+

Gupta Navratri : આજથી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ..

Gupta Navratri : અષાઢ સુદ એકમ એટલે કે આજથી ગુપ્ત નવરાત્રી (Gupta Navratri) નો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે ત્યાં કુલ ચાર નવરાત્રીનું મહત્વ છે જેમાં ચૈત્ર અને આસો નવરાત્રી…

Gupta Navratri : અષાઢ સુદ એકમ એટલે કે આજથી ગુપ્ત નવરાત્રી (Gupta Navratri) નો પ્રારંભ થઈ રહ્યો છે. આપણે ત્યાં કુલ ચાર નવરાત્રીનું મહત્વ છે જેમાં ચૈત્ર અને આસો નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે ,જ્યારે મહા મહિનામાં અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રી આવતી હોય છે. ગુપ્ત નવરાત્રીમા ભક્તિનું વધારે મહત્વ હોય છે. નવરાત્રી દરમિયાન શક્તિપીઠ અંબાજી સહિત ગુજરાતમાં આવેલા તમામ માઇ મંદિરોમાં ભક્તો માતાજીના દર્શ માટે ઉમટી પડશે.

ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓને સમર્પિત

માઘ અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓને સમર્પિત છે. આ દરમિયાન દેવીની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે. તાંત્રિક અને અઘોરીઓ માટે ગુપ્ત નવરાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેઓ 9 દિવસ સુધી તપસ્યા અને સાધના કરે છે તેમને દુર્લભ સિદ્ધિઓ મળે છે.

ગુપ્ત નવરાત્રિ આજે શનિવાર, 6 જુલાઈ, 2024થી શરૂ

અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ આજે શનિવાર, 6 જુલાઈ, 2024થી શરૂ થઇ છે અને સોમવાર, 15 જુલાઈ, 2024 ના રોજ સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિની 10 મહાવિદ્યાઓ મા કાલી, તારા દેવી, ષોડશી, ભુવનેશ્વરી, ભૈરવી, છિન્નમસ્તા, ધૂમાવતી, બગલામુખી, માતંગી અને કમલા દેવીની પૂજા કરવામાં આવે છે.

વર્ષ દરમિયાન ચાર વખત નવરાત્રી

વર્ષ દરમિયાન ચાર વખત નવરાત્રી આવે છે. જેમાં ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવનારી નવરાત્રિને મોટો ઉત્સવ માનવામાં આવે છે. તો માઘ અને અષાઢમાં આવનારી નવરાત્રીને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. હાલમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે અને ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈના રોજ છે.

મા દુર્ગાના નવ રૂપની પૂજા

નવરાત્રીમાં મા દુર્ગાના નવ રૂપની પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની પૂજા પણ કરવામાં આવે છે. નિયમ પ્રમાણે જો પૂજા ન કરવામાં આવે તો મા દુર્ગા કોપાયમાન થઈ શકે છે અને જીવન પર ઘણા સંકટ પણ આવી શકે છે.

અષાઢ ગુપ્ત નવરાત્રિ 2024 ઘટસ્થાપન મુહૂર્ત

અષાઢ મહિનાની પ્રતિપદા તિથિ 6 જુલાઈ, 2024ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થશે અને 7મી જુલાઈ, 2024ના રોજ સવારે 04:26 વાગ્યે સમાપ્ત થશે. જેમાં તાંત્રિક પ્રથમ દિવસે ઘટસ્થાપન કરે છે. ગૃહસ્થ જીવન જીવતા લોકો સામાન્ય પૂજા કરે છે.

ઘટસ્થાપન મુહૂર્ત – સવારે 05.29થી 10.07 સુધી

ઘટસ્થાપન અભિજિત મુહૂર્ત – 11.58થી – 12.54 સુધી

ગુપ્ત નવરાત્રિનું મહત્વ

શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુ:ખ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. દરેક યુગમાં નવરાત્રિનું પોતાનું આગવું મહત્વ રહ્યું છે. સતયુગમાં ચૈત્ર માસની નવરાત્રિ વધુ પ્રચલિત હતી, જ્યારે ત્રેતાયુગમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ, દ્વાપર યુગમાં માઘ માસની ગુપ્ત નવરાત્રિ અને કળીયુગમાં અશ્વિન અને શારદીય નવરાત્રિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

 

આ પણ વાંચો– Modhera-દેવી માતંગી, દસ મહાવિદ્યાઓમાંની નવમી મહાવિદ્યા.

Whatsapp share
facebook twitter