+

ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા, સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મહાનગર પાલિકા એલર્ટ મોડમાં

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત   ઉકાઈના ઉપરવાસમાં ખાબકેલા ધોધમાર વરસાદનું પાણી ડેમમાં ઠલવાતા માત્ર ૨૪ કલાકમાં જ ઉકાઈમાં પાણીની સપાટી ૩.૪૨ ફૂટ વધીને સડસડાટ ૩૪૨.૮૬ ફૂટે પહોંચી ગઈ હતી. પાણીની…

અહેવાલઃ રાબિયા સાલેહ, સુરત

 

ઉકાઈના ઉપરવાસમાં ખાબકેલા ધોધમાર વરસાદનું પાણી ડેમમાં ઠલવાતા માત્ર ૨૪ કલાકમાં જ ઉકાઈમાં પાણીની સપાટી ૩.૪૨ ફૂટ વધીને સડસડાટ ૩૪૨.૮૬ ફૂટે પહોંચી ગઈ હતી. પાણીની આવક વધતા ડેમના ૧૫ દરવાજા ખોલી ૨.૮૯ લાખ ક્યુસેક પાણી છોડવા નિર્ણય કરાયો હતો,જે બાદ સુરતના કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે સુરત મનપા તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી,ઓવારે અને વિસ્તારોમાં પાણી ભરાતા પાલિકા દ્વારા લોકો ને સ્થળાંતર કરાયા છે.

 

પાલિકા દ્વારા પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા

સુરત મહાનગર પાલિકા તંત્ર એલર્ટ થયું છે.પાલિકા દ્વારા પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં પંપ મૂકી પાણી ખાલી કરાયા છે.રવિવારે ઉકાઈ ડેમમાંથી ૨.૮૯ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા રાંદરના મોરાભાગળ સ્થિત હનુમાન ટેકરી ખાતે આવેલો ટેકરી ફ્લડગેટ સો પ્રથમ બંધ કરી દેવાયો હતો.આ ગેટ ૧.૫૦ લાખથી ૨ લાખ ક્યુસેક પાણીની આવક થતાં બંધ કરી દેવામાં આવે છે.આ અંગે મનપા કમિશનર સાલિની અગ્રવાલ એ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સુરત ના રાંદેર સ્થિત હનુમાન ટેકરીનો ફ્લડગેટ બંધ કરવામાં આવ્યો છે.

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અનેક લોકોનું સ્થળાંતર 

સુરત શહેરના અલગ અલગ ઝોનમાં કુલ ૩૨ જેટલા ફ્લડ ગેટ આવેલા છે. હાલ શહેરના પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાતા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સૌથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, હાલ નાની નાની બાબતોની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છેય જે વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત હોય એ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી રહી છે,વધુમાં સુરત શહેર મેયર દક્ષેશ માવાણી એ કહ્યું હતું કે ઉપરવાસ માંથી પાણી છોડવામાં આવી રહ્યું છે સાથે જ આ પાણી શહેરમાં ન પ્રવેશે તે માટે ની તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો ની સુરક્ષા ને ધ્યાને રાખી બને એટલા પગલાં લેવામાં આવી રહ્યા છે શહેરીવાસીઓને હાલ ચિંતા કરવાની કોઈ જરૂર નહીં એવું પણ શહેરના નવા મેયરે જણાવ્યું છે હાલ પાલિકાના તમામ અધિકારીઓ મેદાને ઉતર્યા છે આધિકારીઓ દ્વારા હાલ અસરગ્રસ્ત વિસ્તારો સહિત વિવિધ ઓવારે અને ફ્લડ ગેટ ખાતે પહોંચી પરિસ્થિતિનો ત્યાગ મેળવવામાં આવી રહ્યો છે

 

મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક્શન મોડમાં

મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક્શન મોડ માં જોવા મળી રહ્યું છે સુરતના કાદરશાહની નાળમાં પાણી ભરાઈ જવાને કારણે ફાયર વિભાગની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે , તો સાથે જ કેટલી બોટ પણ તૈયાર કરાઈ છે ,જ્યારે વિવિધ વિસ્તારોમાં મશીનો મૂકી પાણી ખેંચવાની પણ કામગીરી માટે અધિકારીઓ કર્મચારીઓ સ્ટેન્ડ બાય રખાયા છે, અંગે ફાયરના ડેપ્યુટી ચીફ ફાયર ઇન્ચાર્જ ઓફિસર એસ જી ધોબી એ જણાવ્યું હતું કે કોઈ પણ વિસ્તારની અંદર જો વધારે પડતું પાણી ભરાઈ જશે અને એ વિસ્તારમાંથી જરૂર લાગશે તો ફાયર કર્મીઓ દ્વારા લોકોને સ્થળાંતર કરવાની અથવા તેમને મદદ પહોંચાડવાની તેમને રેસ્ક્યું કરવાની કામગીરી કરવા માં આવશે, હાલ ફાયર વિભાગ દ્વારા પરિસ્થિતિની પહોંચી વળવા માટે કેટલીક બોટ રેડી કરવામાં આવી છે એ બોટને પાણી ભરાયેલા વિસ્તારોમાં લઈ જવામાં આવશે હાલ સુરતમાં નગરપાલિકા દ્વારા જે જરૂરી સાધનો છે એને તૈયાર કરવામાં આવ્યા છે,ફાયર અધિકારીઓની ટીમ નવ ઝોન ની અંદર તેનાત કરાઇ છે, હાલ પરિસ્થિતિને ધ્યાને રાખી તમામ અધિકારીઓની રજા કેન્સલ કરાઇ છે તો સાથે જ તમામને સ્ટેન્ડ બાય રહેવા આદેશ કરાયો છે,

હાલ સુર્ય પુત્રી તાપી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે.જ્યારે સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.જેને કારણે પાલિકા દ્વારા એ સ્થળે મશીનો મૂકી ને કામગીરી કરવામાં આવી રહી છે.બીજી બાજુ ફલડ ગેટ બંધ કરવા તંત્ર મજબૂર બન્યું છે.કારણ કે શહેરના કાદરશાની નાલમાં પાણી ભરાઈ જતાં અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તેની ખાતરી કરવામાં આવી રહી છે.એક તરફ મેટ્રોની કામગીરી બીજી તરફ હવે શહેરમાં પાણી-પાણી થતાં અધિકારીઓ કામે લાગ્યા છે.હાલ સુર્ય પુત્રી તાપી નદીનું સ્તર પણ વધ્યું છે,નદી નું જળ સ્તર વધતા ફલડ ગેટ કરાયા છે, ફલડ ગેટ બંધ થતા પાણી બેક મારી રહ્યું છે.જે માટે પણ કામગીરી થઈ રહી છે.

મધ્યપ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદ ની અસર

હાલ સુર્ય પુત્રી તાપી નદી બે કાંઠે વેહતી થઈ છે.સુર્ય પુત્રી તાપી નદીમાં સતત નવા નીર આવી રહ્યા છે.મધ્ય પ્રદેશમાં પડી રહેલા વરસાદ ની અસર હવે વિવિધ શહેરમાં વર્તાઈ રહી છે.તેવામાં સુરત શહેરમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા છે.ઉકાઈ ડેમ માંથી 2.97 ક્યુસેક પાણી છોડાયું છે ,ઉકાઈ ડેમનું પાણી સુર્ય પુત્રી તાપી નદીમાં આવી રહ્યું છે,સુર્ય પુત્રી તાપી નદીની સપાટી 10.95 મીટર પોહચી ગઈ છે.જેના કારણે સુરત સુરત મહાનગર પાલિકા કામે લાગી ગઇ છે

Whatsapp share
facebook twitter