+

શાહરૂખ ખાનની ફિલ્મનો ચાલ્યો જાદુ, રાષ્ટ્રપતિ ભવનમાં ‘DUNKI’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરાશે

વર્ષ 2023 આખું શાહરૂખ ખાનના નામે રહ્યું છે. શાહરુખે આ વર્ષમાં બેક ટુ બેક બે સુપર હીટ ફિલ્મો આપી છે, જેમને બોક્સ ઓફિસ ઉપર 1000 કરોડની કમાણી કરી છે. ડીસેમ્બરમાં…

વર્ષ 2023 આખું શાહરૂખ ખાનના નામે રહ્યું છે. શાહરુખે આ વર્ષમાં બેક ટુ બેક બે સુપર હીટ ફિલ્મો આપી છે, જેમને બોક્સ ઓફિસ ઉપર 1000 કરોડની કમાણી કરી છે. ડીસેમ્બરમાં આવેલ શાહરુખ ખાનની રાજકુમાર હીરાની સાથેની ફિલ્મ હાલ સિનેમાઘરોમાં ચાલી રહી છે અને લોકોને ઘણી પસંદ પણ આવી રહી છે.

Image

શાહરૂખ ખાન ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. કોમેડી ડ્રામા અને ગેરકાયદેસર ઈમિગ્રેશન પર આધારિત રાજકુમાર હિરાણી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 21 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. ત્યારે શાહરૂખની આ ફિલ્મને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

રાષ્ટ્રપતિ ભવનમાં ‘DUNKI’ ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવશે

DUNKI ફિલ્મથી પહેલી વાર એવું બન્યું છે કે બોલીવુડના સૌથી સફળ ડાઇરેક્ટર માંથી એક એવા રાજકુમાર હીરાની અને સુપરસ્ટાર શાહરુખ ખાન એક સાથે આવ્યા છે. ફિલ્મ પાસેથી જેવી આશા હતી ફિલ્મ તેવી નીવડી પણ છે અને સમીક્ષકો હોય કે દર્શકો, દરેક જણ ફિલ્મના વખાણ કરી રહ્યા છે.

આ ફિલ્મમાં દેશ પ્રત્યેનો ઘણો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, તે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર પણ આધારિત છે, તેથી આ ફિલ્મ દરેક માટે જોવા યોગ્ય છે. આ કારણે રાષ્ટ્રપતિ ભવન ખાતે DUNKI ની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવશે.

ચાહકો ઈચ્છે છે કે ફિલ્મ ટેક્સ ફ્રી થાય 

શાહરૂખના તમામ ચાહકો આ ફિલ્મ જોવા માંગે છે. આવી સ્થિતિમાં, ચાહકોએ આ ગૌરવપૂર્ણ ક્ષણ પર તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો અને કહ્યું કે DUNKI ને ટેક્સ ફ્રી બનાવવો જોઈએ. 

5 દિવસમાં ફિલ્મ 100 કરોડને પાર નીકળી 

DUNKI ફિલ્મની ટક્કર બોક્સ ઓફિસ ઉપર સીધે સીધી KGF ના ફેમ ડાઇરેક્ટર પ્રશાંત નીલ અને બાહુબલી પ્રભાસની ફિલ્મ SALAAR સાથે થઈ છે. માટે તેની અસર ચોક્કસપણે ફિલ્મની કમાણીના આંકડાઓ ઉપર થઈ છે. ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ DUNKI એ પહેલા દિવસે 29.2 કરોડની કમાણી કરી હતી. જોકે બીજા દિવસે જ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો.

શુક્રવારે એટલે કે બીજા દિવસે ફિલ્મે માત્ર 20.5 કરોડની જ કમાણી કરી હતી. ત્રીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મનું કલેક્શન 25.5 કરોડ હતું. જ્યારે ચોથા દિવસે DUNKI  એ 23.99 કરોડનો બિઝનેસ કર્યો હતો. બોક્સ ઓફિસ પર અઘરી ગણાતી સોમવારની કસોટી હવે DUNKI  એ પાસ કરી લીધી છે. જો પ્રારંભિક આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો, DUNKI  એ પાંચમા દિવસે એટલે કે સોમવારે 15 થી 20 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

આ પણ વાંચો — SINGHAM 3 ના સેટ ઉપર અજય દેવગનને નડ્યો અકસ્માત, ઇજાના કારણે રોકવી પડી શૂટિંગ

Whatsapp share
facebook twitter