+

હોય નહીં! ATMમાંથી કાર્ડ વગર જ પૈસા ઉપાડી શકાશે, જાણો કઇ રીતે કરશે કામ?

ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. તો આ સાથે જ એટીએમમાં ​​કાર્ડ ક્લોનિંગ જેવી ઘટનાઓ પણ વધી રહી છે. જેના કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ATM કાર્ડ સાથે તથા તેના ઉપયોગથી વધી રહેલા છેતરપિંડીના બનાવોને ધ્યાને રાખીને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે ગ્રાહકો એટીએમ કાર્ડ (કાર્ડલેસ) વગર પણ પૈસા ઉપ
ઓનલાઈન છેતરપિંડીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. તો આ સાથે જ એટીએમમાં ​​કાર્ડ ક્લોનિંગ જેવી ઘટનાઓ પણ વધી રહી છે. જેના કારણે સામાન્ય લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ATM કાર્ડ સાથે તથા તેના ઉપયોગથી વધી રહેલા છેતરપિંડીના બનાવોને ધ્યાને રાખીને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા શુક્રવારે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવે ગ્રાહકો એટીએમ કાર્ડ (કાર્ડલેસ) વગર પણ પૈસા ઉપાડી શકશે. આ નિર્ણય પાછળ આરબીઆઈનો હેતુ સ્પષ્ટ છે કે છેતરપિંડીના વધતા જતા બનાવોને રોકી શકાય છે.
વર્તમાન સમયે તો ATM કાર્ડ વિના પૈસા ઉપાડવાની સુવિધા દેશની માત્ર અમુક બેંકો દ્વારા જ આપવામાં આવી રહી છે. જો કે હવે આરબીઆઇના આ નિર્ણ બાદ દરેક બેંકના ATM પરથી કાર્ડ વગર પૈસા ઉપાડવાની સુવિધા મળી શકશે. 
RBI ગવર્નરે કરી જાહેરાત
આરબીઆઈની મોનેટરી પોલિસી મીટિંગના પરિણામોને ધ્યાનમાં રાખીને ગવર્નર શક્તિકાંત દાસે આ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આરબીઆઈ ડિજિટલ ફ્રોડના વધતા જતા કેસોને રોકવા માટે પ્રતિબદ્ધ છે. આ ઘટનાઓને રોકવા માટે હવે દેશની તમામ બેંકોમાં કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા આપવામાં આવશે. નોંધનીય છે કે આ સુવિધા હેઠળ હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે તમારે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે.
UPIના માધ્યમથી ઉપડશે પૈસા
જે રીતે યુપીઆઈએ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં ક્રાંતિકારી ભૂમિકા નિભાવી છે, તેનો અત્યાર સુધી કોઇ બીજો વિકલ્પ નથી મળ્યો.  જેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને UPI પર આધારિત આ પ્રકારની સેવા શરૂ કરવા કહ્યું છે, જેમાં કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડી શકાય. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે બેંકોને તેમના એટીએમ નેટવર્કને કાર્ડ-લેસ કેશ વિડ્રોઅલ સિસ્ટમ સાથે જોડવા માટે કહેવામાં આવ્યું છે. આ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન દરમિયાન UPI દ્વારા ગ્રાહકોની ઓળખ સુનિશ્ચિત કરવામાં આવશે. આ સિસ્ટમ ઇન્ટરઓપરેબલ હશે.
છેતરપિંડી, કાર્ડ ક્લોનિંગને રોકવામાં મદદ મળશે
આ સમગ્ર નિર્ણયની જાહેરાત કરતા રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ‘હવે UPIનો ઉપયોગ કરીને તમામ બેંકો અને ATM નેટવર્કમાં કાર્ડલેસ કેશ ઉપાડની સુવિધા આપવાનો પ્રસ્તાવ છે. જેનો ઉપયોગ કરવાથી ટ્રાન્ઝેક્શન કરવામાં સરળતા રહેશે. સાથે જ કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા, કાર્ડ સ્કિમિંગ, કાર્ડ ક્લોનિંગ જેવી છેતરપિંડીઓને રોકવામાં પણ મદદ મળશે.
અત્યારે કઇ રીતે કામ કરે છે?
વર્તમાન સમયે દેશની કેટલીક બેંકો કાર્ડલેસ ટ્રાંઝેક્શનની સુવિધા આપે છે. જેમાં ICICI અને HDFC મોખરે છે. જો કે બંને બેંકોની આ સેવા માત્ર ઓન એન્ડ ઓન બેઝ પર જ મળે છે. ઓન-એન્ડ-ઓન ​​એટલે કે બેંકના ગ્રાહકો પોતાની બેંકના એટીએમ મશીનમાંથી આ સેવાનો લાભ લઈ શકે છે. તેવામાં હવે આરબીઆઈ આ સેવાને યુપીઆઈ આધારિત બનાવીને ઇન્ટરઓપરેબલ બનાવવા માંગે છે. જેનો અર્થ એ છે કે જો તમે SBI ગ્રાહક હોવ તો પણ તમે HDFC બેંકના ATMમાંથી કાર્ડ વગર રોકડ ઉપાડી શકશો.
Whatsapp share
facebook twitter