2000 રૂપિયાની જૂની નોટો બદલવા અને જમા કરાવવાની છેલ્લી તારીખ લંબાવીને 7 ઓક્ટોબર કરવામાં આવી છે. અત્યાર સુધી છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2023 હતી. તમને જણાવી દઈએ કે ગત મે માસમાં ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી.
2000 રુપિયાની નોટ બદલવાની ડેડલાઇન વધારાઇ
અગાઉ 30 સપ્ટેમ્બર સુધીમાં બદલવાની હતી
હવે 7 ઓક્ટોબર, 2023 સુધી બદલાવી શકાશે
મે માસમાં RBI એ 2 હજારની નોટ પરત ખેંચી હતી #India #NationalNews #Business #Deadline #BankNote #Transactions #CurrencyNotes #LastDate #GujaratFirst pic.twitter.com/YmU1EO6LAx— Gujarat First (@GujaratFirst) September 30, 2023
₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી
બેંકો પાસેથી મળેલી માહિતી અનુસાર, 19 મે, 2023 સુધી ચલણમાં રહેલી ₹3.56 લાખ કરોડની ₹2000ની નોટોમાંથી, ₹3.42 લાખ કરોડની નોટો બેન્કોને પરત કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બરે બિઝનેસ બંધ થયા બાદ માત્ર 0.14 લાખ કરોડ રૂપિયા જ ચલણમાં રહ્યા હતા. આમ, 19મી મે 2023ના રોજ ચલણમાં આવેલી ₹2000ની 96% નોટ હવે બેંકોમાં પાછી આવી ગઈ છે.
As the period specified for the withdrawal process has come to an end, and based on a review, it has been decided to extend the current arrangement for the deposit/exchange of Rs 2000 banknotes until October 07, 2023: Reserve Bank of India pic.twitter.com/ovDz0aCjrm
— ANI (@ANI) September 30, 2023
RBIની 19 ઇશ્યૂ ઑફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે
આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં 2,000 રૂપિયાની નોટ જમા કરાવવા અને બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 8 ઑક્ટોબર પછી, RBIની 19 ઇશ્યૂ ઑફિસમાં એક સમયે 20,000 રૂપિયા સુધીની 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. 8 ઑક્ટોબર પછી, બાકીની 2,000 રૂપિયાની નોટો ફક્ત RBIની 19 ઇશ્યૂ ઑફિસ દ્વારા તમારા ખાતામાં જમા કરાવી શકાશે.લોકો ટપાલ વિભાગમાંથી RBIની 19 ઈસ્યુ ઓફિસમાં પણ રૂ. 2,000ની નોટ મોકલી શકે છે. આ નોટની કિંમત સંબંધિત વ્યક્તિના ખાતામાં જમા થશે.