+

માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ, સારવાર દરમિયાન 7 મહિનાનો ગર્ભ હોવાનું ખુલ્યું

રાજયમાં દિવસેને દિવસે બળાત્કાર, લૂંટના  કેસો વધતાં  જોવા મળી રહ્યા  છે. ત્યારે  વધુ એક બનાવ અમદાવાદનાં વટવા વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. મૂળ ઉત્તરપ્રદેશનાં વતની અને અમદાવાદમાં વટવામાં રહેતી 37 વર્ષીય યુવતી નાનપણથી માનસિક અસ્થિર હોવાથી પોતાનાં ભાઈ સાથે રહેતી હતી.થોડા દિવસો પહેલા યુવતીનો ભાઈ બપોરનાં સમયે ઘરમાંથી સુઈ રહ્યો હતો, à
રાજયમાં દિવસેને દિવસે બળાત્કાર, લૂંટના  કેસો વધતાં  જોવા મળી રહ્યા  છે. ત્યારે  વધુ એક બનાવ અમદાવાદનાં વટવા વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની છે. મૂળ ઉત્તરપ્રદેશનાં વતની અને અમદાવાદમાં વટવામાં રહેતી 37 વર્ષીય યુવતી નાનપણથી માનસિક અસ્થિર હોવાથી પોતાનાં ભાઈ સાથે રહેતી હતી.
થોડા દિવસો પહેલા યુવતીનો ભાઈ બપોરનાં સમયે ઘરમાંથી સુઈ રહ્યો હતો, ત્યારે સૂઈને ઉઠતા તેણે પોતાની બહેનને રસોડામાં બેભાન હાલતમાં જોઈ હતી. જેથી  તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જોકે યુવતીને પડી જવાથી હેમરેજ થયું હોવાથી તે કોમામાં જતી રહી હતી. હોસ્પિટલમાં ડોક્ટરે યુવતીનું ચેકઅપ કરતા તેને 7 મહિનાનો ગર્ભ હોવાનું ખુલતા યુવતીના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન માનસિક અસ્થિર યુવતીનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર મામલે યુવતીનાં ભાઈએ અજાણ્યા શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેની માનસિક અસ્થિર બહેનને ગમે તે સમયે અજાણ્યા શખ્સે લલચાવી ફોસલાવી તેની સાથે શારિરીક સંબંધો બાંધતા તેને આ ગર્ભ રહ્યો હોય તેવી ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપીને પકડવા તપાસ તેજ કરી છે. તેમજ યુવતીનાં ગર્ભમાં રહેલા ભ્રુણમાંથી DNA મેળવી યુવતી સાથે દુષ્કર્મ આચરનારની ઓળખ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે.
Whatsapp share
facebook twitter