Ratan Tata : રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર, 1937 ના દિવસે નવલ અને સુનુ ટાટાના ઘરે થયો હતો. તેમણે 1962 માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી વાસ્તુકળામાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ 1975 માં હાવર્ડ બિઝનેસ સ્કુલમાં એડવાન્સ મેનેજમેન્ટ કાર્યક્રમ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમણે ટાટા સમુહમાં ખુબ જ મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી. બીજી તરફ રતન ટાટાના માતા સોની ટાટા એક ગૃહિણી હતા.
રતન ટાટા દેશના દરેક નાગરિકના હૃદયમાં અનોખુ સ્થાન ધરાવતા હતા
Ratan Tata નામ કોઇ ઓળખનું મોહતાજ નથી. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata) બુધવારે મોડી રાત્રે નિધન થઇ ગયું. મુંબઇની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં તેમણે 86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું. જો કે તેઓ માત્ર એક ઉદ્યોગપતિ હોવાના કારણે નહીં પરંતુ ઉત્તમ મનુષ્ય હોવાના કારણે લોકોનાં હૃદયમાં એક અનોખુ સ્થાન ધરાવતા હતા. ખુબ જ સાદગીપુર્વકનું જીવન અને ખુબ જ ઉચ્ચ માનવતાવાદી હોવાના કારણે લોકોનાં હૃદયમાં તેમનું અલગ જ સ્થાન હતું. લાખો લોકો માટે તેઓ એક આદર્શ પ્રેરણાસ્ત્રોત હતા. તેઓ 1991 થી 2012 સુધી ટાટા ગ્રુપનાં ચેરમેન રહ્યા અને આ દરમિયાન તેમણે બિઝનેસ સેક્ટરમાં અનેક કીર્તિમાન સ્થાપિત કરતા દેશના સૌથી જુના ઉદ્યોગગૃહને સફળતાની એક નવી જ ઉંચાઇ સુધી પહોંચાડ્યું હતું.
ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો રતન ટાટાનો જન્મ
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937 ના રોજ સુનુ ટાટા અને નવલ ટાટાના ઘરે થયો હતો. 1962 માં કોર્નેલ યુનિવર્સિટીમાં વાસ્તુકલાની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાર બાદ 1975 માં હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં એડવાન્સ મેનેજમેન્ટ કોર્સ પૂર્ણ કર્યો. તેમના પિતા નવલ ટાટા એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેઓએ ટાટા ગ્રુપમાં ખુબ જ મહત્વપુર્ણ ભૂમિકા નિભાવી હતી.
1962 માં ટાટા ગ્રુપના સહાયક તરીકે કામ શરૂ કર્યું
રતન ટાટા 1962 માં ટાટા ઇન્ડસ્ટ્રીમાં સહાયક તરીકે ટાટા ગ્રુપમાં જોડાયા હતા. ત્યાર બાદ તે જ વર્ષે ટાટા એન્જીનિયરિંગ એન્ડ લોકો મોટિવ કંપની (જે હાલમાં TATA Motors) જમશેદપુરના સંયંત્રમાં છ મહિનાની ટ્રેનિંગ કરી હતી. અલગ અલગ કંપનીઓમાં સેવા આપ્યા બાદ તેમણે 1971 માં નેશનલ રેડિયો એન્ડ ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં પ્રભારી નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. 1981 માં તેમણે ગ્રુપના અન્ય હોલ્ડિંગ કંપની ટાટા ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. જ્યાંથી તેને સમુહ રણનીતિ થિંક ટૈંક અને ઉચ્ચ ટેક્નોલોજીના વ્યવસાયનો નવો ઉપક્રમો શરૂ કરવા માટેને શ્રેય જાય છે.
ટાટા સમુહના દરેક ઉદ્યોગને એક નવી ઉંચાઇએ પહોંચાડ્યો
1991 થી ડિસેમ્બર 28, 2012 ના રોજ પોતાની સેવાનિવૃતિ સુધી ટાટા સમુહની હોલ્ડિંક કંપની ટાટા સન્સના અધ્યક્ષ હતા. આ દરમિયાન ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બેવરેજ, ટાટા કેમિકલ્સ, ઇન્ડિયન હોટલ્સ અને ટાટા ટેલિ સરવિસ સહિતની ટાટા ગ્રુપની અનેક કંપનીના અધ્યક્ષ હતા. તેઓ ભારત અને વિદેશમાં અલગ અલગ સંગઠનો સાથે પણ જોડાયેલા હતા. રતન ટાટા મિત્સુબિશી કોર્પોરેશન અને જેપી મોર્ગન ચેસના આંતરરાષ્ટ્રીય સલાહકાર પણ હતા. તેઓ સર રતન ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટ્સ, સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એલાઇડ ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેઓ ટાટા ઇંસ્ટીટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચના અધ્યક્ષ હત. તેઓ કોર્નેલ યુનિવર્સિટી અને દક્ષિણી કેલિફોર્નિયા યુનિવર્સિટીના ન્યાયી બોર્ડમાં પણ કાર્ય કરતા હતા.
રતન ટાટાની ઉપલબ્ધીઓ
1. ટાટા સમુહના અધ્યક્ષ તરીકે 1991-2012 સુધી સેવા
2. જેગુઆર અને લેન્ડ રોવરની ખરીદી (2008)
3. કોરસની ખરીદી (2007)
4. ટાટા સ્ટીલને વૈશ્વિક ફલક પર પહોંચાડ્યું
5. ટાટા મોટર્સને અનોખી ઉંચાઇએ પહોંચાડ્યું
6. ટાટા કન્સલ્ટન્સિ સર્વિસની વૈશ્વિક પહોંચ બનાવી
7.ટાટા ગ્રુપની વૈશ્વિક બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો કર્યો
રતન ટાટાને મળેલા સન્માન
1. પદ્મ વિભૂષણ (2008)
2. પદ્મ ભૂષણ (2000)
ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (2009)
4. ઇન્ટરનેશનલ હેરિટેજ ફાઉન્ડેશન લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ (2012)