+

GUJARAT BUDGET 2024 LIVE : નમો લક્ષ્મી યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે

GUJARAT BUDGET 2024 LIVE : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ ગયું હતું. ત્યારે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી…

GUJARAT BUDGET 2024 LIVE : ગુજરાત વિધાનસભાનું (Gujarat Legislative Assembly) બજેટ સત્ર ગુરુવારથી શરૂ થઈ ગયું હતું. ત્યારે બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઇ (Finance Minister Kanubhai Desai ) દ્વારા ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે નાણામંત્રી કનુભાઈ દેસા ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે. અને બજેટ રજૂ કરવા માટે પણ તૈયાર છે ત્યારે કનુભાઈ દેસાઇ દ્વારા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનું પેપરલેસ બજેટ આજે રજૂ કરવામાં આવી રહ્યું છે. અને આ બજેટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બજેટમાં તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યા છે. અને આની સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બજેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આગામી 25 વર્ષનો રોડમેપ પણ રજૂ કરવામાં આવ્યો છે તેમ કનુભાઈ દેસાઇ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ બજેટમાં છેવાડાના માનવી સુધી સરકારની બધી યોજનાઓનો લાભ પહોંચે તેમજ આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યની ડેમોક્રેસી વધી શકે છે. અને ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં જ દેવતાઓ વાસ કરે છે. તેથી દરેક ક્ષેત્રમાં મહિલાઓને સ્થાન મળે તે હેતુસર સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું

નાણામંત્રી કનુ દેસાઇએ વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા રાજ્યનો વિકાસ દર 14.9 ટકા હોવાનું જણાવવામાં આવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ ગુજરાતની ઓળખ બની ગઇ છે. આપણે ગુણવંતુ ગુજરાત, ગરવુ ગુજરાત બનાવવાની નેમ છે.

નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી

નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓને 10 હજારની સહાય આપવામાં આવશે. ધો. 11 અને 12ના વિદ્યાર્થીઓને 15 હજારની સહાય આપવામાં આવશે. 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પર 50 હજારની સહાય આપવામાં આવશે. આમ રાજ્યના 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે.

8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત

ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અને 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરી છે. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા,સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

ઇમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત

ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત કરી છે. જેમાં 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે જ અહીં ગુજરાતના બજેટમાં જનરક્ષક યોજનાની જાહેરાત કરી છે. ત્યારે આ યોજના હેઠળ 1100 જન રક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટેની જોગવાઈ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ કરી છે. આર્થિક સહાય યોજના અંતર્ગત 11 લાખ લાભાર્થીઓને વાર્ષિક પેન્શન આપવા 1398 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ ની 61 હજારકન્યાઓને મામેરા માટે 74 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકોને માસિક આર્થિક સહાય માટે 74 કરોડ, આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના માટે 20 કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

જનરક્ષક નામની યોજના શરૂ કરવામાં આવી

રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર જાહેર કર્યો છે. આ એક જ નંબર 112 નંબર પોલીસ ,ફાયરબીગ્રેડ અને બીજી ઈમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. અને આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં પોલીસ અને સાધનોથી સુજજ 1100 જનરક્ષક વાહનોનું માળખું ગોઠવવામાં આવશે.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ ₹12,138 કરોડની જોગવાઈ

ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને “સશક્ત અને આત્મનિર્ભર” બનાવી લખપતિ બનાવવા સરકાર કાર્ય કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા તેમજ સુઘડતા સુનિશ્ચિત કરવા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત યોજનાકીય કામો સાથે જન-ભાગીદારી થકી લાંબાગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને યોજનાઓના અમલમાં ગતિ અને ગુણવત્તા લાવવા પંચાયતી રાજની સંસ્થાઓમાં ૨૦૦૦ નવી તાંત્રિક અને બિન તાંત્રિક જગ્યાઓ ઉભી કરી સમગ્ર વહીવટી માળખાને સુદ્રઢ કરવામાં આવશે.

બજેટમાં પત્રકારો માટે જોગવાઈ કરવામાં આવી

ગુજરાતના વર્ષ 2024-25ના બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં 25 વર્ષથી 60 વર્ષ વચ્ચેની વયના માન્યપત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં 1 લાખથી વધારી 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ અકસ્માત મૃત્યુમાં 5 લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કરવામાં આવી છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી છે.

શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઇ

શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે. જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. 65 હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે. જયારે બીજા 45 હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે. વધુમાં, 6 હજાર શાળાઓમાં 1 લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે જ્યારે બીજી 15 હજાર શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ 2024-25 ની બજેટ જોગવાઇમાં 11,463 કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે 55,114 કરોડ કરવામાં આવી છે.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹113 કરોડની જોગવાઈ

વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે ₹116 કરોડની જોગવાઈ

3000 ગ્રંથાલયોને ₹120 કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્સ મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹ 122 કરોડની જોગવાઈ

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઉભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 20,100 કરોડની જોગવાઇ

“સર્વે સન્તુ નિરામયા:”ની ભાવના સાથે અમારી સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. અમારી સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ છે. માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે. વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15,181 કરોડના બજેટમાં 32.40% નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે 20,100 કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવવામાં આવ્યું છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ

શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા “ઈઝ ઓફ લિવિંગ” પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6885 કરોડની જોગવાઇ

મહિલાઓને આર્થિક ઉત્કર્ષ સાથે સામાજિક સુરક્ષાનું વાતાવરણ પૂરું પાડવા માટે સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા અને આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્યલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ઘરેલું હિંસા તેમજ જાતીય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ માટે કાઉન્સેલિંગ, માર્ગદર્શન અને સંસ્થાકીય મદદ પૂરી પાડવા રાજ્યમાં 65 સેન્ટર કાર્યરત છે. આ યોજનાની ઉપયોગિતા અને અસરકારકતા જોતાં 15 નવા સેન્‍ટર શરૂ કરવામાં આવશે.

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ માટે કુલ 2,711 કરોડની જોગવાઇ

પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના ૭૨ લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં 68 લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્‍દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-2024 થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.

પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 12,138 કરોડની જોગવાઇ

ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને “સશક્ત અને આત્મનિર્ભર” બનાવી લખપતિ બનાવવા સરકાર કાર્ય કરશે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 21,696 કરોડની જોગવાઈ

શહેરી આયોજન અને વહીવટમાં ગુણાત્મક સુધારા થાય એ આજના ઝડપથી વધતા જતા શહેરીકરણની માંગ છે. શહેરોને આર્થિક રીતે ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા “ઈઝ ઓફ લિવિંગ” પર ધ્યાન આપવું આવશ્યક છે. શહેરોમાં માર્ગો, પુલો, પાણી પુરવઠો, ગટર-વ્યવસ્થા, આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદ્રઢ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં જળવાયુ પરિવર્તનના પડકારો સાથે પ્રાકૃતિક આપદાઓ તેમજ અગ્નિશમનની સેવાઓ પૂરી પાડવા તંત્રની સક્ષમતાને વધારવામાં આવશે. શહેરી ગરીબોને આવાસની સુવિધા ઉપલબ્ધ કરાવવા પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) અંતર્ગત બાકી રહેતા લાભાર્થીઓ માટે સમયબદ્ધ રીતે કામ કરવામાં આવશે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 8423 કરોડની જોગવાઇ

ઊર્જા સામાજિક અને આર્થિક વિકાસ માટે પાયાનું તત્વ છે. ગુજરાતનો પ્રતિ વ્યક્તિ/વર્ષ વીજ વપરાશ 2402 યુનિટ છે, જે દેશના સરેરાશ પ્રતિ વ્યક્તિ/વર્ષ વીજ વપરાશથી લગભગ બમણો છે. ઉત્તરોત્તર વધતી જતી વીજમાંગને પહોંચી વળવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ગુજરાતે ગ્રીન ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ વધારવા માટે સરકારે અનેક નીતિગત નિર્ણયો કર્યા છે તેનાથી રાજયની ઊર્જા સુરક્ષા જળવાશે. વર્ષ 2030 સુધીમાં રાજયમાં કુલ વીજ પુરવઠાનો 50 % હિસ્સો રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતમાંથી મેળવવાનું આયોજન કરવામાં આવેલ છે. ઊર્જા ઉત્પાદન સાથે ટ્રાન્‍સમિશન અને વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ સાથે સ્માર્ટમીટરની વ્યવસ્થા રાજયમાં અમલી બનાવવામાં આવશે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ 767 કરોડની જોગવાઇ

અમૃતકાળમાં પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશને વિશ્વફલક પર લઇ જવા માટે સરકાર દ્વારા અનેક નૂતન પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતના યુવાનો વૈચારિક રીતે તેજસ્વી બને, ઓજસ્વી બને અને રાજ્યની વિકાસ યાત્રાના સારથિ બને તે સરકારનો સંકલ્પ છે. રાજયના રમતવીરોને તાલીમ, સંસાધનો અને પ્રોત્સાહન આપવા અમારી સરકાર પ્રયાસરત છે. રાજયની ત્રણ હજાર જેટલી શાળાઓમાં રમતગમત માટે ખેલ સહાયકો મૂકી પ્રાથમિક કક્ષાએ રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવાનું કાર્ય શરૂ કરેલ છે. રમતગમત સંકુલોનો વિકાસ કરી વિવિધ રમતોમાં ખેલાડીઓને આધુનિક ધોરણે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે. શક્તિદૂત યોજના થકી પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને ખાસ પ્રકારની તાલીમ આપી પદકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

જળસંપત્તિ પ્રભાગ માટે ₹11,535 કરોડની જોગવાઇ

મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજયમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.

પાણી પુરવઠા પ્રભાગ માટે ₹6242 કરોડની જોગવાઇ

રાજયના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળસુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલ વોટરગ્રીડના સારા પરિણામો મળ્યા છે. આજે વોટરગ્રીડના કારણે મહિલાઓને દૂરથી પાણી લાવવાની પળોજણમાંથી મુક્તિ મળી છે. સારી ગુણવત્તાના સરફેસ વોટર મળતા લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહેલ છે. નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સિદ્ધિ હાંસલ કરી ગુજરાતે આ દિશામાં નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીના માળાખાને સુદ્રઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે ઢાંકીથી માળીયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન 1200 કરોડના ખર્ચે નાખવાની યોજના હાથ ધરવાની હું જાહેરાત કરું છું.

વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગ માટે કુલ ₹2421 કરોડની જોગવાઈ

રાજયમાં વિશ્વ કક્ષાનું આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રસ્થાપિત કરવા વિવિધ નીતિઓનું અસરકારક અમલીકરણ કરવામાં આવશે. ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટ-અપ્સ અને ખાનગી એકમોને પ્રોત્સાહિત કરીને રાજ્યમાં આઇ.ટી. ક્ષેત્રને વધુ વેગ આપવામાં આવશે. IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી દ્વારા સંશોધન અને વિકાસને ઉત્તેજન આપવામાં આવશે. વિજ્ઞાનલક્ષી પ્રદર્શન અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યેની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્‍દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્‍દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષમાં સાયન્‍સ સિટીની રેકોર્ડ 17 લાખથી વધારે લોકોએ મુલાકાત લીધી છે, જે આ દિશામાં કરેલા પ્રયત્નોની સફળતા દર્શાવે છે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડની જોગવાઈ

અન્નદાતાઓની સમૃદ્ધિ માટે ઉત્પાદકતા વધારવા અને પાકોનું મૂલ્યવર્ધન કરવા અમારી સરકાર કૃતસંકલ્પ છે. ખેતીમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી પ્રિસિઝન ફાર્મિંગને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. આ માટે અમારી સરકારે ખેડૂતો અને મહિલાઓને ખેતીમાં ડ્રોનના ઉપયોગ માટે તાલીમ અને સહાય આપવા યોજનાઓ અમલી બનાવેલ છે. કૃષિ સંશોધન ક્ષેત્રે કેસર કેરી અને ભાલિયા ઘઉં બાદ કચ્છની ખારેકને ‘જી.આઇ.’ ટેગની માન્યતા મળી છે. કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે બાગાયત, પશુપાલન, એગ્રો પ્રોસેસીંગ અને એગ્રો માર્કેટીંગમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે સઘન પ્રયાસો હાથ ધરી ખેડૂતોની આવક વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 9228 કરોડની જોગવાઈ

રાજયના અર્થતંત્રમાં મહત્વનો ફાળો આપી રોજગારીની વિપુલ તકોનું સર્જન કરનાર ઉદ્યોગ ક્ષેત્ર ઉત્તરોત્તર પ્રગતિ કરે, તે સરકારનો ધ્યેય છે. રાજયમાં ઔદ્યોગિક વિકાસના જૂના ક્ષેત્રો સાથે નવીન તકનીકી ક્ષેત્રો પણ વિકાસ પામી રહ્યાં છે. એડવાન્‍સ મેન્યુફેકચરિંગ, ડિજિટલ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્સ, એરક્રાફટ મેન્યુફેકચરિંગ જેવા ક્ષેત્રોમાં વૈવિધ્યસભર ઔદ્યોગિકીકરણ દ્વારા આર્થિક સમૃદ્ધિનું સર્જન કરવા સરકાર સતત આગળ વધી રહી છે. ન્યુએજ ઇન્‍ડ્રસ્ટીઝ થકી ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહિત કરી આત્મનિર્ભર ભારત બનાવવા સરળ નીતિઓ, નાણાકીય પ્રોત્સાહન અને કાયદાકીય મંજૂરીઓમાં સરળતા માટે અમારી સરકાર દ્વારા પગલાં લેવામાં આવશે. સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર ‘Manufacturing Hub’ બનાવવામાં આવશે.

વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઇ

સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઇફ થકી પર્યાવરણને અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 1163 કરોડની જોગવાઇ

રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તનના પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સરક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવનઊર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. ગુજરાત રહેણાંક શ્રેણીમાં સોલાર રૂફ ટોપ સ્થાપિત કરવામાં 82% ના ફાળા સાથે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. મધ્યમ તેમજ નાના રહેણાંક ગ્રાહકો સોલાર રૂફ ટોપ યોજનાનો લાભ લઇ પોતાનું વીજબીલ ઘટાડી શકે તેમજ રાજયની ઊર્જા જરૂરિયાતને પહોંચી વળવામાં મહત્વનો ફાળો આપી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. રૂફટોપ સોલર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની સરકારની નેમ છે.

ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઇ

ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.

સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 2239 કરોડની જોગવાઇ

ઇન્‍ફર્મેશન ટેકનોલોજી, AI અને Dataના ઉપયોગથી વહીવટમાં પારદર્શિતા, સરળતા અને જવાબદેહી સુનિશ્ચિત કરવા વિવિધ સ્તરે ટેકનોલોજીના માધ્યમથી સુધારા કરી પરિવર્તન લાવવા માટે અમારી સરકાર કાર્ય કરી રહી છે. માળખાગત સગવડોને લગતા વિવિધ પ્રોજેકટ વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પ્રોજેકટનું ઓનલાઇન પોર્ટલ દ્વારા કેન્દ્રીયકૃત મોનિટરીંગ તથા રીયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ થઇ શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના 1.5 % જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી 400 કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે 14 હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.

માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 384 કરોડની જોગવાઈ

સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવા હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે.

 

 

Whatsapp share
facebook twitter