Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શાળાએ જવાનું કહીને પ્રેમી સાથે પંજાબ ભાગી સગીરા, પ્રેમીએ દુષ્કર્મ આચરી,તરછોડી થયો ફરાર

06:53 PM Apr 22, 2023 | Vipul Pandya

અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં રહેતી 11 વર્ષની સગીરાના અપહરણની ફરિયાદ હાલમાં પોલીસ મથકે નોંધાઈ હતી.જેમાં સગીરા શાળાએ જવા નીકળી હતી અને ઘરે પરત ફરી ન હતી.આ મામલે આનંદનગર પોલીસે તપાસ કરતા સગીરા પંજાબ હોવાનું ધ્યાને આવતા પોલીસ લુધિયાણા પહોંચી હતી. જોકે, સગીરાનાં 18 વર્ષનાં પ્રેમીને પોલીસે આવતી હોવાની જાણ થતાં જ તે સગીરાને લઈને અમદાવાદ આવવા નિકળ્યો હતો અને અમદાવાદનાં રેલવે સ્ટેશન ઉતારી ફરાર થઈ ગયો હતો.સગીરાનાં પ્રેમીએ તેને લુધિયાણા લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું ખુલતા આનંદનગર પોલીસે અપહરણની સાથે પોક્સો અને દુષ્કર્મની કલમો ઉમેરવાની તજવીજ શરૂ કરી છે.
આનંદનગર વિસ્તારમાં 11 વર્ષની તરુણી શાળામાં અભ્યાસ કરે છે.સગીરા 15મી તારીખે ઘરેથી શાળાએ જવા નીકળી હતી અને તે સમયે સગીરાનાં પિતા સામાજિક પ્રસંગે ગયા હતા.દરરોજ સગીરા શાળાએથી બપોરે 12.30 વાગ્યા સુધીમાં ઘરે આવી જતી હતી જોકે, તે દિવસે ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ તેને શાળામાં અને અન્ય જગ્યાએ શોધી હતી પરંતુ તેની ભાળ મળી ન હતી. સગીરાના પિતાએ વતનમાંથી પરત ફરી શાળાએ જઇ તપાસ કરતા તેમને જાણ થઇ હતી કે, સગીર દિકરી શાળાએ ગઈ જ ન હતી. જેથી આ અંગે આનંદનગર પોલીસને જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો..
પોલીસે તપાસ કરતા સગીરા 18 વર્ષીય પ્રેમી સાથે લુધિયાણા ગઈ હોવાનું ધ્યાને આવતા પોલીસ સગીરાને લેવા લુધિયાણા પહોંચી હતી જોકે, આરોપી સગીરાને અમદાવાદ રેલવે સ્ટેશને મૂકીને ભાગી ગયો હતો. જે બાદ સગીરાની પુછપરછ કરતા તેની સાથે આરોપીએ દુષ્કર્મ આચર્યું હતુ અને પોતાની પ્રેમજાળમાં ફસાવી હોવાનું બહાર આવ્યું હતુ. પોલીસે સગીરાની મેડિકલ તપાસ હાથ ધરી અપહરણના ગુનામાં પોક્સો અને દુષ્કર્મની કલમો ઉમેરવા તજવીજ હાથ ધરી છે. સાથે જ આ મામલે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.