+

આ રાશિના જાતકોને આજે સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે

Horoscope આજનું પંચાંગ તારીખ : ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવાર તિથિ : ચૈત્ર શુદ નવમિ નક્ષત્ર :આશ્લેષા યોગ : શૂલ કરણ : તૈતિલ રાશિ : કર્ક (ડ,હ) સૂર્યોદય: ૦૬:૧૯ સુર્યાસ્ત: ૧૮:૫૬…

Horoscope

આજનું પંચાંગ

તારીખ : ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવાર
તિથિ : ચૈત્ર શુદ નવમિ
નક્ષત્ર :આશ્લેષા
યોગ : શૂલ
કરણ : તૈતિલ
રાશિ : કર્ક (ડ,હ)
સૂર્યોદય: ૦૬:૧૯
સુર્યાસ્ત: ૧૮:૫૬

દિન વિશેષ

રાહુકાળ: ૧૨:૩૯થી ૧૪:૧૫ સુધી
વિજય મુહુર્ત ૧૪:૪૭ થી ૧૫: ૩૭
શ્રી રામ નવમિ,
શ્રી સ્વામિનારાયણ જયંતિ,
ચૈત્ર નવરાત્ર સમાપ્ત,
રવિયોગ

મેષ (અ,લ,ઈ)

આજનો દિવસ ઘણી રીતે ખાસ રહેવાનો છે.
પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોને લઈને તમે થોડા ચિંતિત રહી શકો છો.
કોઈના પર આંધળો વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.
તમને તમારા માતા તરફથી સારા સમાચાર મળી શકે છે.
ઉપાય : આજે રામજી ના દર્શન કરવા
શુભરંગ : લીલો
શુભ મંત્ર : ૐ પ્રમોદાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજનો દિવસ ઉર્જાથી ભરેલો રહેવાની આશા છે.
સ્વભાવમાં ચીડિયા રહેવાની સંભાવના છે.
ધાર્મિક કાર્યોમાં મન વ્યસ્ત રહેશે.
તમને દૂરના સંબંધીઓ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
ઉપાય : ગણેશજીને જાસુદનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ ઉમાયૈ નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેવાની આશા છે.
કોઈપણ કામ ઉતાવળમાં કરવાથી મોટી ભૂલ થઈ શકે છે.
નોકરીમાં તમને અધિકારીઓ તરફથી સન્માન મળી શકે છે.
પરિવાર સાથે પ્રવાસ થવાની સંભાવના છે.
ઉપાય : આજે લક્ષ્મીજીની પૂજા કરવી
શુભરંગ : નારંગી
શુભ મંત્ર : ૐ કમલલોચનાયૈ નમઃ ||

કર્ક (ડ,હ)

વ્યવસાયમાં આજે આવકના નવા સ્ત્રોત મળવાની સંભાવના છે.
આજે મોટું રોકાણ કરવાનું ટાળો, નહીં તો તમને નુકસાન થશે.
કોઈની ખોટી સલાહ નુકસાન પહોંચાડી શકે છે.
આજે ઉધાર આપેલા પૈસા પાછા મેળવી શકો છો.
ઉપાય : હનુમાનજીને ચૂરમાના લાડુ અર્પણ કરવા
શુભરંગ : ગુલાબી
શુભ મંત્ર : ૐ મયુરેસાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજનો દિવસ મિશ્રિત રહેવાની સંભાવના છે.
લેવડ-દેવડની બાબતે થોડી તકલીફ આવી શકે છે.
પારિવારિક સંબંધોમાં ચાલી રહેલી નારાજગી દૂર થઈ શકે છે.
બેરોજગારી આજે દૂર થાય તેવી શક્યતા છે.
ઉપાય : હનુમાનજીને બુંદી અર્પણ કરવી
શુભરંગ : કેસરી
શુભ મંત્ર : ૐ કપિંદ્રાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળી શકે છે.
સરકારી નોકરીમાં જોડાયેલા લોકોને ટ્રાન્સફર સંબંધિત સમાચાર મળી શકે છે.
તમને તમારી યોગ્યતા મુજબ કામ મળી શકે છે.
વેપારની બગડતી પરિસ્થિતિને સંભાળવામાં સમય લાગશે.
ઉપાય : સંકટમોચન સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : લાલ
શુભ મંત્ર : ૐ રામચંદ્રાય નમઃ ||

તુલા (ર,ત)

આજે સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે.
ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો.
તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.
વેપારમાં મંદીને દૂર કરવા માટે પ્રયાસ કરશો.
ઉપાય : સુર્યના 12 નામનો પાઠ કરવો
શુભરંગ : બહુરંગી
શુભ મંત્ર : ૐ સિતાવલ્લ્ભાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આજે તમે કોઈ શુભ પારિવારિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો.
કાર્યસ્થળમાં ભાગીદારીના કામમાં લાભ થશે.
માતા-પિતાની સલાહ માનીને ફાયદો થશે.
ટેલિકોમ્યુનિકેશનના માધ્યમોમાં વધારો થઈ શકે છે.
ઉપાય : યમુનાષ્ટ્કમ નો પાઠ કરવો
શુભરંગ : જામ્બલિ
શુભ મંત્ર : ૐ રધુનાથાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

નોકરીયાત લોકો માટે આજનો દિવસ સારો રહેશે.
તમને સંબંધીઓ સાથે ખુશીની પળો વિતાવવા માટે સમય મળશે.
લગ્નજીવનમાં આવતા અવરોધો દૂર થવાની સંભાવના છે.
આજે તમે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો.
ઉપાય : આજે અમ્બાજીને સુખડી અર્પણ કરવી
શુભરંગ : બદામિ
શુભ મંત્ર : ૐ ગૌરિશંકરાય નમઃ ||

મકર (ખ,જ,જ્ઞ)

આજનો દિવસ મિશ્રિત રહેવાની સંભાવના છે.
રચનાત્મક યોજનાઓને પ્રોત્સાહન મળશે.
નાણાકીય સ્થિતિમાં સુધારો થવાથી તમારું મન પ્રસન્ન રહેશે.
તમે તમારા માતા-પિતાના સહયોગથી નવું વાહન ખરીદી શકો છો.
ઉપાય : કાલિકા માતા ને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ : વાદળી
શુભ મંત્ર : ૐ દેવન્દ્રવંદિતાયૈ નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આજે સમજદારીથી આગળ વધવું ફાયદાકારક રહેશે.
કોઈપણ કાર્યમાં નીતિ નિયમો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે.
તમારે લેવડ-દેવડની બાબતમા સમસ્યાઓ થી બચવા સ્પષ્ટતા રાખવી જરૂરી છે.
તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો.
ઉપાય : આજે ગણેશજીને ઘી-ગોળ અર્પણ કરવા
શુભરંગ : કાળો
શુભ મંત્ર : ૐ શિવાયૈ નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

આજે તમે આર્થિક તંગીથી પરેશાન થઈ શકો છો.
ધંધામાં અટવાયેલા પૈસા તમને મળી શકે છે.
તમારા સ્વાસ્થ્યને લઈને થોડા સાવધાન રહો.
તમારા જીવનસાથી સાથે ટૂંકા અંતરની યાત્રા પર જવાની સંભાવના છે.
ઉપાય : આજે કુળદેવીને લાલ ચુંદ્ડી અર્પણ કરવી
શુભરંગ : પીળો
શુભ મંત્ર : ૐ શ્રીં શ્રીયૈ નમઃ ||

Whatsapp share
facebook twitter