+

આ રાશિના જાતકો આજે મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખે

આજનું પંચાંગ તારીખ – 21 એપ્રિલ 2023, શુક્રવાર તિથિ – વૈશાખ સુદ એકમ રાશિ – મેષ ( અ,લ,ઈ ) નક્ષત્ર – ભરણી યોગ – પ્રીતિ કરણ – બાલવ દિન વિશેષ…

આજનું પંચાંગ
તારીખ – 21 એપ્રિલ 2023, શુક્રવાર
તિથિ – વૈશાખ સુદ એકમ
રાશિ – મેષ ( અ,લ,ઈ )
નક્ષત્ર – ભરણી
યોગ – પ્રીતિ
કરણ – બાલવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત – 12:13 થી 13:04 સુધી
રાહુકાળ – 11:03 થી 12:39 સુધી
આજથી વૈશાખ માસ પ્રા,
આજે ગુરુ મેષરાશિમાં પ્રવેશ કરશે સાથે બુધવક્રી થશે
મેષ (અ,લ,ઈ)
તમારા દ્વારા કરવામાં આવેલ તમામ કાર્ય સફળ થશે.
વેપારમાં થોડી મંદી રહેશે
પરિવારમાં મતભેદ થવાની સંભાવના છે
દાંતના દુખાવાની સમસ્યા રહે
ઉપાય – આજે લાપસી કુલદેવીને અર્પણ કરવી
શુભરંગ – સોનેરી
વૃષભ (બ,વ,ઉ)
નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે
ભાઈ તરફથી સારું સુખ જણાય
આર્થિક લાભની સારી તકો મળશે
ધાર્મિક કાર્યોમાં મન લાગશે
ઉપાય – આજે વેપારક્ષેત્રે તાગરનો ધૂપ કરવો
શુભરંગ – કાળો
મિથુન (ક,છ,ઘ)
વડીલોથી સારા લાભની સંભાવના રહે
મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખજો
પગ અને કમરના દર્દમાં સંભાળવું
વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે
ઉપાય – આજે વેપારક્ષેત્રે સહકર્મીઓને જમાડવા
શુભરંગ – લાલ
કર્ક (ડ,હ)
આર્થિક રોકાણ માટે ઉત્તમ દિવસ બને
માનસિક તણાવથી પરેશાની વધશે
લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં
સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો
ઉપાય – આજે ગુલાબજામુ ગરીબોને આપવા
શુભરંગ – ક્રીમ
સિંહ (મ,ટ)
આર્થિક બાબતે ઉતાર-ચઢાવ જોવા મળશે
ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે
નાણાકીય પક્ષ સારો રહેશે
આજે જૂના મિત્રોને મળી શકોછો
ઉપાય – આજે શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ – વાદળી
કન્યા (પ,ઠ,ણ)
આજે સમયનો યોગ્ય ઉપયોગ કરો
ઉદાસી ભર્યા વાતાવરણથી દૂર રહેશો
વેપારમાં યોગ્ય વ્યવસ્થા રહેશે
વેપારમા સફળતા મેળવાની યોગ્ય તકો મળે
ઉપાય – આજે લોટથી કીડીયારું પૂરવું
શુભરંગ – પીળો
તુલા (ર,ત)
તમારી દિનચર્યામાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કરશો
આજે વ્યવસાયોમાં સફળતા મળશે
પેટની સમસ્યાઓથી રાહત મેળવો
આજે વિદ્યાર્થીવર્ગ માટે ઉત્તમ દિવસ બને
ઉપાય – આજે કીડીઓને ખાંડ ખવડાવવી
શુભરંગ – લીલો
વૃશ્ચિક (ન,ય)
આજે ધન સંબંધી કાર્યો ઉકેલાય
આજે ધારેલું કાર્ય પૂર્ણ થાય
જમીન-મકાનથી ફાયદો થાય
આજે વિચારોમા દિવસ પસાર થાય
ઉપાય – આજે વ્યાપાર ક્ષેત્રે કપૂરનો ધૂપ કરવો
શુભરંગ – જાંબલી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે નવી નોકરીની વાત આવે
નવી વ્યક્તિનું આગમન થાય
લગ્ન યોગ પ્રબળ બને
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું
ઉપાય – આજે ચોખાનું દાન કરવું
શુભરંગ – સોનેરી
મકર (ખ,જ)
આજનો દિવસ લાભકારક રહે
આજે તમારું સન્માન થાય
આજે મતભેદ થાય નહિ તેનું ધ્યાન રાખવું
તમારી આવડત થી ફાયદો થાય
ઉપાય – આજે શુક્ર ગ્રહ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ – રાખોડી
કુંભ (ગ,શ,સ,ષ)
માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય
આજે સામાજિક કાર્ય પૂર્ણ થાય
કામનો બોજો ઓછો થાય
તમારા મગજ પર કાબુ રાખવો
ઉપાય – આજે વેપારમાં હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ – રાતો
મીન (દ,ચ,ઝ,થ)
તમારી મહત્વકાંક્ષાઓથી કંપનીઓને ફાયદો થશે
બોસસાથે તમારા સંબંધો બગાડશો નહીં
તમારા શોખપર જરૂર કરતાં વધારે ધનખર્ચ થાય
પેટમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે
ઉપાય – આજે મહાલક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ – વાદળી
આજનો મહામંત્ર – ૐ પાશદણ્ડં ભુજવ્દયં યમં મહિષ વાહનમ્ |
યમં નીલં ભજે ભીમં સુવર્ણ પ્રતિમાગતમ્ ||

Whatsapp share
facebook twitter