+

Discretion in religion-કથા સુણી સુણી ફૂટ્યા કાન

Discretion in religion એટલે કે શાસ્ત્રો કે ધર્મગ્રંથો વાંચી અર્થઘટનમાં વિવેકબુધ્ધિની વાત. મૂળ લોકોની  સમસ્યા મહાભારતના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણને સમજવાની જ છે.  જેનું નિરાકરણ લાવતાં બીજી પ્રચ્છન્ન સમસ્યાઓનો નિવેડો…

Discretion in religion એટલે કે શાસ્ત્રો કે ધર્મગ્રંથો વાંચી અર્થઘટનમાં વિવેકબુધ્ધિની વાત. મૂળ લોકોની  સમસ્યા મહાભારતના કૃષ્ણ અને ભાગવતના કૃષ્ણને સમજવાની જ છે.  જેનું નિરાકરણ લાવતાં બીજી પ્રચ્છન્ન સમસ્યાઓનો નિવેડો પણ આવી જાય. કૃષ્ણને સમજવાની આપની બુધ્ધિ સીમિત છે.તો ય કથાઓ સાંભળી સાંભળ,શાસ્ત્રો વાંચી વાંચી આપણે ગોટે ચડયા છીએ.. અલબત્ત,બુદ્ધિની-સમજની મર્યાદાથી ઊણપ કે યોગેશ્વરને સમજવામાં કચાશ રહી જ જાય.  કોઈને ગળે ન ઊતરે કે સ્વીકાર્ય ન હોય એ શક્ય છે એટલે જ આપનો કૃષ્ણ બીજાના માથે ન મરાય. એ યોગેશ્વર પણ છે. ગીતા પ્રબોધક પણ છે,રંગીલો રસિયો પણ છે,માખણચોર પણ છે તો સમાજના છેવાડાના જણનો કાળિયો ઠાકર પણ છે.  

જે લોકોને આ તારણો સાથે સહમત ન થવું હોય એ લોકો સાથે ન તો કોઈ જીભાજોડી કરાય કે બળજબરી કરાય. કૃષ્ણ એવું પાત્ર છે જે અલગ અલગ વ્યક્તિની અલગ અલગ વિભાવના મુજબ અલગ હોય શકે. છે,

સૌને પોતપોતાની માન્યતાઓ મુબારક. સૌને પોતપોતાના ધર્મ-સંપ્રદાય-પંથ-વાડાના ધર્માચાર્ય દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું હોય તે મુબારક.

કેટલીક અવધારણાઓ

૧. મહાભારતની રચનાના હજારો વર્ષ પછી જે ભાગવત પુરાણ રચાયું છે તેનો રચનાકાળ જાણી જોઈને ભૂંસી કાઢવામાં આવ્યો હોવો જોઈએ જેથી ભોળી પ્રજા ભવિષ્યમાં એવું માનતી થઈ જાય કે બેઉનું સર્જન એક જ કાળમાં થયું છે. આવો ભ્રષ ફેલાવવાથી ભાગવતના કૃષ્ણને આપોઆપ લોકમાન્યતા પ્રાપ્ત થઈ જાય. ભાગવત કે અન્ય પુરાણોમાં લખ્યું હોય કે મહાભારત કે વેદ-ઉપનિષદમાં પણ આ જ વાત લખી છે તો એનો મતલબ એવો નથી થતો કે ભાગવત કે અન્ય પુરાણો મહાભારત કે વેદ- ઉપનિષદની સમકક્ષ થઈ ગયાં.આમ ભાગવતમાં કે અન્ય પુરાણોમાં જે કંઈ સારું છે તે અગાઉનાં શાસ્ત્રોમાંથી લીધેલું હોય. આને કારણે પુરાણોને દોષ આપવો નહીં. મૂળ ગ્રંથોનો આદર કરવાનો હોય.આને કહેવાય Discretion in religion.

ધર્મગ્રંથોનું અણઘડ રિમિકસિંગ

ર. થોડીક સદીઓ પહેલાં આ બધાં પુરાણો રચાયાં જેમાં નવી વાર્તાઓ-કલ્પનાના ગુબ્બારાઓ છે. એના રચયિતાઓએ પોતાના સ્વાર્થ ખાતર અથવા પોતાની મોજ ખાતર અથવા પોતાના અને અન્યોના પેટ ભરવા માટે-આજીવિકા માટે અથવા પોતાના મનમાંની ગંદકીને પ્રગટ કરવા માટે અથવા કોઈ દ્વેષ ખાતર અથવા તો અન્ય કોઈ પણ કારણોસર અગાઉનાં પવિત્ર ગ્રંથો (વેદ- ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા)નું અણઘડ રિમિક્સિગં કરીને જે રચ્યું હોય તે માત્ર એટલા માટે સ્વીકારી લેવું કે તે સદીઓ જૂનું છે કે એમાં લાખો લોકોને શ્રદ્ધા છે. પણ એ તો મૂર્ખામી થઈ.

આજની તારીખે કોઈ લખે કે વિષ્ણુનો ૨પમો અવતાર માલ્યાવતાર છે જે ગોપીઓનાં વસ્ત્રહરણ કરીને એનાં ચિત્રોને દિનદર્શિકાઓમાં(Calannders) છપાવતો અને દુનિયાને સ્વર્ગ બનાવી દેવાના આશયથી સોમરસની નદીઓમાંથી બાટલીઓ ભરીભરીને પ્રજામાં વેચતો અને કૃષ્ણ…

હજાર વર્ષ પછી આજે, આ રીતે લખાયેલું માલ્યાપુરાણ ૧૯મા પુરાણ તરીકે સ્વીકાર્ય હશે એવું આજે કોઈ કહે તો કેટલું હાસ્યાસ્પદ લાગે? આવું હાસ્યાસ્પદ આપણને આ પુરાણોના વાચન-એના પ્રસારણ વખતે, એની રચના થઇ ત્યારે જો લાગ્યું હોત તો આ દેશનો ધર્મ ઘણી બધી બાબતોમાં અનેક અષ્ટમપષ્ટમ અને અગડમબગડમથી બચી ગયો હોત.

કોઈકે ‘અલ્લાનોપનિષદ’ લખ્યું છે

તમને લાગે છે કે માલ્યાપુરાણની વાત અહીં મજાકરૂપે કરી છે? ના. અત્યંત ગંભીરતાથીઅને સમજીવિચારીને કરી છે. જો તમે ટ્વિટર પર હશો તો True Indology નામના હેન્ડલથી પરિચિત હશો. ભારતની સંસ્કૃતિ, પરંપરા અને સનાતન ધર્મ વિશે ચિક્કાર સજ્જતા સાથે અને જડબેસલાક પુરાવા આપીને વાત કરે છે. એમની TL (Time Line) માં ખાંખાખોળા કરશો તો જાણવા મળશે કે કોઈકે ‘અલ્લાનોપનિષદ’ લખ્યું છે જેમાં અકબર બાદશાહનાં ગુણગાન ગવાયાં છે.

એટલે જ શાસ્ત્રો વાંચવાં,કથાઓ સાંભળવી પણ પોતાની વિવેક બુધ્ધિ વાપરવી નહીં તો ઓડનું ચોડ થઈ જાય.

આ પણ વાંચો- Bhagavad Gita-મન ચંગા તો કથારોટમાં ગંગા 

Whatsapp share
facebook twitter