+

નોબેલ પારિતોષિક વિજેતાએ કર્યા ભારતના વખાણ, કહ્યું કે, Indian economy the best

Indian Economy: નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી એ. માઈકલ સ્પેન્સે ભારતને સૌથી વધુ સંભવિત વૃદ્ધિ દર સાથેનું મુખ્ય અર્થતંત્ર ગણાવતા કહ્યું છે કે, ભારતીય અર્થતંત્રએ અત્યાર સુધી વિશ્વમાં શ્રેષ્ઠ ડિજિટલ અર્થતંત્ર…

Indian Economy: નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી એ. માઈકલ સ્પેન્સે ભારતને સૌથી વધુ સંભવિત વૃદ્ધિ દર સાથેનું મુખ્ય અર્થતંત્ર ગણાવતા કહ્યું છે કે, ભારતીય અર્થતંત્રએ અત્યાર સુધી વિશ્વમાં શ્રેષ્ઠ ડિજિટલ અર્થતંત્ર અને નાણાકીય માળખું બનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, 2001માં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત સ્પેન્સે સોમવારે ગ્રેટર નોઈડામાં સ્થિત બેનેટ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

ભારતને સૌથી વધુ સંભવિત વૃદ્ધિ દરનું અર્થતંત્ર ગણાવ્યું

તેમણે કહ્યું હતું કે, ‘ભારત અત્યારે સૌથી વધુ સંભવિત વૃદ્ધિ દર વાળી પ્રમુખ અર્થવ્યવસ્થા છે. ભારતે અત્યાર સુધી વિશ્વમાં શ્રેષ્ઠ ડિજિટલ અર્થતંત્ર અને નાણાકીય માળખું બનાવ્યું છે. તે ખુલ્લું અને સ્પર્ધાત્મક છે અને વ્યાપક વિસ્તાર પર સેવાઓની વ્યાપક શ્રેણી પૂરી પાડે છે.’ વિશ્વવિદ્યાલય તરફથી જાહેર કરવામાં આપવામાં આવેલા નિવેદન પ્રમાણે, સ્પેન્સે એવું પણ કહ્યું હતું કે, દુનિયા અત્યારે ‘વૈશ્વિક અર્થતંત્રના શાસનમાં એક પ્રકારનું પરિવર્તન’ અનુભવી રહી છે.

વિશ્વવિદ્યાલય તરફથી આ નિવેદન જાહેર કરવામાં આવ્યું

બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક અર્થવ્યવસ્થાના ઉત્ક્રાંતિનો ઉલ્લેખ કરતાં સ્પેન્સે જણાવ્યું હતું કે, 70 વર્ષ જૂની વૈશ્વિક વ્યવસ્થા રોગચાળા, ભૌગોલિક રાજકીય તણાવ અને આબોહવાનાં આંચકાઓ દ્વારા ખંડિત થઈ રહી છે. તેમણે કહ્યું કે, કાર્યક્ષમતા અને તુલનાત્મક લાભના વિચારો પર કેન્દ્રિત વૈશ્વિક પુરવઠા શૃંખલા જેવા આર્થિક ધોરણો પર બનેલી વૈશ્વિક વ્યવસ્થા ઝડપથી બદલાઈ રહી છે. તેમણે કહ્યું, ‘આંચકા પ્રત્યે સંવેદનશીલ વિશ્વમાં એક જ સ્ત્રોત હોવાનો કોઈ અર્થ નથી.’

ભારતીય અર્થતંત્રના સ્પેન્સે કર્યા ભારે વખાણ

તેમણે વધુમાં કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્રમાં મૂળભૂત પરિવર્તન થઈ રહ્યું છે કારણ કે ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર પૂર્વીય વિશ્વ તરફ સ્થળાંતર કરી રહ્યું છે. આ સપ્લાય ચેઇનમાં વૈવિધ્યીકરણ કરી રહ્યું છે અને વૈશ્વિક શાસનને પહેલા કરતા વધુ જટિલ બનાવે છે. જાણીતા અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે પડકારજનક સમય હોવા છતાં, માનવ કલ્યાણને વધારવા માટે વિરોધી પગલાં લેવામાં આવે છે ત્યારે આશાવાદ છે. તેમણે ‘જનરેટિવ AI’, બાયોમેડિકલ જીવન વિજ્ઞાનમાં ક્રાંતિ અને મોટા પાયે ઊર્જા સંક્રમણ જેવા ફેરફારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આ પણ વાંચો: તમારૂં Instagram એકાઉન્ટ ક્યા ક્યા લોગ ઈન છે? આ રીતે કરો secure

Whatsapp share
facebook twitter