. અત્યાર સુધીમાં તેણે શૂટિંગમાં 6 ગોલ્ડ મેડલ જીત્યા છે.

Ajith Kumar-The one and only- સેલ્ફ મેડ

અજિતકુમાર આજે જે સ્ટારડમ પર છે તે તેની પોતાની મહેનતને કારણે છે અને તે જે પણ છે તે સેલ્ફ મેડ છે. તેઓ જ્યાં પણ હાથ મૂકે છે ત્યાં તેઓ સફળ થાય છે.

1986માં પોતાનો અભ્યાસ છોડી દીધો અને કાર રેસિંગમાં કારકિર્દી બનાવી. તે સમયે, તેણે પોતે પણ વિચાર્યું ન હતું કે તે ક્યારેય રેસરમાંથી સાઉથ સ્ટાર બનશે અને સ્ક્રીન પર રજનીકાંત જેવા સ્ટાર્સ સાથે સ્પર્ધા કરશે. અજિતે કોઈપણ ગોડફાધર વગર સફળતા મેળવી છે.

તે એક પ્રશિક્ષિત પાયલટ પણ

કાર રેસિંગ અને શૂટિંગ સિવાય તે એક પ્રશિક્ષિત પાયલટ પણ છે અને ફાઈટર જેટ ઉડાડવામાં સક્ષમ છે. મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) દ્વારા તેમની ‘હેલિકોપ્ટર ટેસ્ટ પાઇલટ અને UAV સિસ્ટમ સલાહકાર’ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અજિતને ઉડવાનું પસંદ છે અને જ્યારે પણ તક મળે છે ત્યારે તે ઘણીવાર ચેન્નાઈની ફ્લાઈંગ ક્લબમાં પ્રેક્ટિસ કરે છે. તેઓ ભારતના એવા કેટલાક અભિનેતાઓમાંના એક છે જેમણે પાઈલટનું લાઇસન્સ મેળવ્યું છે.

એરોમોડેલિંગ પણ 

તે એરોમોડેલિંગનો પણ શોખીન છે અને ડ્રોન જેવા રિમોટ-કંટ્રોલ વાહનો ચલાવવાના પણ શોખીન છે. તમને જણાવી દઈએ કે વિવેગમના શૂટિંગ સ્થળ પર ડ્રોન ચલાવતા અજીત કુમારનો એક વીડિયો વાયરલ થયો હતો જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

10મા પછી ભણવાનું છોડી દીધું, મિકેનિક તરીકે કામ કર્યું, પછી બિઝનેસ ડેવલપર બન્યો, 52 વર્ષનો આ હીરો ફાઈટર જેટ પણ ઉડાવે છે

આ અભિનેતા દેશ અને દુનિયાના દરેક ખૂણે બાઇક ચલાવીને ચાહકોને મળતો રહે છે. તે દરેકને સામાન્ય માણસની જેમ નમ્રતાથી મળે છે અને દરરોજ ચાહકો તેની સાથે તસવીરો પોસ્ટ કરીને તેનો ઉલ્લેખ કરતા રહે છે.

મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) દ્વારા તેમની ‘હેલિકોપ્ટર ટેસ્ટ પાઇલટ અને UAV સિસ્ટમ સલાહકાર‘ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. અજિતને ઉડવાનું પસંદ છે અને જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે ઘણીવાર ચેન્નાઈની ફ્લાઈંગ ક્લબમાં પ્રેક્ટિસ કરે છે.

અજીથ કુમાર એના આકર્ષક વ્યક્તિત્વ અને અપ્રતિમ અભિનયથી માત્ર દક્ષિણમાં જ નહીં પૂરા ભારતમાં લોકોનો માનીતો કલાકાર છે.

આ પણ વાંચો- C. V. Sridhar-એક જ સેટ પર શૂટિંગ સાથે ૨૮ દિવસમાં ફિલ્મનું પેક-અપ 

Whatsapp share
facebook twitter