+

CHAITRA NAVRATRI : અશ્વિની નક્ષત્ર, અમૃતસિધ્ધીના સંયોગ સાથે આ નવરાત્રીનું મહત્વ વધુ

સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે વર્ષમાં ત્રણ વખત આવતી નવરાત્રી પૈકી CHAITRA NAVRATRI નો તા.૯ એપ્રિલથી પ્રારંભ થનાર છે અને કોઈપણ જાતની તીથીના ક્ષય…

સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઉનાળાનો પ્રારંભ થઈ ચુકયો છે ત્યારે વર્ષમાં ત્રણ વખત આવતી નવરાત્રી પૈકી CHAITRA NAVRATRI નો તા.૯ એપ્રિલથી પ્રારંભ થનાર છે અને કોઈપણ જાતની તીથીના ક્ષય વિના આ નવરાત્રી ૧૭ એપ્રિલે પૂર્ણ થશે. CHAITRA NAVRATRI દરમ્યાન અશ્વિની નક્ષત્ર અમૃત સિધ્ધીના અદભુત સહયોગ સાથેની આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન માતાજીના અનેક ઉપાસકો ઉપવાસ કરી પુજા અર્ચના કરશે.

વર્ષમાં આવે છે ત્રણ વાર નવરાત્રી

શાસ્ત્રોના જણાવાયા મુજબ, વર્ષમાં ત્રણ વખત આવતી નવરાત્રી પૈકી CHAITRA NAVRATRI અને આસો નવરાત્રી દરમ્યાન માતાજીના અનેક ઉપાસકો શ્રધ્ધા અને ભક્તિભાવ પુર્વક માતાજીની પુજા અર્ચના કરીને નવ દિવસ સુધી તેઓ પોતાનું મન અને વિચારોને શુધ્ધ રાખવાનો પ્રયાસ કરે છે. ત્યારે વિજયનગરના જયોતિષ દેવશંકર ભટ્ટના જણાવાયા મુજબ આ વર્ષે CHAITRA NAVRATRI દરમ્યાન એકપણ તીથી ક્ષય થતો નથી જેથી તેને પુજા અર્ચના માટે શ્રેષ્ઠ નવરાત્રી તરીકે ઓળખવામાં આવી રહી છે.

CHAITRA NAVRATRI નો છે આ ખાસ મહિમા

CHAITRA NAVRATRI દરમ્યાન ખગોળ શાસ્ત્રની રીતે જોવા જઈએ તો અશ્વિની નક્ષત્ર અમૃત સિધ્ધીના અદ્ભુત સહયોગ સાથે આ નવરાત્રી તા.૯ એપ્રિલથી શરૂ થવાની છે. જોકે આસો નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રીનું મહત્વ વધે છે તે પાછળનું કારણ એવુ છે કે નવરાત્રી દરમ્યાન જો તીથીનો ક્ષય થતો હોય તો પુજાના ફળ જે મળે છે તેમાં ઉણપ વર્તાય છે.

તા.૯ એપ્રિલના રોજ મંગળવારે લાભ ચોઘડીયામાં નવરાત્રી બેસી રહી છે ત્યારે અમૃત સિધ્ધી રાજયોગ, રવિયાગ હોવાથી નવરાત્રીનો પ્રારંભ તા.૯ એપ્રિલ ૭.૩૩ કલાકે કુમારયોગમાં થશે, અમૃત સિધ્ધીયોગ પણ તે સમયથી શરૂ થાય છે. ત્યારબાદ તા.૧૩ એપ્રિલના રોજ રાજયોગ છે અને ચૈત્રસુદ પાંચમને શનિવારે મીનારક કમુરતા પૂર્ણ થયા બાદ ફરી પાછ શુભ પ્રસંગો શરૂ થશે.

ચૈત્રી શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચંદ્રઘંટા, કૃષ્માંડ, સ્કંદમાતા, કાત્યાયની કાલ રાત્રી, મહાગૌરી, સિધ્ધદાત્રીના સ્વરૂપે આધ્ય શક્તિના નવ જુદા જુદા સ્વરૂપની ઉપાસકો પુજા અર્ચના કરે છે. ચૈત્રી નવરાત્રીની આઠમ બાદ રામનવમી ઉજવાય છે આ વર્ષે દેવી દુર્ગાની સવારી જોતા પાક સંપતી માટે ફળદાઈ છે. ચૈત્રીકુંડલીમાં ધનલગ્નનો પ્રવેશ થાય છે, અગ્ની તત્વ છે એટલે દાન લગ્નમાં ગ્રહણ યોગ છે જે અશુભ સાબિત થવાની શકયતા નકારી શકાતી નથી.

અહેવાલ – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : RASHIFAL : આ રાશિના જાતકોને આજે તમને લાભ પ્રાપ્તિના અવસર મળશે

Whatsapp share
facebook twitter