+

રણવીર સિંહે કાન્સમાં દીપિકા પાદુકોણને ફોલો કરી ! ફોટા ફેન પેજ પર ચમક્યાં

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો આ ફોટો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં, રેબેકા હોલ પણ તેમની સાથે જોઈ શકાય છે. તસવીરોમાં ત્રણેય મસ્તી કરતા જોઈ શકાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની દીપિકા પાદુકોણની તસવીરો છેલ્લાં કેટલાક દિવસોથી જોરદાર વાયરલ થઈ રહી છે. દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર તરીકે પહોંચી હતી અને હવે રણવીર સિંહ પણ તેની સાથે જોવા મળ્યો
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો આ ફોટો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં, રેબેકા હોલ પણ તેમની સાથે જોઈ શકાય છે. તસવીરોમાં ત્રણેય મસ્તી કરતા જોઈ શકાય છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની દીપિકા પાદુકોણની તસવીરો છેલ્લાં કેટલાક દિવસોથી જોરદાર વાયરલ થઈ રહી છે. 
દીપિકા પાદુકોણ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી મેમ્બર તરીકે પહોંચી હતી અને હવે રણવીર સિંહ પણ તેની સાથે જોવા મળ્યો હતો. રણવીર સિંહ કાન્સમાં એક ગ્રાન્ડ પાર્ટીમાં દીપિકા પાદુકોણને કંપની આપતો જોવા મળ્યો.
રણવીર અને દીપિકાનો કાન્સ લૂક
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં, રેબેકા હોલ પણ તેમની સાથે જોવા મળ્યાં હતાં. ત્રણેય ખુશમિજાજ મૂડમાં જોઈ શકાય છે જ્યારે બીજા ફોટામાં તેઓ એકબીજાં સાથે હસતા જોવા મળે છે. ફોટોમાં રણવીર સિંહ ઝેબ્રા પ્રિન્ટનો શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે.

રણવીર-દીપિકાની મસ્તી
દીપિકા પાદુકોણના લૂક વિશે વાત કરીએ તો, તે પ્રિન્ટેડ સફેદ શર્ટમાં છે, જેની સાથે તેણે ગુલાબી રંગનું સ્કર્ટ પહેર્યું છે. રેબેકા હોલે ફ્લોરલ ડ્રેસ પહેર્યો છે અને ત્રણેય એક મોટા હોલમાં મસ્તી કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ રણવીર સિંહે દીપિકા પાદુકોણના એક ફોટો પર કોમેન્ટ કરી હતી – ઓકે, બસ, બસ. હવે હું ફ્લાઈટ લઈ રહ્યો છું.
દીપીકાને મળવા પહોંચ્યો રણવીર સિંહ
આના થોડા સમય બાદ રણવીર સિંહ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. દીપિકા પાદુકોણે તાજેતરમાં કાન્સમાંથી ઘણા જુદા જુદા આઉટફિટ્સમાં તેની તસવીરો શેર કરી હતી, જેમાં લાલ રંગના લૂઈ વિટન ગાઉનમાં તેની તસવીરો ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય બ્લેક આઉટફિટમાં તેના ફોટા પણ જોરદાર શેર કરવામાં આવ્યા હતા.
Whatsapp share
facebook twitter