+

Rashmika: રશ્મિકા મંદાના માંડ માંડ બચી! ફ્લાઈટમાં કરી રહી હતી મુસાફરી અને…

Rashmika Mandana: નેશનલ ક્રશ તરીકે જાણીતી ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો જીવ માંડ માંડ બચ્યો છે. રશ્મિકા મંદાના જે ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહીં હતી, તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.ઉલ્લેખનીય છે…

Rashmika Mandana: નેશનલ ક્રશ તરીકે જાણીતી ફેમસ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો જીવ માંડ માંડ બચ્યો છે. રશ્મિકા મંદાના જે ફ્લાઈટમાં ટ્રાવેલ કરી રહીં હતી, તેને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ ઘટનાથી અભિનેત્રી સહિત ફ્લાઈટમાં હાજર મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. રશ્મિકાએ પોતે આ ઘટના વિશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, તે મૃત્યુથી બચી ગઈ છે. રશ્મિકાએ ફ્લાઈટમાં બેસીને એક ફોટો શેર કર્યો છે. થોડી જ વારમાં તે વાયરલ થઈ ગયો અને ચાહકો અભિનેત્રી અને અન્ય મુસાફરો માટે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા.

રશ્મિકાએ શ્રદ્ધા દાસ સાથે એક સેલ્ફી શેર કરી

રશ્મિકા મંદાના સાથે શ્રદ્ધા દાસ પણ મુસાફરી કરી હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રશ્મિકાએ શ્રદ્ધા સાથે એક સેલ્ફી શેર કરીને લખ્યું કે, ‘માત્ર તમારી જાણકારી માટે,આ રીતે અમે આજે મોતથી બચી ગયા…’ ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી, જેના કારણે પ્લેનમાં હાજર લોકો ડરી ગયા હતા.

રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો કે, ફ્લાઈટ ટેક ઓવર બાદ માત્ર 30 મિનિટમાં પાછી મુંબઈ આવી ગઈ હતી, જેથી તેની ટેકનિકલ ખામી અંગે તપાસ કરી શકયય જો કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ત્યાં રશ્મિકાએ પણ જે ફોટો શેર કર્યો છે તેમાં તે અભિનેત્રી શ્રદ્ધા દાસ સાથે હસતી જોવા મળી રહી છે. આ સાથે કેપ્શનમાં તેણે હસતું ઇમોજી રાખ્યું હતું.

રશ્મિકા મંદાનાએ ‘પુષ્પાઃ ધ રાઇઝ’થી લોકપ્રિયતા મેળવી

ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધા દાસ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. રશ્મિકા મંડન્નાએ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ દ્વારા દક્ષિણ અને ઉત્તરમાં લોકપ્રિયતા મેળવી છે. આ દિવસોમાં તે ફિલ્મ ‘એનિમલ’ની સફળતાનો આનંદ માણી રહી છે. આમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી હતી. તેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું.

આ પણ વાંચો: UP પોલીસની ભરતી પરીક્ષાનું સની લિયોનીનું એડમિટ કાર્ડ થયું વાયરલ, જાણો સમગ્ર મામલો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter