+

આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ થવાની સંભાવના

આજનું પંચાંગ: તારીખ: 10 ડિસેમ્બર 2023, રવિવાર તિથિ: કારતક વદ બારસ નક્ષત્ર: સ્વાતિ યોગ: અતિગંડ કરણ: ગરજ રાશિ: તુલા (ર,ત) દિન વિશેષ: અભિજીત મૂહુર્ત: 12:11 થી 12:54 સુધી રાહુકાળ: 16:33…

આજનું પંચાંગ:

તારીખ: 10 ડિસેમ્બર 2023, રવિવાર
તિથિ: કારતક વદ બારસ
નક્ષત્ર: સ્વાતિ
યોગ: અતિગંડ
કરણ: ગરજ
રાશિ: તુલા (ર,ત)

દિન વિશેષ:

અભિજીત મૂહુર્ત: 12:11 થી 12:54 સુધી
રાહુકાળ: 16:33 થી 17:54 સુધી
વિજય મુહુર્ત: 14:20 થી 15:03 સુધી

મેષ (અ,લ,ઈ)

આજનો દિવસ લાભદાયક રહેશે
પોતાના કામની સાથે ઘરની જવાબદારીઓ પૂર્ણ કરશો
આજે વ્યવસાયિક લોકોને સારી કમાણી થશે
તમને તમારા કોઈ મિત્ર તરફથી આર્થિક લાભ મળી શકે છે
ઉપાય: લક્ષ્મી ગણેશની પૂજા કરો, સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવો
શુભરંગ: મરુન
શુભમંત્ર: ૐ શ્રીધરાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ તમારા માટે સુખ અને લાભમાં વધારો કરશે
આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે
સંબંધીઓ સાથે નાણાકીય વ્યવહાર કાળજીપૂર્વક કરવો
જીવનસાથીની પ્રગતિ જોઈને તમારું મન પ્રસન્ન રહેશે
ઉપાય: ‘સંકટનાશન ગણેશ સ્તોત્ર’નો પાઠ કરો
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ રઘુનાથાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

તમે તમારા કામ પ્રત્યે ઉત્સાહિત અને ખુશ રહેશો
તમારા નજીકના મિત્રો અને સંબંધીઓનો સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ અને જવાબદારીઓથી બચવું પડશે
વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે
ઉપાય: તાંબાના વાસણથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ દામોદરાય નમઃ ||

કર્ક (ડ,હ)

સામાજિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાથી પ્રભાવ વધશે
આજે તમે કેટલીક પારિવારિક સંપત્તિની પ્રાપ્તિથી ખુશ રહેશો
આજે તમે ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા કાર્યક્રમમાં ભાગ લેશો
ધંધાની ગતિ ધીમી રહેશે પરંતુ બાદમાં ઝડપી નફો મળશે
ઉપાય: શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વૈકુંઠાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે તમને આર્થિક બાબતોમાં લાભ અને પ્રગતિની તક મળશે
તમને તમારા કાર્યસ્થળ પર અધિકારીઓનો સહયોગ મળશે
આજે નવા કાર્યથી આર્થીક લાભ થવાની સંભાવના છે
પારિવારિક જીવનમાં આજે તમને તમારા પરિવારનો સહયોગ મળશે
ઉપાય: આજે દવાઓનું દાન કરવું તમારા માટે શુભ રહેશે
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ જનાર્દનાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે કોઈ વસ્તુની ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ થશે
દામ્પત્ય જીવનમાં ચાલતો અણબનાવ સમાપ્ત થશે
આજે ઉછીના પૈસા આપવામાં સાવચેતી રાખવી
નાણાકીય બાબતોમાં સમજદારીથી નિર્ણય લેવા
ઉપાય: બજરંગ બાણનો પાઠ કરો અને દીવો દાન કરો
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ત્રિવિક્રમાય નમઃ ||

તુલા (ર,ત)

તમારે તમારા કાર્યસ્થળનું કોઈપણ કામ બીજા પર ન છોડવું
આજે તમને વ્યવસાયમાં અપેક્ષા કરતા વધુ લાભ મળશે
કામકાજમાં આજનો દિવસ આનંદદાયક રહેશે
આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે
ઉપાય: કીડીઓને લોટ આપો અને દવાનું દાન કરો
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આપના માટે સફળતા અને ધન લાભનો દિવસ રહેશે
તમારી રુચિનું કામ કરવાની તક મળવાથી ખુશ રહેશો
આજે તમારે પ્રવાસ થવાની સંભાવના છે
આજે સ્ત્રી મિત્રની મદદથી લાભ મળી શકે છે
ઉપાય: દ્રશ્યમાન દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ઘ્ય અર્પણ કરો
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ હરયે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ શકે છે
આજે બેદરકારીને કારણે નુકસાન થવાની સંભાવના છે
તમારા વધતા ખર્ચને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરશો
આજે સાંજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે
ઉપાય: જરૂરિયાતમંદોને કપડાં અને ભોજનનું દાન કરો
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પ્રદ્યુમનાય નમઃ ||

મકર (ખ,જ)

આજે તમારી પારિવારિક જવાબદારીઓ વધશે
વ્યાપાર કરનારા લોકોને લાભની નવી તકો મળશે
સહકર્મીઓના કામના કારણે ગુસ્સે થઈ શકો છો
આજે વૈભવી વસ્તુઓ પર પૈસા ખર્ચવાની સંભાવના છે
ઉપાય: વિષ્ણુ મંદિરમાં ચણાની દાળ અને ગોળને પીળા કપડામાં બાંધીને આપો
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ અનિરુદ્ધાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે રાજકારણ સાથે સંકળાયેલા લોકોનો પ્રભાવ અને સન્માન વધશે
આજે તમને તમારા ભાઈઓ તરફથી સહયોગ મળશે
પારિવારિક વ્યવસાયમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે
સાંજે અચાનક કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે
ઉપાય: શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો અને સાંજે દીવામાં એક પૈસો દાન કરો
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

તમારા મનમાં નકારાત્મક વિચારો આવતા અટકાવો
પરિવારમાં પરસ્પર પ્રેમ અને સંવાદિતા રહેશે
જીવનસાથી દરેક કાર્યોમાં સફળ થશે અને તેમનો પ્રભાવ વધશે
વિદેશી કંપની સાથે વેપારમાં તમને ફાયદો થશે
ઉપાય: ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ અર્પણ કરો
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી:પતયે નમઃ ||

Whatsapp share
facebook twitter