+

‘સાહેબ..દિવાળી આવે છે અને અમને થોડા રુપિયા મળે એ માટે લાઇનમાં ઉભા છીએ’

2000ની નોટ બદલવા ગરીબોનો સહારો! અમદાવાદમાં RBI બહાર લાગી કતારો 100 રૂપિયાના ભાડામાં નોટ બદલવાનું રેકેટ ભાડૂતી માણસોને લાઈનમાં ઉભા રખાયા દરરોજ લાખો રૂપિયાની નોટો બદલાય છે અમીરોના નાણાં બદલવા…
  • 2000ની નોટ બદલવા ગરીબોનો સહારો!
  • અમદાવાદમાં RBI બહાર લાગી કતારો
  • 100 રૂપિયાના ભાડામાં નોટ બદલવાનું રેકેટ
  • ભાડૂતી માણસોને લાઈનમાં ઉભા રખાયા
  • દરરોજ લાખો રૂપિયાની નોટો બદલાય છે
  • અમીરોના નાણાં બદલવા ગરીબોનો આધાર!
  • લાઈનમાં ઉભા રહેલા લોકોની કબૂલાત

ગત 19 મે, 2022 ના રોજ, RBI એ 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તે સમયે RBIએ કહ્યું કે Clean Note Policy હેઠળ RBIએ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. ગત 30 સપ્ટેમ્બર નોટ જમા કરાવવાની અંતિમ તારીખ હતી અને ત્યાર બાદ RBI માં 2000 રૂપિયાની ચલણી નોટ બદલી આપવામાં આવે છે. અમદાવાદમાં RBI ની બહાર 2000 રુપિયાની નોટ બદલવા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. જો કે નવાઇની વાત એ છે કે 100 રુપિયાનું ભાડુ આપીને કેટલાક લોકો ગરીબ માણસને નોટ બદલવાની લાઇનમાં ઉભા રાખી રહ્યા છે. અમીરોના નાણાં બદલવા માટે ગરીબોનો આધાર લેવાઇ રહ્યો છે.

ગરીબોની લાચારીનો લાભ

2000 રુપિયાની ચલણી નોટ બદલવા માટે અમદાવાદની RBIની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. RBI દ્વારા જાહેર કરાયું છે કે હવે 2000ની ચલણી નોટ માત્ર RBI માં જ બદલી શકાશે અને તેથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. જો કે આ લાંબી લાઇનોમાં મોટાભાગે સામાન્ય અને ગરીબ વર્ગના વ્યક્તિઓ વધુ જોવા મળી રહ્યા છે કારણ કે તેમની લાચારીનો લાભ ઉઠાવીને કેટલાક માલેતુજારો ગરીબ વ્યક્તિને કતારમાં ઉભા રહેવાનું ભાડુ આપી રહ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

ભાડુતી માણસોને લાઈનમા ઉભા રાખીને નોટો બદલાઈ રહી છે

RBI ની બહાર જે લાંબી કતાર જોવા મળી રહી છે તેમાં ભાડુતી માણસોને લાઈનમા ઉભા રાખીને નોટો બદલાઈ રહી હોવાનું જોવા મળી રહ્યું છે. અનેક લોકો પોતાનું કાળુ નાણું ગરીબોના હાથમાં આપીને બદલાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ગરીબોના આધાર પુરુાવાનો ઉપયોગ કરીને માલેતજારો પોતાનું કાળુ નાણું બદલાવી રહ્યા છે. લાઇનમાં ઉભા રહેલા ગરીબ વ્યક્તિને લાઇનમાં ઉભા રહીને નોટ બદલી આપવાના બદલામાં 100 રુપિયાનું ભાડુ મળી રહ્યું છે.

સાહેબ…દિવાળી આવી રહી છે અને થોડા પૈસા મળી જાય

લાઇનમાં ઉભા રહેલા લોકો સાથે આ બાબતે વાત કરતાં તેમણે કહ્યું કે સાહેબ…દિવાળી આવી રહી છે અને થોડા પૈસા મળી જાય તે માટે અમે લાઇનમાં ઉભા છીએ. અમને કોઇ નોટ આપે છે અને એ નોટો બદલાવી રહ્યા છે. લાઈનમાં ઉભા રહેલા લોકોની આ કબૂલાત ચોંકાવનારી છે. આરબીઆઇમાં દરરોજ લાખો રૂપિયાની નોટો બદલાય છે અને અમીરોના નાણાં બદલવા ગરીબોનો આધાર લેવાઇ રહ્યો છે.

આ પણ વાંચો—મોદી સરકાર જલ્દી જ કેન્દ્રિય કર્મચારીઓને આપી શકે છે GOOD NEWS

Whatsapp share
facebook twitter