+

શેરબજાર આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યું, NIFTY ના તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં વધારો નોંધાયો

આજરોજ એટલે કે 19 જૂનના રોજ SENSEX/NIFTY ઓલ ટાઈમ હાઈ ઉપર ખૂલ્યું છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ SENSEX સવારે 9.25 વાગ્યે 186.08 પોઈન્ટના વધારા સાથે 77487.22 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો…

આજરોજ એટલે કે 19 જૂનના રોજ SENSEX/NIFTY ઓલ ટાઈમ હાઈ ઉપર ખૂલ્યું છે.બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ SENSEX સવારે 9.25 વાગ્યે 186.08 પોઈન્ટના વધારા સાથે 77487.22 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક નિફ્ટી પણ 32.05 પોઈન્ટના ઉછાળા સાથે 23589.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.શેરબજારની શરૂઆતના કામકાજમાં નિફ્ટીના તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં વધારો નોંધાઈ રહ્યો હતો.

જો આપણે શેરબજારની શરૂઆતની કામગીરીમાં વેગ દર્શાવનાર કંપનીઓના શેરની વાત કરીએ તો તેમાં સનોફી ઈન્ડિયા, ચંબલ ફર્ટિલાઇઝર્સ, ફેક્ટ, રામકૃષ્ણ ફોર્જિંગ અને કોચીન શિપયાર્ડના શેરનો સમાવેશ થાય છે. જ્યારે જે કંપનીઓના શેર પાછળ રહ્યો હતો તેમા વેબકો ઈન્ડિયા, શોભા, પ્રેસ્ટિજ એસ્ટેટના શેર, ગ્રાન્ડ ફાર્મા, ઈન્ડસ ટાવર્સ, ફોનિક્સ મિલ્સ અને ગોડફ્રે ફિલિપ્સનો સમાવેશ થાય છે.

અમેરિકાના સકારાત્મક વલણનો થઈ રહ્યો ફાયદો

તમામ ક્ષેત્રોમાં, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ એન્ડ ગેસ અને ઓટો સૂચકાંકો ટ્રેડિંગ સેશન દરમિયાન સૌથી વધુ નુકસાનકર્તા તરીકે ઉભરી આવ્યા હતા, ત્યારબાદ PSU બેન્કો અને મેટલ સૂચકાંકો હતા. બેન્કો અને ફાઇનાન્શિયલ સર્વિસિસમાં વધારો થયો હતો, જ્યારે FMCG અને ફાર્મામાં ઘટાડો જોવા મળ્યો હતો.વૈશ્વિક બજારોમાં ખાસ કરીને અમેરિકાના સકારાત્મક વલણનો પણ બજારને ફાયદો થઈ રહ્યો છે.કારણ કે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.

એશિયન શેરબજારોમાં તેજી જોવા મળી હતી

ટેક શેરોમાં આવેલી તેજીને કારણે એશિયન શેરબજારોમાં તેજી જોવા મળી હતી. એશિયન શેરબજારો ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. શેરબજારમાં એવી અપેક્ષા છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં ઘટાડો કરી શકે છે.

આ પણ વાંચો : MUS Bank Recruitment: ગુજરાતના યુવાનો માટે બેંકે જાહેર કરી ભરતી, કુલ 50 પોસ્ટ

Whatsapp share
facebook twitter