+

આખરે શું છે POACHER, જેનું સત્ય બહાર લાવવા આલિયાએ જંગલમાં વિતાવવો પડ્યો સમય

POACHER WEB SERIES ALIA BHATT : આલિયા ભટ્ટ આજના સામેની સૌથી ટોચની અભિનેત્રીમાંની એક છે. આલિયા ભટ્ટ પોતાના કલાકારીના દમ ઉપર હાલ લોકોનું દિલ જીતી રહી છે. પરંતુ  હવે તે…

POACHER WEB SERIES ALIA BHATT : આલિયા ભટ્ટ આજના સામેની સૌથી ટોચની અભિનેત્રીમાંની એક છે. આલિયા ભટ્ટ પોતાના કલાકારીના દમ ઉપર હાલ લોકોનું દિલ જીતી રહી છે. પરંતુ  હવે તે એક પ્રોડ્યૂસરના રૂપમાં સામે આવીને ખૂબ જ ગંભીર વિષય અંગે લોકોને જાગૃત કરવા માટે એક વેબ સિરીઝ લઈને આવી રહી છે. હાલમાં આલિયા ભટ્ટ તેની AMAZON PRIME VIDEO ની વેબ સિરીઝ POACHER ને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

આ વેબ સિરીઝના નિર્માતાઓએ તેની પ્રથમ ઝલક શેર કરી છે, જેમાં આલિયા ભટ્ટ 10 વર્ષના અશોકની હત્યાની તપાસ કરતી જોવા મળે છે. ટીઝર વીડિયો સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો. આ જોઈને ચાહકો સિરીઝ માટે ઉત્સાહિત થઈ ગયા છે.

POACHER ભારતના સૌથી મોટી હાથીદાંત શિકાર ગેંગની વાર્તા

CREDITS : AMAZON PRIME VIDEO

POACHER નો અર્થ સામાન્ય રીતે શિકારી થાય છે. જે ગેરકાયદેસર રીતે જંગલના પ્રાણીઓનો શિકાર કરતો હોય છે. POACHER  વેબ સિરીઝ ખૂબ જ ગંભીર વિષય ઉપર વાત કરવાની છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી પરંતુ આ ભારતની સૌથી મોટી હાથીદાંત શિકાર ગેંગની વાર્તા છે. સીરિઝના વીડિયો ટીઝરમાં, આલિયા ભટ્ટ જંગલમાં જોવા મળે છે અને તેના વૉઇસઓવરમાં આપણને વાર્તા સંભળાવતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે, આ સીરીઝમાં આલિયા ભટ્ટ એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી રહી છે.

‘જંગલમાં એક દિવસ કરતાં પણ ઓછો સમય વિતાવ્યો છત્તા સ્તબ્ધ છું’

આલિયા ભટ્ટે POACHER ના ટીઝરનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ટીઝર વીડિયો શેર કરતી વખતે, આલિયાએ તેના કેપ્શનમાં લખ્યું છે કે – મેં આ જાગૃતિ વિડીયો શૂટ કરવા માટે એક દિવસથી પણ ઓછો સમય જંગલમાં વિતાવ્યો, પરંતુ તેમ છતાં સ્તબ્ધ છું.

વધુમાં આલિયા ભટ્ટે POACHER વિશે કહ્યું હતું કે,  મારા અને મારા પ્રોડક્શન હાઉસ માટે આ પ્રોજેક્ટ સાથે જોડાયેલું હોવું ખૂબ જ ગર્વની વાત છે. એમી એવોર્ડ-વિજેતા ફિલ્મ નિર્માતા રિચી મહેતાની આ આગામી શ્રેણી ઘણા મહત્વપૂર્ણ અને સંબંધિત મુદ્દાઓને હલ કરે છે અને જ્યારે મેં તેની વાર્તા સાંભળી, ત્યારે તેણે મને ખૂબ પ્રેરણા આપી. એટલું જ નહીં, જ્યારે મેં સાંભળ્યું કે આ વાર્તા એક વાસ્તવિક વાર્તા છે, ત્યારે મને ખૂબ જ આશ્ચર્ય થયું. હું આશા રાખું છું કે લોકો આ સિરીઝમાંથી સત્ય જાણશે.

સિરીઝ આ દિવસે રિલીઝ થશે

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની આ સિરીઝ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 23 ફેબ્રુઆરી 2024ના રોજ રિલીઝ થશે. આ માટે ચાહકોમાં જબરદસ્ત ઉત્તેજના છે અને યુઝર્સ પણ તેના પર આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આલિયાની આવનારી સિરીઝ એક ઇન્વેસ્ટિગેટિવ ક્રાઇમ સિરીઝ છે, જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.

આ પણ વાંચો — વિદ્યુત જામવાલની રેલ્વે પોલીસ દ્વારા અટકાયત, જાણો શું છે કારણ

Whatsapp share
facebook twitter