+

નાણાં મંત્રીએ સમજાવ્યો GDP નો મતલબ, કહ્યું – લોકો સારૂ જીવન જીવી રહ્યા છે

GDP: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે GDP…

GDP: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે GDP અંગે જાણકારી આપતા કહ્યું કે, G નો મતલબ Governance, D નો મતલબ Development અને P નો મતલબ Performance થાય છે. વધુમાં તેમણે કહ્યું કે, લોકો અત્યારે લોકો આકાંક્ષાઓ સાથે સારુ જીવન જીવી રહ્યા છે.

ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલું વચગાળું બજેટ છે

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ‘આ ચૂંટણી પહેલા રજૂ કરવામાં આવેલું વચગાળું બજેટ છે. સરકારના શાસનની વાત કરીએ તો આ બજેટ એ પરિસ્થિતિ વિશે વાત કરે છે કે જ્યાં આપણે વિકાસ કર્યો છે.અમે અર્થવ્યવસ્થાને સાચા ઈરાદાઓ, યોગ્ય નીતિઓ અને સાચા નિર્ણયોથી મેનેજ કરી છે, તેથી તે કાળજીપૂર્વક સંચાલિત છે. ‘G’ ની વાત કરીએ તો તે સરકારે કરેલા કામની વાત છે. ‘D’ એટલે સારું જીવન જીવતા, વધુ સારી કમાણી કરતા અને ભવિષ્ય માટે ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવતા લોકો માટે અને જો આપણે ‘P’ પર જઈએ તો G20 અર્થતંત્રમાં સતત ત્રણ વર્ષનું પ્રદર્શન 7 ટકાના ઝડપી દરે વધી રહ્યું છે.’

નાણાં મંત્રીએ કહ્યું કે, ‘2004 થી 2024 ના દશ વર્ષોની તુલનામાં છેલ્લા દશ વર્ષોમાં આર્થિક પ્રદર્શન ચોખ્ખુ દેખાય છે. સરકારે જીડીપીના તેના અનુકરણીય ટ્રેક રેકોર્ડ એટલે કે શાસન, વિકાસ અને કામગીરીના આધારે લોકોનો વિશ્વાસ અને આશીર્વાદ મેળવ્યા છે.’

આ પણ વાંચો: લક્ષદ્વીપને લઈને મોદી સરકારે કરી મોટી જાહેરાત, માલદીવની મુશ્કેલીઓ વધશે!

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે, આત્યારે ભારતનો જીડીપી ગ્રોથ ખુબ જ સારો રહ્યો છે. રાજકોષીય વ્યવસ્થાપન તદ્દન સમજદાર રહ્યું છે. બજેટ પ્રક્રિયા પણ એકદમ પારદર્શી થઈ ગઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, અમે નાણાકીય વર્ષ 2026 સુધીમાં 4.5% રાજકોષીય ખાધને પહોંચી વળવાના માર્ગ પર છીએ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter