+

આ રાશિના જાતકોને આજે પ્રેમ સબંધોમાં વિવાદનો આવી શકે છે અંત

આજનું પંચાંગ તારીખ :૩૦ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર તિથિ : કારતક વદ ત્રીજ નક્ષત્ર : આર્દ્રા યોગ : શુભ કરણ : બવ રાશિ :મિથુન ( ક,છ,ઘ) શુભાશુભ મુહુર્ત અભિજીત મૂહુર્ત :…

આજનું પંચાંગ

તારીખ :૩૦ નવેમ્બર ૨૦૨૩, ગુરૂવાર
તિથિ : કારતક વદ ત્રીજ
નક્ષત્ર : આર્દ્રા
યોગ : શુભ
કરણ : બવ
રાશિ :મિથુન ( ક,છ,ઘ)
શુભાશુભ મુહુર્ત
અભિજીત મૂહુર્ત : ૧૨:૦૬થી ૧૨:૫૦ સુધી
રાહુકાળ : ૧૩:૪૯ થી ૧૫:૧૦ સુધી
વિજય મુહુર્ત ૧૪:૧૩ થી ૧૪: ૫૭,
સંકટ ચતુર્થિ ચંદ્રોદય ૨૦:૩૫

મેષ (અ,લ,ઈ)

આજે તમને અચાનક ધન લાભ થવાથી તમે ખુશ રહેશો.
ભાગીદારી સંબંધિત બાબતો પર કોઈની સાથે ચર્ચા થશે.
આજે તમે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતોને સરળતાથી સમજી શકશો.
સંતાન પ્રાપ્તિનું સુખ મળશે.
ઉપાય : દેવી માતાને ફૂલ ચઢાવો,
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ દું દુર્ગાયૈ નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે સમાજમાં તમારું માન-સન્માન વધશે.
ઓફિસમાં કેટલાક મિત્રોની મદદથી તમારો પ્રોજેક્ટ પૂરો થશે.
ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અનુકૂળ છે.
તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવાનો અવસર મળશે. તમારી
ઉપાય : આજે ગૌ માતાની સેવા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ગોવિંદાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ તમારા મનને સંતોષ આપનારો રહેશે.
જીવનસાથી તરફથી કોઈ ભેટ અથવા સન્માન મળી શકે છે,
વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં એકાગ્રતા અને ધ્યાન કેન્દ્રિત કરવું પડશે
આજે તમે કેટલાક કામ પૂરા થવાથી ખુશ રહેશો,
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ શ્રી કૃષ્ણાય નમ:||

કર્ક (ડ,હ)

તમારા મિત્રો તમે વિચાર્યા કરતા વધુ મદદગાર સાબિત થશે.
આજે તમે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરશો. અ
ન્ય લોકો શું કહે છે તે સમજવાનો પ્રયત્ન કરો.
આજે લોકો તમારા સમર્પણ અને મહેનત ના કારણે આર્થિક લાભ મળશે.
ઉપાય : આજે શિવ પૂજા કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ ચંદ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે.
તમને કોઈ ખાસ વ્યક્તિ તરફથી મોટો લાભ મળશે.
ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે.
તમને કરિયર સંબંધિત નવી તકો મળશે.
ઉપાય : દત્ત બાવની નો પાઠ કરવો
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સવિત્રે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પડશે
તમને પહેલાથી કોઈ રોગ હોય, તો તેનો દુખાવો વધી શકે છે,
આજે તમારા પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે.
આજે તમારે કેટલાક બિનજરૂરી ખર્ચનો સામનો પણ કરવો પડી શકે છે.
ઉપાય : આજે શ્રીયંત્ર પર જલાભિષેક કરવો
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રી માત્રે નમ:||

તુલા (ર,ત)

નોકરી કરતા લોકોને પ્રમોશનનો માર્ગ ખુલી શકે છે.
વધુ પડતા ખર્ચને કારણે તમે આર્થિક સંકટનો અનુભવ કરશો.
ઈચ્છિત સફળતા ન મળવાથી તમે દુઃખી થઈ શકો છો.
કોઈ કામ પૂરું ન થઈ રહ્યું હોય તો ધીરજ રાખો.
ઉપાય : આજે સાત્વિક ભોજન કરવું
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ નમો નારયણાય ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમે તમારી ઉર્જાનો ઉપયોગ સારા કાર્યોમાં કરશો.
શૈક્ષણિક કાર્યમાં તમારી રુચિ વધશે.
તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે.
કેટલાક ખાસ લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે
ઉપાય : આજે ગરમ વસ્ત્ર નું દાન કરવું
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ નમઃ શિવાય ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે.
આજે તમને તમારા જીવનસાથી તરફથી પૂરતો સહયોગ અને મળશે.
આજે તમારા પૈસા ફસાઈ શકે છે.
પ્રેમ સબંધો માં વિવાદ નો અંત આવશે
ઉપાય : પર્યાવરણ નુ જતન કરવુ
શુભરંગ : નારંગી
શુભમંત્ર : ૐ અચ્યુતાય નમઃ ||

મકર (ખ,જ)

આજનો દિવસ ખુશીઓથી ભરેલો છે.
કોઈપણ અટકેલા કામ પૂર્ણ થવાથી તમે ખુશ રહેશો.
પ્રેમ સંબંધોમાં સાવધાની રાખો, નહીં તો તમારા સન્માનને ઠેસ પહોંચી શકે છે.
આજે કોઈપણ પ્રકારના વિવાદોને મહત્વ ન આપો.
ઉપાય : આજે ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવો
શુભરંગ : ધેરો વાદળી
શુભમંત્ર : ૐ સોમાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે.
વિવાહિત જીવનમાં પરસ્પર સંવાદિતા રહેશે.
નવા લોકો સાથે મુલાકાત તમારા ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.
અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ મળશે.
ઉપાય : ગણેશ જી ને દીપ દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ વિનાયકાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે તેને તેની ઈચ્છા મુજબ પરિણામ મળી શકે છે, જેના કારણે તે ખુશ રહેશે.
આજે સાંજનો સમય તમારા પરિવારના સભ્યો સાથે વિતાવશો,
આજે તમારો તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે,
તમારા વ્યવસાયમાં શરૂ કરેલી નવિ યોજના તમને ઇચ્છિત લાભ આપશે. ઉપાય : આજે ગણેશજીની પૂજા કરવી
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ રોહિણીપતયે નમઃ ||

Whatsapp share
facebook twitter