+

RBIએ રેપો રેટને લઈ લીધો મહત્ત્વનો નિર્ણય, અહીં જાણો RBI ગવર્નરે શું કહ્યું?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોનધારકોને મોટી રાહત આપી છે. આરબીઆઈ દ્વારા રેપો અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની…

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ લોનધારકોને મોટી રાહત આપી છે. આરબીઆઈ દ્વારા રેપો અને રિવર્સ રેપો રેટ યથાવત રાખવામાં આવ્યા છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, MPCએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે.

જણાવી દઈએ કે, મોનેટરી પોલિસી કમિટિ (MPC)ની બેઠક 6થી 8 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી, જેમાં આરબીઆઈએ રેપો રેટને 6.5 ટકા પર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સતત પાંચમી વખત ચિહ્નિત કરે છે, જ્યારે વ્યાજદર યથાવત રાખવામાં આવ્યો છે. આ નિર્ણયથી લોનધારકોને મોટી રાહત મળી છે, હવે ઈએમઆઈમાં કોઈ ફેરફાર થશે નહીં. કેટલાક નિષ્ણાતો પણ એવી અપેક્ષા રાખતા હતા કે આરબીઆઈ ગવર્નર રેપો રેટને સ્થિર રાખવાનો નિર્ણય લેશે કારણ કે ફુગાવોનો દર આરબીઆઈના અંદાજની નજીક છે.

 

 

એમપીસીની બેઠક બાદ આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ ભારતીય અર્થવ્યવસ્થાએ સારું પ્રદર્શન કર્યું છે અને મજબૂત રહી છે. બેંકોના બેલેંસ સીટમાં પણ મજબૂતી જોવા મળી છે. કેન્દ્રીય બેંકની એમપીસીએ રેપો રેટ 6.5 ટકા પર સ્થિર રાખ્યો છે. આ નિર્ણય બાદ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ અને બેંક રેટ 6.75% પર યથાવત છે. RBI ગવર્નરે FY24માં GDP વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ 2024માં CPI 5.4 રહેવાનો અંદાજ છે.

 

આ પણ વાંચો- PAN CARD REPRINT : ઘરે બેઠા માત્ર આટલા રૂપિયામાં મેળવો નવું પાન કાર્ડ, જાણો કેવી રીતે…

Whatsapp share
facebook twitter